OMG : સલમાન ખાનને ત્રણ વખત સાપે માર્યો હતો ડંખ, ભાઈજાને કહ્યુ ” ટાઈગર ભી જીંદા હૈ ઓર સાપ ભી”

|

Dec 27, 2021 | 11:49 AM

સલમાન ખાનને શનિવારે રાત્રે તેના પનવેલ ફાર્મહાઉસમાંથી સાપ કરડ્યો હતો, જે બાદ અભિનેતાને સારવાર માટે MGM હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

OMG : સલમાન ખાનને ત્રણ વખત સાપે માર્યો હતો ડંખ, ભાઈજાને કહ્યુ  ટાઈગર ભી જીંદા હૈ ઓર સાપ ભી
Three times the snake was bitten by Salman Khan

Follow us on

Salman Khan Birthday : બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાનને (Salman Khan) પનવેલ ફાર્મહાઉસમાં (Panvel Farm House) સાપે ડંખ માર્યો હતો. આ સમાચાર સામે આવતા તેના ચાહકો પણ દુ:ખી થયા હતા. જો કે બાદમાં દબંગખાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. સલમાને જન્મદિવસ પર મીડિયા સાથે વાત કરીને આ ઘટના વિશે જણાવ્યું.

દર વર્ષે સલમાન ખાન તેનો જન્મદિવસ પરિવાર અને મિત્રો સાથે પનવેલ ફાર્મ હાઉસમાં ઉજવે છે. મળતા અહેવાલ મુજબ આ વખતે પણ તે આ જ ફાર્મ હાઉસમાં પોતાનો જન્મદિવસ ઉજવશે. સલમાન ખાને ફાર્મ હાઉસની બહાર મીડિયા સાથે વાત કરી અને સાપ કરડવાની ઘટના વિશે જણાવ્યું સાથે જ પોતાની તબિયતની અપડેટ પણ આપી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ભાઈજાનને ત્રણ વખત સાપે ડંખ માર્યો હતો

મીડિયા સાથેની વાતચીતમાં સલમાન ખાને(Salman Khan)  જણાવ્યું કે મારા રૂમમાં એક સાપ (Snake) આવ્યો હતો, જેને જોઈને બાળકો ડરી ગયા હતા, તેથી હું તેને લાકડી વડે બહાર કાઢી રહ્યો હતો.પરંતુ તે દરમિયાન તે મારા હાથમાં રહેલી લાકડી પર તે પહોંચી ગયો. મેં મારો હાથ છોડાવવાની કોશિશ કરી એ દરમિયાન સાપે મને એક વાર નહીં પરંતુ ત્રણ વાર ડંખ માર્યો હતો.

હાલ અભિનેતાની તબિયત સ્થિર

શનિવારે રાત્રે બનેલી આ ઘટના બાદ સલમાનને એમજીએમ હોસ્પિટલમાં(MGM Hospital)  સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેમને રવિવારે રજા આપવામાં આવી હતી. સલમાને વધુમાં જણાવ્યું કે ડોક્ટર દ્વારા અમને ખબર પડી કે આ સાપ ઝેરી નથી, તેમ છતાં હું 6 કલાક હોસ્પિટલમાં રહ્યો અને મને એન્ટી વેનોમનું ઇન્જેક્શન આપવામાં આવ્યું. હાલ મારી તબિયત સંપૂર્ણ રીતે સારી છે.

જુઓ વીડિયો

સાપને માર્યો નથી

સલમાન ખાને કહ્યું કે હવે તેની તબિયત સારી છે. વધુમાં તેમણે કહ્યુ કે મારી બહેન ખૂબ ડરી ગઈ હતી તેથી મેં તેના માટે સાપ સાથે ફોટો ક્લિક કર્યો. સાપ સાથે તેની મિત્રતા કરાવી. જે બાદ સલમાને કહ્યું કે મારા પપ્પાએ પૂછ્યું કે શું થયું ? શું સાપ જીવતો છે ? તો મેં કહ્યું ‘ટાઈગર ભી જીંદા હૈ ઓર સાપ ભી.’

આ પણ વાંચો: Salman Khan Net Worth : સલમાન ખાન છે કરોડોની સંપત્તિનો માલિક, જાણો અભિનેતાની નેટવર્થ વિશે

આ પણ વાંચો: Salman khan Birthday Special : ‘મૈંને પ્યાર કિયા’ થી લઈને ‘અંતિમ’ સુધી સલમાન ખાનના લુકમાં કેટલો બદલાવ આવ્યો, જુઓ Photos

Next Article