નોરા ફતેહીની કારે ઓટો રિક્ષાને મારી ટક્કર, લોકોએ કોલર પકડ્યો તો ડ્રાઈવરે પૈસા આપી જીવ બચાવ્યો

|

Dec 22, 2021 | 11:35 PM

નોરા ફતેહીની કારનો અકસ્માત મંગળવારે સાતથી સાડા સાત વાગ્યાની વચ્ચે થયો હતો. સદનસીબે અકસ્માત સમયે નોરા કારમાં હાજર ન હતી. અભિનેત્રીના ડ્રાઇવરે ઓટો રિક્ષાને ટક્કર મારી હતી.

નોરા ફતેહીની કારે ઓટો રિક્ષાને મારી ટક્કર, લોકોએ કોલર પકડ્યો તો ડ્રાઈવરે પૈસા આપી જીવ બચાવ્યો
Nora Fatehi

Follow us on

બોલિવૂડ (Bollywood) જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી નોરા ફતેહીની (Nora Fatehi) કારને અકસ્માત નડ્યો છે. જો કે તે નસીબદાર છે કે આ અકસ્માતમાં અભિનેત્રી કે અન્ય કોઈને ઈજા થઈ નથી. ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર નોરા ફતેહીની કારનો અકસ્માત ગઈકાલે એટલે કે 21 ડિસેમ્બરની સાંજે થયો હતો, જ્યારે તે ગુરુ રંધાવા સાથે તેના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત ‘ડાન્સ મેરી રાની’ માટેના એક પ્રમોશનલ ઇવેન્ટમાં હાજર હતી.

 

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

રિપોર્ટ્સ અનુસાર જ્યારે અકસ્માત થયો ત્યારે નોરા ફતેહી કારમાં હાજર ન હતી. કહેવામાં આવી રહ્યું છે કે નોરા ફતેહીના ડ્રાઈવરે ઓટો રિક્ષા ડ્રાઈવરને ટક્કર મારી હતી. નોરાની કાર અને ઓટો રિક્ષાને નુકસાન થયું છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.

 

 

એક અહેવાલ પ્રમાણે નોરા ફતેહીની કારનો અકસ્માત મંગળવારે સાતથી સાડા સાત વાગ્યાની વચ્ચે થયો હતો. સદનસીબે અકસ્માત સમયે નોરા કારમાં હાજર ન હતી. અભિનેત્રીના ડ્રાઈવરે ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. આ પછી ત્યાં હાજર લોકોએ નોરાના ડ્રાઈવરનો કોલર પકડી લીધો અને તેને નુકસાનની ભરપાઈ કરવા કહ્યું, પરંતુ અભિનેત્રીનો ડ્રાઈવર કંઈ કરી શક્યો નહીં, કારણ કે તે પોતાની ભૂલ સ્વીકારી રહ્યો હતો અને ખૂબ જ ડરી ગયો હતો.

 

 

રિપોર્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે નોરાના ડ્રાઈવરને અડધો કલાક રાહ જોવી પડી અને બાદમાં તેણે ઓટો ડ્રાઈવરને લગભગ 1000 રૂપિયા આપ્યા અને તેનો જીવ બચાવ્યો. જો કે બંને ડ્રાઈવરને કંઈ થયું ન હતું, બંને વાહનોને ચોક્કસપણે નુકસાન થયું હતું. અત્યાર સુધી આ મામલે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી અને ન તો અભિનેત્રી નોરા ફતેહી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

 

 

હાલમાં નોરા ફતેહીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રીએ તાજેતરમાં ભૂષણ કુમાર દ્વારા નિર્મિત ડાન્સ મેરી રાની ગીત રજૂ કર્યું છે, જેમાં તેની સાથે ગુરુ રંધાવા પણ જોવા મળ્યો હતો. આ ગીતમાં નોરા ફતેહી એક મરમેઈડ બનેલી જોવા મળી રહી છે અને આ મરમેઈડ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ગીત ગઈકાલે મુંબઈમાં ભૂષણ કુમાર, ગુરુ રંધાવા, નોરા ફતેહી, તનિષ્ક બાગચી, ક્રિશન કુમાર અને ઝહરા એસ ખાનની હાજરીમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું.

 

 

આ પણ વાંચો –

Ashes 2021: સતત હારને લઇ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં હડકંપ, મેલબોર્ન ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવનમાં 4 ફેરફાર કરાશે!

આ પણ વાંચો –

Sabarkantha: જયેશ પટેલ અને તેના કાકા માત્ર પેપર લીક જ નહી પરંતુ પહેલા થી જ લોકોને પૈસામાં નવડાવવામાં છે અઠંગ

 

Next Article