Aryan Drugs Case : આર્યન ખાનને કોઈ રાહત નહિ, સેશન્સ કોર્ટ આર્યનની જામીન અરજી નામંજુર કરી

|

Oct 20, 2021 | 3:17 PM

ક્રુઝ ડ્રગ્સ કેસમાં બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનનાં પુત્ર આર્યનની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે, મુંબઈ સેશન્સ કોર્ટ દ્વારા 20 ઓક્ટબરના રોજ આર્યનની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી,જેમાં કોર્ટ આર્યનની જામીન અરજી નામંજુર કરી છે.

Aryan Drugs Case : આર્યન ખાનને કોઈ રાહત નહિ, સેશન્સ કોર્ટ આર્યનની જામીન અરજી નામંજુર કરી
Aryan Khan Drugs case

Follow us on

Aryan Khan Drugs Case : NDPS ની વિશેષ અદાલત દ્વારા  આર્યન ખાનની જામીન અરજી પર  આજે  સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં આર્યનની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્નારા નામંજુર કરવામાં આવી છે.ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાને હાલ ન્યાયિક કસ્ટડીમાં જ રહેવાનો વારો આવ્યો છે.  તમને જણાવી દઈએ કે, 14 ઓક્ટોબરના રોજ થયેલી સુનાવણી બાદ જસ્ટિસ વીવી પાટીલે (Justice V.V Pateel) જામીન અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આર્યન ખાનની વધી મુશ્કેલી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ 3 ઓક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતા કોર્ડેલિયા ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા. આ ક્રૂઝ પર કથિત રીતે રેવ પાર્ટી થઈ રહી હતી. આ દરમિયાન, એનસીબીએ આર્યન ખાનની ધરપકડ કરી અને તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો જ્યાંથી તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. એનસીબીના અધિકારીઓનું (NCB Officer) કહેવું છે કે દરોડા દરમિયાન ક્રૂઝમાંથી 13 ગ્રામ કોકેન, પાંચ ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ, એમડીએમએની 22 ગોળીઓ અને 1.33 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.

ક્રુઝ ડ્રગ્સ કેસમાં અત્યારસુધીમાં કુલ 20 લોકોની ધરપકડ

આ દરોડા દરમિયાન આર્યન ખાન ઉપરાંત અન્ય સાત આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં વિદેશી નાગરિકો સહિત કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભૂતકાળમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન, આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ દલીલ કરી હતી કે, તેના ક્લાયન્ટ પાસેથી ડ્રગ રિકવર (Drugs Recover) કરવામાં આવી નથી અથવા તે ડ્રગ્સ વેચવા અને ખરીદવામાં સંકળાયેલ નથી, તેથી તેને જામીન મળવા જોઈએ. જ્યારે NCB રજૂઆત કરી હતી કે, ડ્રગ નેક્સસમાં આર્યનની સંડોવણી વોટ્સએપ ચેટ જોઈને સામે આવી છે.

કાઉન્સેલિંગ દરમિયાન આર્યને ગરીબોના આર્થિક ઉત્થાન માટે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી

દરમિયાન, આર્યન ખાનને એનસીબીના અધિકારીઓએ ‘કાઉન્સેલિંગ’ કર્યું હતું. આ ‘કાઉન્સેલિંગ’ દરમિયાન આર્યને કહ્યું કે તે ગરીબોના કલ્યાણ માટે કામ કરશે અને ભવિષ્યમાં આવું કોઈ કામ કરશે નહીં, જેનાથી તેનું નામ બગાડે. એનસીબીના પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડે (Sameer Wankhede) અને સામાજિક કાર્યકરો દ્વારા કાઉન્સેલિંગ દરમિયાન આર્યને જણાવ્યું હતું કે, તેની મુક્તિ મળ્યા બાદ તે ગરીબો અને દલિતોના આર્થિક ઉત્થાન માટે કામ કરશે અને ક્યારેય આવું કામ કરશે નહીં.

 

આ પણ વાંચો : શિવસેના સાંસદ ભાવના ગવલી આજે પણ ED સમક્ષ હાજર નહિ થાય, જાણો શા માટે પુછપરછ મુલતવી રાખવા કરી માંગ ?

આ પણ વાંચો : Aryan Drugs Case : આર્યનની ચેટ્સમાં થયો ચોંકાવનારો ખુલાસો ! પાર્ટી પહેલા આર્યને આ અભિનેત્રી સાથે ડ્રગ્સ સંબધિત વાતચીત કરી હતી

Published On - 2:53 pm, Wed, 20 October 21

Next Article