Gangubai Kathiawadi: બોમ્બે હાઈકોર્ટે ફિલ્મ વિરુદ્ધની અરજી ફગાવી, શું 25 ફેબ્રુઆરીએ ફિલ્મ રિલીઝ થશે?

લાઈવલોના અહેવાલ મુજબ ટ્રેલરમાં 'ચાઈના' શબ્દના ઉપયોગ વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી છે, જ્યાં ગંગુબાઈ ડેન્ટિસ્ટ પાસે જાય છે અને કહે છે, 'આપ મુંહમેં પૂરા ચીન ઘુસાઓંગે ક્યા?'

Gangubai Kathiawadi: બોમ્બે હાઈકોર્ટે ફિલ્મ વિરુદ્ધની અરજી ફગાવી, શું  25 ફેબ્રુઆરીએ ફિલ્મ રિલીઝ થશે?
Gangubai kathiawadi Controversy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 8:34 PM

Gangubai Kathiawadi:  સંજય લીલા ભણસાલીની (Sanjay Leela Bhansali)  કોઈપણ ફિલ્મ હોય અને વિવાદ ના હોય તેવુ શક્ય નથી. જો કે તેઓ ઐતિહાસિક ફિલ્મો બનાવતા હોવાથી તેમાં વિરોધ થવો સ્વાભાવિક છે. ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સામે પણ કોર્ટમાં અરજી થઈ હતી, ત્યારે આજે બોમ્બે હાઈકોર્ટ (Bombay Highcourt)  આ અંગે સુનાવણી હાથ ધરી હતી. જેમાં કોર્ટ ફિલ્મ વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. બોમ્બે હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યુ કે,”25 ફેબ્રુઆરીએ ફિલ્મ કોઈપણ અવરોધ વિના રિલીઝ થશે.”

‘ચીન’ શબ્દના ઉપયોગ સામે અરજી દાખલ કરવામાં આવી હતી

એડવોકેટ અશોક સરગીએ કહ્યું હતુ કે તેઓ પૂર્વોત્તર રાજ્યો વિશે ચિંતિત છે કારણ કે માત્ર શારીરિક દેખાવને કારણે જ ઉત્તરપૂર્વના લોકો ચીન સાથે જોડાયેલા છે. “હું કોઈ મોટી વસ્તુ માંગતો નથી, તમે શા માટે આપણા જ લોકો (પૂર્વોત્તર)ની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગો છો ?”વધુમાં તેણે કહ્યું કે તે આ ફિલ્મની રિલીઝની વિરુદ્ધ નથી.

ભણસાલીના વકીલે અરજી ફગાવી દેવાની માગ કરી હતી

ભણસાલી પ્રોડક્શનના વકીલ રવિ કદમે કહ્યું કે અજ્ઞાનતાના આધારે અરજીને ફગાવી દેવી જોઈએ. આ વિસ્તારમાં પરંપરાગત ચીની ડોક્ટરો છે. તેને ઉત્તર પૂર્વના રહેવાસીઓ સાથે કોઈ લેવાદેવા નથી. જો હું દાંતની સમસ્યાનો સામનો કરવા માટે ચાઈનીઝ ડૉક્ટરને જોઉં, તો શું સમસ્યા છે ?

ઉપરાંત તેણે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ફિલ્મમાં ડેન્ટિસ્ટનું બોર્ડ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે ચાઈનીઝ ડોક્ટર છે. કમાઠીપુરામાં ચીનનું કબ્રસ્તાન છે. આ અજ્ઞાનતા છે, જેથી આ અરજી  ફગાવી જોઈએ. તમને જણાવવુ રહ્યુ કે મુંબઈની બે સૌથી જૂની ચાઈનીઝ રેસ્ટોરન્ટમાંની એક કમાઠીપુરામાં હતી. આ એક ઐતિહાસિક હકીકત છે. આ ફિલ્મ 1950ના દાયકા પર આધારિત છે. તેમજ આ ફિલ્મ પુસ્તકના એક પ્રકરણ પર આધારિત સત્ય ઘટના છે.

આ પણ વાંચો: સુકેશ ચંદ્રશેખર કેસમાં EDનો મોટો ખુલાસો, બોલિવુડની આ 3 અભિનેત્રીઓને પણ મળી હતી મોંઘી ભેટ

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">