ટ્વિટર પર ટ્રેન્ડ થયા અભિનેતા: કન્નડ સુપરસ્ટાર યશના જન્મદિવસે ‘KGF: Chapter 2’નું નવુ પોસ્ટર થયુ રિલીઝ

સાઉથ સ્ટાર યશના જન્મદિવસે ચાહકો સોશિયલ મીડિયા દ્વારા તેને જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે. હાલ ટ્વીટર પર #HBDRockingStarYash ટ્રેન્ડ થઈ રહ્યુ છે.

ટ્વિટર પર ટ્રેન્ડ થયા અભિનેતા: કન્નડ સુપરસ્ટાર યશના જન્મદિવસે 'KGF: Chapter 2'નું નવુ પોસ્ટર થયુ રિલીઝ
KGF Chapter 2 new poster released
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 12:35 PM

Yash Birthday: આજે કન્નડ સિનેમાના સુપરસ્ટાર યશનો (Actor Yash) જન્મદિવસ છે. અભિનેતાના જન્મદિવસ પર તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘KGF:Chapter 2 ‘નું નવુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં યશ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે. યશની લોકપ્રિયતા એ વાત પરથી જોઈ શકાય છે કે તેના જન્મદિવસના દિવસે તે હાલ ટ્વીટર પર ટ્રેન્ડ (Twitter) થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા ચાહકો હાલ અભિનેતાને શુભેચ્છાને પાઠવી રહ્યા છે.

‘KGF:Chapter 2’નું નવુ પોસ્ટર થયુ રિલીઝ

તમને જણાવી દઈએ કે ‘KGF:Chapter 2’ના નિર્માતાઓએ એક્ટરના જન્મદિવસ પર યશની આ ફિલ્મનું પોસ્ટર (KGF:Chapter 2 Poster) શેર કર્યું છે. પોસ્ટરની સાથે તેણે યશને તેના જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી છે. પોસ્ટર શેર કરતી વખતે ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલે લખ્યુ છે કે આગળ જોખમ છે…… હેપ્પી બર્થડે માય રોકી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હું આ મેંચસ્ટરને સમગ્ર દુનિયામાં બતાવવા માટે હું રાહ જોઈ શકતો નથી. ઉલ્લેખનીય છે કે ફરહાન ખાનની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ જે આ ફિલ્મના હિન્દી વર્ઝનનું નિર્માણ કરી રહી છે, તેણે પણ આ જ પોસ્ટર સાથે યશને અભિનંદન પાઠવ્યા છે.

ટ્વિટર પર ટ્રેન્ડ થયા સુપરસ્ટાર

આજે યશના જન્મદિવસે ચાહકો ટ્વીટર પર યશના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. સાથે #HBDRockingStarYash ટ્વીટર પર ટોપ ટ્રેન્ડમાં છે. જ્યારે #KGFCchapter2 ચોથા નંબર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ ફિલ્મને લઈને માત્ર સાઉથમાં જ નહીં, પરંતુ દેશના ખૂણે-ખૂણે ઘણી ચર્ચા છે. તેણે પોતાના સ્વેગથી દેશભરના સિનેમા પ્રેમીઓને દિવાના બનાવી દીધા છે. તમને જણાવી દઈએ કે યશની આ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી.

કોરોનાને કારણે દરેક ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ થઈ રહી છે, ત્યારે ‘KGF:Chapter 2’ના નિર્માતાઓ આશા રાખી રહ્યા છે કે તેમની ફિલ્મની રિલીઝ વખતે સ્થિતિ સામાન્ય થઈ જશે. એટલા માટે તેણે ફિલ્મની રિલીઝ ડેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તમને જણાવી દઈએ કે ‘KGF: ચેપ્ટર 2’માં યશ ઉપરાંત સંજય દત્ત, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી અને રામચંદ્ર રાજુ પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલે કર્યું છે. તે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી ભાષાઓમાં રિલીઝ થશે.

આ પણ વાંચો : Happy Birthday Yash: ‘KGF’એ કન્નડ સિનેમા સ્ટાર યશને બનાવી દીધો ભારતનો સુપરસ્ટાર, બર્થડે પર જાણીએ તેમની સાથે જોડાયેલી ખાસ વાતો

આ પણ વાંચો : કપિલ શર્માએ ટ્રાફિક સિગ્નલ પર સામાન વેચતી મહિલાઓને પૂછ્યું ‘શું તમે મારો શો જુઓ છો?’ મળ્યો કંઈક આવો જવાબ

g clip-path="url(#clip0_868_265)">