New Movie: અક્ષય કુમારની આગામી ફિલ્મનું પ્રથમ શેડ્યૂલ થયું સમાપ્ત, રકુલ પ્રીત સિંહ સાથે લડાવશે ઈશ્ક

|

Oct 09, 2021 | 11:24 PM

અક્ષય કુમારે (Akshay Kumar) પોતાના ટ્વિટર પર જે તસ્વીર શેર કરી છે, તેમાં તેમના હાથમાં એક બાળક જેવી દેખાતી ઢિંગલી પણ જોવા મળશે, જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ઘણી મનોરંજન થવાની છે.

New Movie: અક્ષય કુમારની આગામી ફિલ્મનું પ્રથમ શેડ્યૂલ થયું સમાપ્ત, રકુલ પ્રીત સિંહ સાથે લડાવશે ઈશ્ક

Follow us on

ફિલ્મ ‘બેલબોટમ’ (Bell Bottom)ની જોરદાર સફળતા બાદ અક્ષય કુમાર (Akshay Kumar) અને દિગ્દર્શક રણજીત ફરી એકવાર સાથે આવ્યા છે. પૂજા એન્ટરટેઈનમેન્ટના પ્રોડક્શન નંબર 41ના પહેલા શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ થયું છે.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ શૂટિંગ લંડનમાં કરવામાં આવ્યું હતું. ફિલ્મનું શીર્ષક શું છે, તેના વિશે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. ‘બેલબોટમ’ના નિર્માતાઓએ ફરી એકવાર રોમાંચક મનોરંજન માટે બોલિવૂડ એક્શન સ્ટાર અક્ષય કુમાર સાથે હાથ મિલાવ્યો છે, જેમાં રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) પણ છે, જે આ ફિલ્મમાં તેમના લેડી લવ તરીકે જોવા મળશે.

 

અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ફોટો શેર કરીને ફિલ્મનું શૂટિંગ શેડ્યૂલ પૂરું કરવાની માહિતી આપી છે. રકુલ પ્રીત સિંહ અને સરગુન મહેતા સિવાય ફિલ્મની આખી ટીમ આ ફોટોમાં જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતા અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું – વિશ્વાસ નથી થતો કે #Production41નું કામ પુરુ થઈ ગયું છે. ખૂબ જ સુંદર ટીમ સાથે એક યાદગાર પ્રવાસ શૂટ કરવા અને પૂર્ણ કરવા બદલ આભારી છું. બધાનો પ્રેમ, સ્મિત અને આનંદ માટે આભાર.

 

 

અક્ષય કુમારે શેર કરેલી તસ્વીરને નજીકથી જોતા તમને મુખ્ય કલાકારો અક્ષય અને રકુલ, નિર્માતા વાશુ ભગનાની, દીપશિખા દેશમુખ (Deepshikha Deshmukh), જેકી ભગનાની (Jackky Bhagnani), તેમજ દિગ્દર્શક રણજીત એમ તિવારી, સરગુન મહેતા (Sargun Mehta) અને સમગ્ર ટીમનાં હસતા ચહેરાઓ જોવા મળશે. અક્ષય કુમારના હાથમાં એક બાળક જેવી દેખાતી ઢિંગલી પણ જોવા મળે છે, જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ઘણી મનોરંજન બનશે.

 

હાલમાં અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તે તેમની આગામી ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi)ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 5 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય અક્ષય કુમાર પાસે તેના ખાતામાં અતરંગી રે (Atrangi Re), રામ સેતુ (Ram Setu) અને રક્ષા બંધન (Raksha Bandhan) જેવી ઉચ્ચ બજેટની ફિલ્મો છે.

 

અતરંગી રેનું શૂટિંગ પૂર્ણ થયું છે. હાલમાં આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. અક્ષય કુમાર આ ફિલ્મ દ્વારા પ્રથમ વખત ધનુષ (Dhanush) અને સારા અલી ખાન (Sara Ali Khan) સાથે કામ કરતા જોવા મળશે.

 

 

આ પણ વાંચો:- Aryan Shahrukh Khan: શાહરૂખ ખાનના ડ્રાઈવરને સમન્સ મોકલીને બોલાવવામાં આવ્યો, NCB ઓફિસમાં પૂછપરછ શરૂ

 

આ પણ વાંચો:- Akshra Singh ના ગ્લેમરસ અવતારે લગાવી આગ, ચાહકોએ કહ્યું- ‘ક્વીન ઓફ ભોજપુરી’

 

Next Article