મિત્રો સાથે NETFLIX પાસવર્ડ શેર કરનારાઓ માટે મહત્વના સમાચાર, કંપનીએ લીધો મોટો નિર્ણય

|

May 24, 2023 | 10:49 PM

Netflix Password Sharing: ઓટીટીની દિગ્ગજ કંપની નેટફ્લિક્સે (Netflix) પાસવર્ડ શેરિંગ બંધ કરવા માટે મોટી જાહેરાત કરી છે. કંપની શેર કરેલા પાસવર્ડ સાથે મૂવીઝ અને સિરીઝનો આનંદ માણતા યુઝર્સના એકાઉન્ટ બ્લોક કરશે. પરંતુ આ રીતે નેટફ્લિક્સનો ઉપયોગ કરવા માટે કંપની એક નવો પ્લાન લઈને આવી છે.

મિત્રો સાથે NETFLIX પાસવર્ડ શેર કરનારાઓ માટે મહત્વના સમાચાર, કંપનીએ લીધો મોટો નિર્ણય

Follow us on

Netflix Password Sharing Crackdown: મિત્રો પાસેથી પાસવર્ડ લઈને મફતમાં નેટફ્લિક્સનો (Netflix) ઉપયોગ કરો છો ? તો આ સમાચાર તમારા માટે છે. નેટફ્લિક્સ પાસવર્ડ શેરિંગ મુદ્દે કડક થઈ છે. કંપનીએ યુએસમાં પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. નેટફ્લિક્સના સ્ટાન્ડર્ડ અને પ્રીમિયમ ગ્રાહકો હવે તેમના પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈની સાથે પાસવર્ડ શેર કરી શકશે નહીં.

અમેરિકન ગ્રાહકોના એકાઉન્ટમાંથી કંપની બાહ્ય યુઝર્સના લોગિનને દૂર કરી રહી છે. પરંતુ કંપનીએ પાસવર્ડ શેરિંગ માટે નવો ઓપ્શન આપ્યો છે. આ હેઠળ, યુઝર્સ દર મહિને 8 ડોલર ચૂકવીને તેમનો પાસવર્ડ અથવા એકાઉન્ટ અન્ય લોકો સાથે શેર કરી શકશે.

કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?

પાસવર્ડ અને એકાઉન્ટ શેરિંગને કારણે નેટફ્લિક્સને ભારે નુકસાન થયું છે. વર્ષ 2021ના અનુમાન મુજબ, કંપનીને 6 બિલિયન ડોલરનું નુકસાન સહન કરવું પડ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે 100 મિલિયન યુઝર્સે પાસવર્ડ શેરિંગનો લાભ લીધો હતો. પાસવર્ડ શેરિંગને કારણે નેટફ્લિક્સે પણ ઘણા યુઝર્સ ગુમાવ્યા છે. તમને જણાવી દઈએ કે 2022ના ફર્સ્ટ ક્વાર્ટરમાં કંપનીના સબસ્ક્રાઈબર બેઝમાં 2 લાખનો ઘટાડો થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કેવી રીતે જાણવું પાસવર્ડ શેરિંગ વિશે?

સવાલ એ છે કે કંપની કેવી રીતે શોધી કાઢશે કે પાસવર્ડ અથવા એકાઉન્ટ કોઈએ કોઈની સાથે શેર કર્યું છે. નેટફ્લિક્સે હજુ સુધી કોઈ જાણકારી આપી નથી કે પાસવર્ડ શેર કરનાર વ્યક્તિની ઓળખ કેવી રીતે થશે. પરંતુ કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે ઘરમાં રહેનાર દરેક વ્યક્તિ હજુ પણ નેટફ્લિક્સ પર ટીવી સીરિઝ અને મૂવી જોઈ શકશે, પછી ભલે તે ઘરમાં હોય કે બહાર હોલીડે પર. તેઓ દરેક જગ્યાએ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો : અક્ષય કુમાર બાદ કંગના રનૌત પહોંચી કેદારનાથ, હર હર મહાદેવના નારા લગાવી ખુશ થઈ એક્ટ્રેસ, જુઓ Video

કંપની પહેલા આ વર્ષે માર્ચમાં પાસવર્ડ શેરિંગ પ્રતિબંધ વિશ્વભરમાં લાગુ કરવા જઈ રહી હતી. પરંતુ આ નિયમ અમેરિકામાં જ જૂનના અંત સુધી માત્ર લાગુ રહેશે. કંપનીએ અન્ય ઘણા દેશોમાં મફતમાં નેટફ્લિક્સ ચલાવતા યુઝર્સને બ્લોક કરવાનું શરૂ કર્યું છે. જેમાં કેનેડા, ન્યુઝીલેન્ડ, પોર્ટુગલ અને સ્પેન જેવા દેશોનો સમાવેશ થાય છે. પરંતુ કંપનીએ હજુ સુધી ભારતને લઈને આવો કોઈ નિર્ણય લીધો નથી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article