AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Net Worth: ટેલિવિઝન ક્વીન Ekta Kapoor છે કરોડોની માલિક, કમાણી જાણીને રહી જશો દંગ

જો ટીવી ઉદ્યોગને આગળ વધારવાનો શ્રેય કોઈને જાય છે તો તેમાં એકતા કપૂરનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. તેમણે ઘણી સુપરહિટ ટીવી સિરિયલ બનાવી છે અને હવે એકતાએ ફિલ્મ્સનું નિર્માણ શરૂ કર્યું છે.

Net Worth: ટેલિવિઝન ક્વીન Ekta Kapoor છે કરોડોની માલિક, કમાણી જાણીને રહી જશો દંગ
Ekta Kapoor
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 07, 2021 | 8:55 PM
Share

ટીવી અને બોલિવૂડ ઉદ્યોગ નિર્માતાઓ વિના અધૂરા છે. જો આપણે ઉદ્યોગના સર્વશ્રેષ્ઠ નિર્માતાઓની વાત કરીએ તો તેમાં એકતા કપૂર (Ekta Kapoor)નું નામ ચોક્કસપણે આવે છે. જો ટીવી ઉદ્યોગને આગળ વધારવાનો શ્રેય કોઈને જાય છે તો તેમાં એકતા કપૂરનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. તેમણે ઘણી સુપરહિટ ટીવી સિરિયલ બનાવી છે અને હવે એકતાએ ફિલ્મ્સનું નિર્માણ શરૂ કર્યું છે.

એકતા બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ક્રિએટિવ ડિરેક્ટર છે. જે બોલિવૂડના મોટા પ્રોડક્શન હાઉસમાંથી એક છે. આજે અમે તમને એકતા કપૂરની સંપત્તિ વિશે જણાવીશું. તે જાણીને તમે ચોંકી જશો. એકતાએ તેમની કારકિર્દીની શરૂઆત 17 વર્ષની વયે કરી હતી. તેમણે ખૂબ જ નાની ઉંમરે નિર્ણય લીધો હતો કે તેમને નિર્માતા બનવુ છે.

એક રિપોર્ટ અનુસાર એકતા કપૂરની કુલ સંપત્તિ લગભગ 95 કરોડ છે. એકતાની બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડની કુલ આવક આશરે 4.24 બિલિયન છે. સાથે એકતાની સંપત્તિમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 25 ટકાનો વધારો થયો છે. એકતાની સંપત્તિમાં તેમની ટેલિવિઝન સિરીયલો, ફિલ્મો, પર્સનલ રોકાણો અને પ્રોડક્શન હાઉસની આવક સામેલ છે.

એકતા કપૂરનું ઘર

એકતા કપૂરની પાસે મુંબઈમાં એક ખૂબ જ સુંદર અને લક્ઝરિયસ ઘર છે. તેમણે આ મકાન વર્ષ 2012માં ખરીદ્યુ હતું. હવે તેમના ઘરની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે. આ સિવાય ઘણા દેશોમાં એકતા કપૂરની પોતાની સંપત્તિ છે.

એકતા કપૂરની કાર

એકતા કપૂર પાસે લક્ઝરી કારનો સંગ્રહ છે. તેમની આ લક્ઝરી કારમાં ફોર્ડ, મર્સિડીઝ બેન્ઝ, ઓડી અને બીએમડબ્લ્યુ શામેલ છે. તેમની દરેક કારની કિંમત 1.2 કરોડથી 2 કરોડ છે. એકતા કપૂરે તેમની કારકિર્દીમાં 50થી વધુ ટીવી સિરિયલો અને 30થી વધુ બોલિવૂડ ફિલ્મો બનાવી છે. એકતા કપૂરે આ સમયે ઘણી વેબ સિરીઝ પણ બનાવી છે. તેમની સિરીઝ તેમના પોતાના ડિજિટલ પ્લેટફોર્મ ALTBalaji પર રજૂ કરવામાં આવી છે.

અનેક એવોર્ડ કર્યા છે તેમના નામે

એકતા કપૂર અનેક એવોર્ડ તેમના નામે કરી ચુક્યા છે. તેમને વર્ષ 2002માં બિઝનેસ વુમન ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત વર્ષ 2016માં એકતાએ 50 સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં પ્રથમ નંબર પર પોતાનું સ્થાન બનાવ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">