AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCBએ સુશાંત સિંહ રાજપૂતના ડ્રગ્સ પેડલર પાડોશીની કરી ધરપકડ, 8 મહિનાથી હતો ફરાર

NCBએ સુશાંત સિંહ રાજપૂતના પાડોશી અને ડ્રગ્સ પેડલર સાહિલ શાહ ઈલિયાસ ફ્લેકોની ધરપકડ કરી છે.

NCBએ સુશાંત સિંહ રાજપૂતના ડ્રગ્સ પેડલર પાડોશીની કરી ધરપકડ, 8 મહિનાથી હતો ફરાર
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 5:23 PM
Share

સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) મોતના આટલા દિવસો બાદ ફરી એકવાર ડ્રગ્સનો (Drugs Case) મામલો પ્રકાશમાં આવ્યો છે. સુશાંતના મૃત્યુ સમયે પણ ડ્રગ્સ મામલે ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને બોલિવૂડના ઘણા કનેક્શન્સ પણ સામે આવ્યા હતા,ત્યારે હાલ ફરી એકવાર ડ્રગ્સનો આ મામલો લાઈમલાઈટમાં આવ્યો છે. અહેવાલો સામે આવી રહ્યા છે કે સુશાંત સિંહ રાજપૂતના પડોશમાં રહેતા એક વ્યક્તિની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(Narcotics Control Bureau)  દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

NCB દ્વારા ડ્રગ્સ પેડલરની ધરપકડ

NCBએ સુશાંત સિંહ રાજપૂતના પાડોશી અને ડ્રગ્સ પેડલર સાહિલ શાહ ઈલિયાસ ફ્લેકોની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે, તે છેલ્લા 8 મહિનાથી ફરાર હતો. NCB અધિકારીઓના(NCB Officer)  જણાવ્યા અનુસાર ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ધરપકડ કરાયેલા આરોપી ગણેશ શેરે અને સિદ્ધાંત અમીન પાસેથી 25 લાખની કિંમતનો 310 ગ્રામ ગાંજો અને 1.5 લાખની જપ્તીના સંબંધમાં ફ્લાકોની પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગણેશ શેરે જ ફ્લાકો અંગે માહિતી આપી હતી, જે બાદ NCB અધિકારીઓએ મલાડમાં તેના ફ્લેટ પર દરોડો પાડ્યા હતા, પરંતુ તે ગુમ હતો.

ફ્લેકો બુધવારે મોડી રાત્રે NCB સમક્ષ હાજર થઈને આત્મસમર્પણ કર્યું હતુ. તમને જણાવી દઈએ કે, ફ્લેકો તેની પત્નીસાથે દુબઈમાં હતો અને તે હાલમાં જ ભારત પરત ફર્યો છે. NCB અધિકારીઓએ જણાવ્યુ હતુ કે સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં ઓગસ્ટ 2020 માં બે આરોપી કરણ અરોરા અને અબ્બાસ લાખાની ધરપકડ કર્યા બાદ પણ ફ્લેકોનું નામ સામે આવ્યુ હતુ. પરંતુ તે દેશની બહાર હોવાથી તેની ધરપકડ થઈ શકી નહી.

 8 મહિનાથી હતો ફરાર

હવે આ મામલામાં ડ્રગ્સ પેડલરનું નામ સામે આવ્યા બાદ અને તેની ધરપકડ બાદ ઘણા અન્ય નામો પણ સામે આવે તેવી આશંકા વર્તાઈ રહી છે. કારણ કે NCB ટૂંક સમયમાં ફ્લાકોની પૂછપરછ કરવા જઈ રહી છે, જેથી આ કેસમાં અન્ય ચહેરા પણ સામે આવી શકે છે, જેના વિશે લોકો હજુ સુધી જાણતા નથી.

આ પણ વાંચો : Gangubai Kathiawadi :આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની નવી રિલીઝ ડેટ જાહેર, જાણો સંપૂર્ણ વિગતો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">