AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kapil Sharma Show: સિદ્ધુ પાજીએ આવીને લઈ લીધી જજની સીટ! જાણો પછી શું કર્યું અર્ચનાએ

ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહા રવિવારે કપિલ શર્મા શોમાં આવ્યા હતા એટલું જ નહીં, સિદ્ધુએ પણ શોમાં પ્રવેશ કર્યો. જેનાથી અર્ચના પૂરણ સિંહ પણ ચોંકી ગયા.

Kapil Sharma Show: સિદ્ધુ પાજીએ આવીને લઈ લીધી જજની સીટ! જાણો પછી શું કર્યું અર્ચનાએ
Navjot Singh sidhu make entry in Kapil sharma show!
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 9:29 AM
Share

નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) અગાઉ ધ કપિલ શર્મા શોમાં (The Kapil Sharma Show) હતા. તે પોતાના હાસ્ય અને કવિતા દ્વારા દર્શકોના દિલ જીતી લેતા હતા. જો કે, ત્યારબાદ તેમણે શો છોડી દીધો અને તેમની જગ્યાએ અર્ચના પૂરન સિંહને (Archana Puran Singh) લાવવામાં આવ્યા. ઘણી વખત અર્ચનાની કપિલ અથવા ટીમના બાકીના હાસ્ય કલાકારો સિદ્ધુના નામે છેડતી કરે છે.

ઘણી વખત તેઓ અર્ચનાને ટોણો મારે છે કે તેણે સિદ્ધુની જગ્યા પડાવી લીધી છે અને જો સિદ્ધુ પાચા આવશે તો તમારું શું થશે. હવે રવિવારના એપિસોડમાં સિદ્ધુની એન્ટ્રી જોવા મળી છે. તમે એવું વિચારો કે સિદ્ધુ ખરેખર પાછા આવ્યા છે, તો તમને જણાવી દઈએ કે એવું નથી.

વાસ્તવમાં, કૃષ્ણા અભિષેક (Krishna Abhishek) શોમાં જીતેન્દ્ર (Jitendra) બનીને આવે છે અને કહે છે કે તે અર્ચના માટે ભેટ લાવ્યો છે. આ પછી અર્ચનાને સ્ટેજ પર બોલાવવામાં આવે છે અને એક બાળક બોક્સમાંથી બહાર આવે છે. આ બાળક સિદ્ધુના આઉટફિટ અને લુકમાં જોવા મળે છે. બાળક પછી દોડતો જઈને અર્ચનાની સીટ પર બેસે છે.

આ છોટા સિદ્ધુ ત્યાં બેઠા બેઠા કહે છે કે હું સીટ પરથી ખસવાનો નથી. અને સિદ્ધુની સ્ટાઈલમાં શાયરી પણ સંભળાવે છે. પરંતુ કૃષ્ણા પછી બાળક સાથે ત્યાંથી નીકળી જાય છે. આ મોમેન્ટ પર અર્ચના કહે છે કે હું સિદ્ધુને એક મેસેજ આપવા માંગુ છે અને બાદમાં અર્ચના બાળકને પકડીને તેને ચુંબન કરે છે.

શત્રુઘ્ન અને ધર્મેન્દ્રના ગયા પછી દરેકે કરી મજા

શત્રુઘ્ન અને ધર્મેન્દ્રના ગયા પછી, શોની આખી ટીમે એટલે કે કપિલ, કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ, સુદેશ લાહિરી, શુમોના ચક્રવર્તી, કિકુ શારદા અને અર્ચનાએ સાથે બેસીને ખૂબ મજા કરી હતી. પહેલા દરેક વ્યક્તિ એકબીજાના આઉટફિટ્સની મજાક ઉડાવે છે, પછી દરેક વ્યક્તિ ચંદન પ્રભાકરની કોમેડીની મજાક ઉડાવે છે.

કપિલ કહે છે કે આજે આપણે બધા બેઠા છીએ કારણ કે આપણે ચર્ચા કરવી છે કે આપણે શું કરવું જોઈએ. ત્યારે કપિલ કહે છે કે હું વિચારી રહ્યો છું કે શોમાં ભૂરીના ચંદુ સાથે લગ્ન કરાવી દઈએ.

કપિલ કહે છે, હકીકતમાં, અક્ષય કુમાર શૂટિંગ માટે આવવાના હતા, તેથી અમે કોઈ તૈયારી કરી શક્યા નથી અને કોઈ પાત્રને ફાઈનલ કરી શક્યા નથી. તો પછી અમે વિચારી રહ્યા છીએ કે ચાલો આ બંનેના લગ્ન જ કરાવી લઈએ. ચંદન કહે છે, ‘ના, હું તો એવી એક છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું, જેમાં કોઈ વાત હોય.’ ત્યાર બાદ કપિલ અને અન્ય લોકો તેને સમજાવે છે કે સુમોનામાં એ ખાસ વાત છે અને ચંદુ માની જાય છે. હવે જોવું રહ્યું કે શું શોમાં ચંદુ અને સુમોનાના લગ્ન થશે કે નહીં.

આ પણ વાંચો: Big News: શું દીપિકા પાદુકોણ ભજવશે દ્રૌપદીનું પાત્ર? આ પુસ્તક પર આધારિત હશે ફિલ્મ

આ પણ વાંચો: Birthday Special: ડિરેક્ટરની આ હરકતના કારણે ચિત્રાંગદા સિંહે કહી દીધું બોલિવૂડને અલવિદા, જાણો તેના જીવન વિશે

Follow Us
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
g clip-path="url(#clip0_868_265)">