AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News: શું દીપિકા પાદુકોણ ભજવશે દ્રૌપદીનું પાત્ર? આ પુસ્તક પર આધારિત હશે ફિલ્મ

દીપિકા પાદુકોણે પોતાની કારકિર્દીની શરૂઆત ઓમ શાંતિ ઓમથી કરી હતી, ત્યારબાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. અહેવાલ આવ્યા છે કે હવે દીપિકા દ્રૌપદીનું પાત્ર ભજવવા જઈ રહી છે.

Big News: શું દીપિકા પાદુકોણ ભજવશે દ્રૌપદીનું પાત્ર? આ પુસ્તક પર આધારિત હશે ફિલ્મ
Deepika Padukone will play the role of Draupadi in the film based on book The Last Queen
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 8:55 AM
Share

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. તેની અત્યાર સુધીની કારકિર્દીમાં, દીપિકાએ અનેક દુર્લભ ફિલ્મોમાં કામ કર્યું છે. હવે સ્થિતિ એ છે કે અભિનેત્રીના ફેન્સ તેની નવી ફિલ્મો સાથે જોડાયેલી માહિતી જાણવા આતુર છે, આવી સ્થિતિમાં ફેન્સ માટે દીપિકાની નવી ફિલ્મનું અપડેટ આવ્યું છે.

અત્યારે દીપિકા પાસે ઘણી ફિલ્મો છે, તાજેતરમાં દીપિકાએ શકુન બત્રાની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. તેમજ દીપિકા ફરી એકવાર પઠાણ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે અભિનેત્રી તેની આગામી ફિલ્મમાં દ્રૌપદી (Deepika Padukone Draupadi) બનવા જઈ રહી છે.

દીપિકા બનશે દ્રૌપદી

દીપિકાએ હાલમાં જ પઠાણ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં ખાનગી સમાચારો અનુસાર, પ્રખ્યાત લેખિકા અનુજા ચંદ્રમૌલીએ ખુલાસો કર્યો કે રાણી જિંદાનના પુસ્તક પર આધારિત ફિલ્મ બનવા જઈ રહી છે અને આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ દ્રૌપદીની ભૂમિકા ભજવશે.

અહેવાલ અનુસાર આ ફિલ્મ ‘ધ લાસ્ટ ક્વીન’ પુસ્તક પર આધારિત હશે. જો કે નિર્માતાઓ હજુ પણ આ ફિલ્મ માટે મુખ્ય અભિનેતાની શોધમાં છે, તેઓ હજુ પણ એવા હીરોની શોધમાં છે જે ફિલ્મમાં રાની જિંદાનની સામે જોવા મળશે. નિર્માતાઓએ હજુ સુધી તેના પર કોઈ પ્રકારની સત્તાવાર મહોર લગાવી નથી. જો દીપિકા ખરેખર દ્રૌપદી બને છે, તો તે સ્પષ્ટ છે કે તે પડદા પર કીર્તિમાન સ્થાપિત કરવા જઇ રહી છે. અનુજા ચંદ્રમૌલીએ કહ્યું કે તે ખુશ છે કે તેના પુસ્તકના રાઈટ્સ વેચાઇ ગયા છે.

તેમના મતે, પુસ્તક પર આધારિત ફિલ્મ માટે અભિનેતાઓ સાથે વાત ચાલી રહી છે. દિગ્દર્શક જે કોઈને પણ લેશે મને આનંદ થશે, જોકે હું ઇચ્છું છું કે કોઈ આ સારું આ સુંદર વાર્તાને સારી રીતે જીવે. મહારાણી જિંદાને આપણને ઘણું શીખવ્યું છે. આવી સ્થિતિમાં દીપિકા એકમાત્ર અભિનેત્રી છે જે સુંદર હોવાની સાથે સાથે આવી ભૂમિકાઓ પણ ભજવી શકે છે.

દીપિકા પાદુકોણ છેલ્લે ફિલ્મ છપાકમાં જોવા મળી હતી. એક સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ વધારે કમાણી કરી શકી નથી. પરંતુ ચાહકોમાં દીપિકાના અભિનયની ખૂબ પ્રશંસા થઈ. હાલમાં દીપિકાની ફિલ્મ 83 લાંબા સમયથી રિલીઝની રાહ જોઈ રહી છે. કોરોનાને કારણે ફિલ્મની રિલીઝમાં વિલંબ થયો છે. લગ્ન બાદ પહેલીવાર દીપિકા આ ​​ફિલ્મમાં પતિ રણવીર સિંહ સાથે જોવા મળશે.

આ પણ વાંચો: Birthday Special: ડિરેક્ટરની આ હરકતના કારણે ચિત્રાંગદા સિંહે કહી દીધું બોલિવૂડને અલવિદા, જાણો તેના જીવન વિશે

આ પણ વાંચો: Janmashtami 2021: આ બોલિવૂડ ગીતો સાથે બનાવો કાનુડાના જન્મદિવસને ખાસ, સાંભળીને તમે પણ ઝૂમી ઉઠશો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">