મુંબઈ ક્રાઈમ બ્રાંચે હાસ્ય કલાકાર Kapil Sharmaને સમન્સ પાઠવ્યું, મહત્વપૂર્ણ કેસમાં નિવેદન નોંધવામાં આવશે

Hiren Buddhdev

|

Updated on: Jan 07, 2021 | 6:25 PM

હાસ્ય કલાકાર કપિલ શર્માને મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા સમન જારી કરીને નિવેદન રેકોર્ડ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. કપિલની કાર ડિઝાઈનર દિલીપ છાબરીયાએ કથિત છેતરપિંડી બનાવના કેસમાં પૂછપરછ કરવાની છે.

મુંબઈ ક્રાઈમ બ્રાંચે હાસ્ય કલાકાર Kapil Sharmaને સમન્સ પાઠવ્યું, મહત્વપૂર્ણ કેસમાં નિવેદન નોંધવામાં આવશે

Follow us on

હાસ્ય કલાકાર કપિલ શર્માને મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા સમન જારી કરીને નિવેદન રેકોર્ડ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. કપિલની કાર ડિઝાઈનર દિલીપ છાબરીયાએ કથિત છેતરપિંડી બનાવના કેસમાં પૂછપરછ કરવાની છે. ખરેખર કપિલ શર્માએ કાર ડિઝાઈનર દિલીપ છાબરીયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. હવે તેમને સાક્ષી તરીકે પોતાનું નિવેદન રેકોર્ડ કરવા માટે કહેવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે ગયા વર્ષે 28 ડિસેમ્બરે મુંબઈ પોલીસે ડીસી ડિઝાઈનના સ્થાપક અને પ્રખ્યાત કાર ડિઝાઈનર દિલીપ છાબરીયાની ધરપકડ કરી હતી. છાબરીયા પર છેતરપિંડીનો આરોપ છે. તેમની સામે કલમ 420, 465, 467, 468, 471, 120 (બી) અને 34 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દિલીપ છાબરીયા ભારતના જાણીતા કાર ડિઝાઈનર્સમાંના એક માનવામાં આવે છે. દિલીપે જ ભારતની પહેલી સ્પોર્ટ્સ કાર ડિઝાઈન કરી હતી. તેમણે અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ ખાન સુધીની અનેક ફિલ્મ હસ્તીઓ માટે કાર ડિઝાઈન કરી છે. કારની સાથે તે સેલેબ્સની લક્ઝરી વેનિટી વાન પણ ડિઝાઈન કરે છે. કપિલ પાસે દિલીપ દ્વારા ડિઝાઈન કરેલી વેનિટી વાન પણ છે.

આ પણ વાંચો: અભિનેત્રી Supriya Pathakનો આજે જન્મદિન, જાણો એમના વિષેની રોચક અને અજાણી વાતો

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati