AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrs Chatterjee Vs Norway Review: માતા અને દેશ વચ્ચે અનોખી જંગ, જાણો કેવી છે રાની મુખર્જીની ફિલ્મ

Mrs Chatterjee Vs Norway Review : રાની મુખર્જીની (Rani mukerji) ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે 17 માર્ચે થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ જોતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચો.

Mrs Chatterjee Vs Norway Review: માતા અને દેશ વચ્ચે અનોખી જંગ, જાણો કેવી છે રાની મુખર્જીની ફિલ્મ
Mrs Chatterjee Vs Norway Review (1)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 8:31 PM
Share

ફિલ્મ: મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે

નિર્દેશક : અશિમા છિબ્બર

કલાકાર : રાની મુખર્જી, અનિર્બાન ભટ્ટાચાર્ય, જિમ સાર્ભ, નીના ગુપ્તા

રિલીઝ : થિયેટર

રેટિંગ: 3.5/5

બોલિવુડ એક્ટ્રેસ રાની મુખર્જી હંમેશા તેની દમદાર એક્ટિંગ માટે જાણીતી છે. આ જ કારણ છે કે તેના ફેન્સ તેમની મનપસંદ એક્ટ્રેસની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. ટૂંક સમયમાં જ રાનીની ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. જો તમે પણ આ ફિલ્મ જોવા માંગો છો તો આ રિવ્યુ જરુર વાંચો.

ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે સાગરિકા ચેટર્જીના વાસ્તવિક જીવન પર આધારિત છે. કોલકાતાની સાગરિકા લગ્ન પછી પતિ અનિરુદ્ધ સાથે નોર્વે શિફ્ટ થઈ જાય છે. લગભગ ચાર વર્ષથી નોર્વેને પોતાનું ઘર માનતી સાગરિકા અને અનિરુદ્ધને પણ બે સુંદર બાળકો છે. બંનેના આ સુખી જીવનમાં નોર્વેની ચાઈલ્ડ વેલ્ફેર સર્વિસની એન્ટ્રીને કારણે તોફાન આવી જાય છે. બંને પાસેથી તેમના બાળકો છીનવી લેવામાં આવે છે.

જાણો શું છે આ ફિલ્મની સ્ટોરી

સાગરિકા પર નોર્વેની ચાઈલ્ડ વેલ્ફેર સર્વિસે આ આરોપ લગાવ્યો છે કે તે તેના બાળકોને બળજબરીથી ખાવાનું ખવડાવે છે, તેમની સાથે સાગરિકાનું વર્તન સારું નથી અને તેની માનસિક સ્થિતિ પણ બરાબર નથી. સાગરિકાના પતિ અનિરુદ્ધ પર પણ ઘરેલું હિંસાનો આરોપ છે, પત્નીની મદદ ન કરવાનો આરોપ લગાવવામાં આવે છે. બંનેના બાળકોની સારી રીતે ધ્યાન રાખવા માટે ચાઈલ્ડ વેલ્ફેર સર્વિસના લોકો બંને બાળકોને પોતાની સાથે લઈ જાય છે.

પછી શરૂ થાય છે, એક માતાની પોતાના બાળકોને પોતાની પાસે લાવવા માટે વિદેશી દેશ સાથેની લડાઈ. કેવી રીતે આ લડાઈઓ લડવામાં આવે છે, કેવી રીતે સાગરિકા તેના માર્ગમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરે છે, તેની સ્ટોરી મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે ફિલ્મમાં કહેવામાં આવી છે.

ચાર વર્ષ સુધી ચાલેલી આ લડાઈમાં સાગરિકાને મેન્ટલ ટ્રોમામાંથી પસાર થવું પડ્યું હતું. તમને જણાવી દઈએ કે, સાગરિકાનો કેસ માત્ર નોર્વેની સરહદો પૂરતો જ સીમિત ન હતો પરંતુ આખી દુનિયામાં ફેમસ થઈ ગયો હતો. આ સમગ્ર મામલાને ફિલ્મમાં વિગતવાર રજૂ કરવામાં આવ્યો છે.

કેવી છે આ ફિલ્મ

ફિલ્મમાં રાની મુખર્જીએ એ મુશ્કેલીમાં મુકાયેલી બંગાળી માતાનું પાત્ર ખૂબ જ સુંદર રીતે ભજવ્યું છે. જો કે શરૂઆતમાં તેની એક્ટિંગને ઓવર એક્ટિંગ ગણી શકાય પરંતુ આ એક માતાની સ્ટોરી છે, જેણે ક્યારેય બહારની દુનિયા જોઈ ન હતી, પછી તે દેશ હોય કે વિદેશ, તેનું જીવન તેના પતિ કરતાં તેના બાળકોની આસપાસ વધુ ફરે છે. આ જ કારણ છે કે જ્યારે તેના બાળકોને તેની પાસેથી છીનવી લેવામાં આવે છે, ત્યારે તે ગુસ્સે થઈ જાય છે. તે જાણતી નથી કે તે કોની સામે બોલી રહી છે કે કોની સામે હાથ કરી રહી છે.

અનિર્બાન ભટ્ટાચાર્યએ ફિલ્મમાં રાની મુખર્જીના પતિનો રોલ પ્લે કર્યો છે. તે પોતાની ભૂમિકાને સંપૂર્ણ ન્યાય આપતો જોવા મળ્યો છે. ફિલ્મમાં નીના ગુપ્તાનો કેમિયો પણ પ્રભાવશાળી લાગે છે. આ પાત્ર દિવંગત પોલિટિશિયન સુષ્મા સ્વરાજથી પ્રેરિત છે, જેમણે વિદેશમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા ભારતીયોને હંમેશા મદદ કરી હતી. જિમ સાર્ભે પણ વકીલ તરીકે શાનદાર પર્ફોમન્સ આપ્યું છે. નિર્દેશક આશિમાનું નિર્દેશન દિલને સ્પર્શી જાય છે.

જાણો શા માટે જોવી જોઈએ આ ફિલ્મ

ફિલ્મનો ફર્સ્ટ હાફ ઈમોશનલ છે, પછી સેકન્ડ હાફમાં સ્ટોરી થોડી ઝડપી બને છે. રાની મુખર્જીએ પોતાની શાનદાર એક્ટિંગની સાથે એક ભારતીય માતાએ પોતાની લડાઈ કેવી રીતે લડાઈ લડી, કેવી રીતે એક મોટા દેશ સામે ઘૂંટણિયે પડ્યા વિના તેના બાળકોની કસ્ટડી મેળવી, આવી પ્રેરણાદાયી સ્ટોરી માટે ફિલ્મ જોવી જ જોઈએ.

આ પણ વાંચો : Rana Naidu Review : સસ્પેન્સથી ભરેલી એ જ સ્ટોરી, જોતાં પહેલા વાંચો કે કેવી છે રાણા અને વેંકટેશની નવી સિરીઝ

શા માટે ન જોવી જોઈએ આ ફિલ્મ

આ આખી સ્ટોરીમાં ચોક્કસપણે એવી અનુભૂતિ છે કે સ્ટોરી અહીં એક પક્ષ તરફથી જ રજૂ કરવામાં આવી છે. જો તમને ઈમોશનલ ફિલ્મો પસંદ નથી, તો તમે આ ફિલ્મ જોવાનું સ્કિપ કરી શકો છો.

g clip-path="url(#clip0_868_265)">