Goodbye Review : ઈમોશનલ ડ્રામાથી ભરપૂર છે ફિલ્મ ‘ગુડબાય’, વાંચો રિવ્યુ

Goodbye Review : પર્ફોર્મન્સની વાત કરીએ તો અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ફિલ્મમાં ઈમાનદારી, વિશ્વાસ અને લાગણીઓ માટે દરેક સીનમાં ખૂબ જ સારી રીતે જોવા મળે છે. જ્યારે રશ્મિકાએ તેની પહેલી હિન્દી ફિલ્મમાં ખૂબ જ સારી એક્ટિંગ કરી છે.

Goodbye Review : ઈમોશનલ ડ્રામાથી ભરપૂર છે ફિલ્મ 'ગુડબાય', વાંચો રિવ્યુ
Goodbye
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Oct 07, 2022 | 4:57 PM

ફિલ્મ: ગુડબાય

કાસ્ટ: અમિતાભ બચ્ચન, રશ્મિકા મંદાના, નીના ગુપ્તા, પાવેલ ગુલાટી, સાહિલ મેહરા અને એલી અવરામ

નિર્દેશક: વિકાસ બહલ

મોટા પડદા પર નુકસાન અને દુ:ખનું કેરેક્ટરાઈઝેશન ત્યારે જ તાર લગાવી શકે છે જ્યારે ફિલ્મની દિલની લાગણીઓને હકીકત પ્રત્યે સહાનુભૂતિ સાથે વ્યક્ત કરવામાં આવે અને જરૂરી સીન્સ સાથે ફિલ્માવવામાં આવે. ‘ગુડબાય’ (Goodbye) વિકાસ બહલ દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે.

સાઈન્સ અને કસ્ટમ વચ્ચેના પરસ્પર તફાવતની સ્ટોરી બતાવે છે ફિલ્મ ‘ગુડબાય’. આ માત્ર એક ફેમિલી ડ્રામા નથી, પરંતુ આ આપણા રીતિ-રિવાજો પ્રત્યેના આપણા વિચારો અને ધારણાઓની પણ વાત છે. વિકાસ બહલની આ ફિલ્મ ઘણી બાબતો તરફ તમારું ધ્યાન આકર્ષિત કરે છે

ખૂબ જ રસપ્રદ છે ફિલ્મની સ્ટોરી

હરીશ ભલ્લા (અમિતાભ બચ્ચન) તેની પત્ની ગાયત્રી (નીના ગુપ્તા) અને તેમના ચાર બાળકો સાથે ચંદીગઢમાં રહે છે. ચારેય બાળકો પોતાનો અભ્યાસ કમ્પલીટ કરી દેશ-વિદેશમાં શિફ્ટ થયા છે. તારા (રશ્મિકા મંદન્ના) મુંબઈમાં એક વકીલ છે. બે પુત્રો અંગદ (પાવેલ ગુલાટી) વિદેશમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે અને નાનો પુત્ર નકુલ માઉન્ટેનિયર છે. પરંતુ આ ખુશીની ક્ષણો વચ્ચે અચાનક ગાયત્રીનું હાર્ટ એટેકથી મૃત્યુ થાય છે. આ પછી તેમના તમામ બાળકો તેમની માતાને અંતિમ વિદાય આપવા ચંદીગઢ પહોંચે છે. સ્ટોરીનો પ્લોટ અહીંથી શરૂ થાય છે.

વિકાસ બહલે કર્યું છે શાનદાર ડાયરેક્શન

ડાયરેક્ટર વિકાસ બહલે એક સાથે ઘણી વસ્તુઓને સ્પર્શવાની કોશિશ કરી છે. જેમ રીતિ-રિવાજો અને સાઈન્સ વચ્ચેના તફાવતની, એક સામાન્ય મિડલ ક્લાસ ફેમિલીમાં રોજેરોજની તકરાર, આજના યુગમાં પરિવાર વચ્ચે વધતું જતું અંતર અને કોઈના જવાનું દુ:ખ બધું જ તમને ફિલ્મમાં જોવા મળશે. આ સાથે જ તમને ખાસ કરીને વિકાસ બહલે ફિલ્મ દ્વારા કેટલીક બાબતો સમજાવવાની કોશિશ કરી છે. કોઈના મૃત્યુ પછી માથાંના વાળ કેમ કપાવવામાં આવે છે, શરીરના નાકમાં રૂ કેમ નાખવામાં આવે છે, શરીરના અંગૂઠા કેમ બાંધવામાં આવે છે. આ તમામ સવાલોના જવાબ તમને આ ફિલ્મમાં ખૂબ જ સારી રીતે જોવા મળશે.

આ ફિલ્મ તમને ખૂબ જ ભાવુક કરી દેશે. એમાં તમે હસશો અને રડશો પણ. પરંતુ ફિલ્મમાં કેટલીક ખામીઓ છે, તમને ફિલ્મની વાર્તા તમારા ઘરની જ વાત છે તેવું લાગશે. લાંબા સમય પછી એક ફેમિલી ડ્રામા ફિલ્મ આવી છે, જેનો ચોક્કસપણે નિર્માતાઓને ફાયદો થઈ શકે છે. ફિલ્મની શરૂઆત એવી છે કે તમે રડવા પર મજબૂર થઈ જાવ. વિકાસ બહલે આ ફિલ્મનું ખૂબ સારી રીતે બેલેન્સ કર્યું છે. ફિલ્મનો એકેએક સીન એટલો પરફેક્ટ છે કે તમે અધવચ્ચે છોડવાનો પ્રયત્ન પણ નથી કરતા.

એડિટિંગ પર આપી શકાયું હોત વધુ ધ્યાન

ફિલ્મના એડિટિંગ પર થોડું વધારે ધ્યાન આપવાની જરૂર હતી, જે તમને ફિલ્મમાં જોવા મળશે. એ ચોક્કસ છે કે તમે આ ફિલ્મની સ્ટોરી સાથે તમે તમારી સ્ટોરીને જોડી શકશો. આ સિવાય તમે ફિલ્મમાં રશ્મિકાના એક્સેંટ નહીં ગમે કારણ કે તેના સંવાદો ડબ કરવામાં આવ્યા છે. તેઓ કોઈપણ રીતે કન્વિંસિંગ હોય તેવું લાગતું નથી. ફિલ્મનું સંગીત શાનદાર છે, જેની ક્રેડિટ અમિત ત્રિવેદીને જાય છે. રવિન્દ્ર સિંહ ભાદોડિયા અને સુધાકર રેડ્ડીએ ફિલ્મની સિનેમેટોગ્રાફી કરી છે, જે યોગ્ય છે.

કલાકારોએ કરી છે ફિલ્મમાં બેસ્ટ એક્ટિંગ

ફિલ્મનું કાસ્ટિંગ ઘણું સારું છે, જે તમને ક્યારેક ‘બધાઈ હો’ની પણ યાદ અપાવે છે. અમિતાભ બચ્ચને ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કરી છે. તો નીના ગુપ્તાએ પણ શાનદાર એક્ટિંગ કરી છે. રશ્મિકા મંદાનાની આ પહેલી હિન્દી ફિલ્મ છે, પરંતુ તેણે જે રીતે કામ કર્યું છે તે શાનદાર છે. આ ફિલ્મમાં સુનીલ ગ્રોવર પણ જોવા મળશે. તે જે પણ સીન્સમાં હશે તેમાં તેને જોઈને તમને સારું લાગશે. ફિલ્મના બાકીના પાત્રોએ પણ સારી ભૂમિકા ભજવી છે.

શા માટે જોવી જોઈએ આ ફિલ્મ?

આ ફિલ્મમાં ઘણા સારા મેસેજ છે , જેના કારણે તમારે આ ફિલ્મ જોવી જ જોઈએ. આ સિવાય કલાકારોના બેસ્ટ એક્ટિંગને કારણે તમારે આ ફિલ્મ જોવી જોઈએ. આ ફિલ્મ તમને કોઈપણ રીતે નિરાશ નહીં કરે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati