મૂવી રિવ્યુઃ હેલ્લારો, કચ્છની પૃષ્ઠભૂમિની ઝલક કરાવતી શાનદાર ફિલ્મ
ગુજરાતી સિનેમાં હવે ઘણુ આગળ વધી ગયુ છે. અને સાથે સાથે લોકોના દિલમાં પણ અલગ સ્થાન બનાવ્યુ છે. ત્યાારે હવે ગુજરાતી ફિલ્મનો ડંકો ફક્ત ગુજરાતમાં જ નહિ પણ દેશવિદેશમાં વાગી રહ્યો છે. ત્યારે હવે તો ગુજરાતી ફિલ્મમાં જીવનઆધારિત સ્ટોરી પણ ખૂબ હીટ થાય છે. ત્યારે વાત કરીએ ગુજરાતનું શાન એવી સુપરહીટ ફિલ્મ હેલ્લારો વિશે, ડિરેક્ટર […]

ગુજરાતી સિનેમાં હવે ઘણુ આગળ વધી ગયુ છે. અને સાથે સાથે લોકોના દિલમાં પણ અલગ સ્થાન બનાવ્યુ છે. ત્યાારે હવે ગુજરાતી ફિલ્મનો ડંકો ફક્ત ગુજરાતમાં જ નહિ પણ દેશવિદેશમાં વાગી રહ્યો છે. ત્યારે હવે તો ગુજરાતી ફિલ્મમાં જીવનઆધારિત સ્ટોરી પણ ખૂબ હીટ થાય છે. ત્યારે વાત કરીએ ગુજરાતનું શાન એવી સુપરહીટ ફિલ્મ હેલ્લારો વિશે,
ડિરેક્ટર અભિષેક શાહની ડેબ્યૂ ફિલ્મ ‘હેલ્લારો’આ ફિલ્મ બેસ્ટ ફીચરનો એવોર્ડ જીતીને પહેલા જ બાજી મારી ગઈ છે.
આ ફિલ્મની સૌ કોઈ ખૂબ રાહ જોઈ રહ્યા હતા. અને રાહ પૂરી થઈ અને આવી ગઈ રીયલ પડદા પર છવાઈ ગઈ. એક સિમ્પલ સ્ટોરી જે બધાના દિલને દમદાર બની ગઈ. આ ફિલ્મના ડાયલોગથી માંડીને તેનું મ્યુઝિક અને સોંગે લોકોના દિલ જીતી લીધા. કચ્છની પૃષ્ઠભૂમિનું સોંદર્ય આંખે વળગે તેવું છે.
કેવી છે ફિલ્મની સ્ટોરી :
આ ફિલ્મના કલાકારો જ એટલા શાનદાર છે, કે ફિલ્મ શાનદાર હોવાની જ હતી. આ ફિલ્મની સ્ટોરીની ગૂંથણીની મહિલાઓ અને પરંપરાગત નિયમો સામે કેવી રીતે લડે છે તે ઉપર છે. આ ફિલ્મમાં 13 એકટ્રેસ છે જે પૂરા ના થઈ શકે તેવા સ્વપ્ન જોવે છે. આ ફિલ્મમાં પુરુષપ્રધાન અસ્તિત્વ તમને જોવા મળશે.
અને હવે વાત કરીએ કલાકારોની તો મુખ્ય ફિમેલ ભૂમિકામાં શ્રદ્ધા ડાંગર જે મંજરીનો રોલ ભજવી રહી છે. શ્રદ્ધાએ તેના અભિનયથી આ ફિલ્મમાં જાન નાખી દીધી. તમામ 13 અભિનેત્રીઓ ઉપરાંત આ ફિલ્મમાં (મૂળજી) ઢોલી (જયેશ મોરે), ભગલો (મૌલિક નાયક)નો અભિનય પણ શાનદાર છે. ઉત્તમ છાપ છોડે છે, દ્રશ્યો ડિરેક્ટર તરીકે અભિષેક શાહની આ ડેબ્યૂ ફિલ્મ છે.

આ ફિલ્મમાં પહેલા જ સીનમાં એ સમજાય જાય છે ,કે પુરુષો બહાર ગરબા કરતાં હોય છે અને મહિલાઓ ઘરની અંદરથી તેમને નિહાળતી હોય છે. ફિલ્મમાં અરજણ (આર્જવ ત્રિવેદી) જ્યારે તેની પત્ની મંજરીને ગરબા છોડી દેવાનું કહે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં વાગતું ગીત ‘માંગી લેજે સપના વિનાની ખાલી રાત’આવા કેટલાક દ્રશ્યો ખરેખર તમારા મન અને મગજ પર ઉત્તમ છાપ છોડી જાય છે.
કેવું છે ફિલ્મનું સંગીત?
આ ફિલ્મનું સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે. જે ફિલ્મની કથામાં જીવ ઉમેરે છે. . આ ઉપરાંત સૌમ્ય જોશીના શબ્દો જેમણે ફિલ્મના ડાયલોગ્સ પણ લખ્યા છે અને આદિત્ય ગઢવીનો અવાજ પણ ગીતને કર્ણપ્રિય બનાવે છે. ફિલ્મની કોરિયોગ્રાફી પણ લાજવાબ છે.આ ઉપરાંત ફિલ્મમાં ક્યાંક ક્યાંક હળવી પળો પણ દર્શકોને ગમે તેવી છે.
આ ફિલ્મ ઓનસ્ક્રિન જેટલો તમને ઉત્તમ અનુભવ કરાવે છે એટલું જ દર્શકોનું દિલ જીતવામાં પણ સફળ રહી છે. જો તમને એક સારી ફિલ્મનો અનુભવ માણવો હોય તો આ ફિલ્મ જોવી જ રહી.
