Mouni Roy Wedding : અર્જુન બિજલાનીએ વીડિયો શેર કરીને મૌની રોય માટે લખી એક સ્પેશિયલ નોટ
અર્જુન બિજલાની અને મૌની રોયે નાગીનમાં સાથે કામ કર્યું હતુ. આ બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. અર્જુન હજુ પણ ટીવીમાં એક્ટિવ છે જ્યારે મૌનીએ હવે બોલિવૂડ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે.

Mouni Roy Wedding : ફેમસ બોલિવુડ એક્ટ્રેસ મૌની રોયે (Mouni Roy) 27 જાન્યુઆરીના રોજ લગ્ન કર્યા હતા. તેમના લગ્નનું આયોજન ગોવામાં કરવામાં આવ્યુ હતું. આ લગ્નથી લઈને પાર્ટી સુધી તમામ મિત્રો એક્ટ્રેસ સાથે જોવા મળ્યા હતા. ત્યારે લગ્ન બાદ હવે મૌનીના મિત્રો તેના માટે પોસ્ટ લખીને તેને સ્પેશિયલ ફીલ કરાવી રહ્યા છે. મૌનીના સૌથી ખાસ મિત્રોમાંના એક અર્જુન બિજલાનીએ (Actor Arjun Bijlani) સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તેના માટે એક સ્પેશિયલ નોટ લખી છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો મૌનીના લગ્નની સંપૂર્ણ ઝલક છે. આ વીડિયોમાં મૌની સાથે તેના મિત્રો મસ્તી કરતા જોવા મળે છે.
અર્જુન બિજલાનીએ મૌનીના લગ્નનો ખાસ વીડિયો શેર કર્યો
View this post on Instagram
આ વીડિયોમાં અર્જુન બિજલાની ખૂબ જ મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં લગ્ન દરમિયાનની નાની-નાની ક્લિપ્સ ઉમેરવામાં આવી છે. અને તેના બેકગ્રાઉન્ડમાં બજરંગી ભાઈજાન ફિલ્મનુ સોંગ ‘કુછ તો બાત ઝિંદગી’ વાગી રહ્યુ છે. વીડિયોમાં માત્ર લગ્નની વિધિ જ નહીં પરંતુ મિત્રોની બેચલર પાર્ટીની પણ ઝલક જોવા મળે છે. અર્જુન બિજલાની, મૌની રોય અને તેના પતિ સૂરજ નામ્બિયાર અને અન્ય ઘણા મિત્રો બેચલર પાર્ટીમાં જોવા મળે છે. ફૂલ મૂડમાં ડાન્સ કરતા અર્જુન આ લગ્નનો આનંદ માણી રહ્યો છે.
અર્જુને મૌની પર ફૂલો વરસાવ્યા
અર્જુન દ્વારા અપલોડ કરવામાં આવેલો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની શરૂઆતમાં મૌની પર ફૂલોની વર્ષા થઈ રહી છે. મૌનીની હલ્દી દરમિયાન અર્જુન તેના પર ફૂલ વરસાવી રહ્યો છે. આ નજારો દરેકના દિલ જીતી લેશે. આ પછી વીડિયોમાં લગ્નની અન્ય વિધિ જોવા મળે છે.
જેમાં મૌની બંગાળી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, મૌનીએ તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે 27 જાન્યુઆરીના રોજ લગ્ન કર્યા હતા. આ દરમિયાન તેની સાથે તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર હતા.
આ પણ વાંચો : Covid 19 : અભિનેત્રી કાજોલ થઈ કોરોના સંક્રમિત, દિકરી ન્યાસાની તસવીર શેર કરીને લખી ઈમોશનલ પોસ્ટ