New Film: 12 વર્ષ બાદ સંજય દત્ત અને સુનીલ શેટ્ટીની જોડી ફરી મચાવશે ધૂમ, ટૂંક સમયમાં નવી ફિલ્મમાં સાથે કરશે કામ
આ બંને કલાકારો હવે સાઉથની ફિલ્મોમાં પણ અસરકારક છે. બ્લોકબસ્ટર ફિલ્મ 'KGF'ના બીજા ભાગમાં સંજય દત્ત વિલનની ભૂમિકામાં જોવા મળવાનો છે. ત્યારે તાજેતરમાં રિલીઝ થયેલી મોહનલાલની ફિલ્મ 'મરાક્કર'માં સુનીલ શેટ્ટી પણ જોવા મળ્યો હતો.
બોલિવૂડમાં ઘણા એવા એક્ટરની જોડી છે. જેમણે હંમેશા સ્ક્રીન પર ધમાલ મચાવી છે અને તેઓ પોતાના પ્રભાવથી દર્શકોના ફેવરિટ પણ રહ્યા છે. બહુ ઓછા પ્રસંગો એવા હોય છે જ્યારે બે મોટા સ્ટાર્સની જોડી હિટ સાબિત થાય. આવી જ એક જોડી છે સંજય દત્ત (Sanjay Dutt) અને સુનીલ શેટ્ટીની.(Sunil Shetty) આ બંને લાંબા સમય બાદ એક ફિલ્મમાં સાથે કામ કરવા જઈ રહ્યા છે. સંજય અને સુનીલ છેલ્લે 2010માં આવેલી ફિલ્મ ‘નો પ્રોબ્લેમ’માં સાથે જોવા મળ્યા હતા. બંનેએ ‘કાંટે’, ‘દસ’ અને ‘શૂટઆઉટ એન્ડ લોખંડવાલા’ જેવી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. હવે લાંબા સમય બાદ આ બંનેને સાથે કામ કરવાની તક મળી રહી છે.
બંને વચ્ચે ઉત્તમ બોન્ડિંગ
સુનીલ શેટ્ટીએ તેમના સંજય દત્તના આટલા લાંબા અંતરાલ પર કામ કરવા વિશે વાત કરી, તેણે કહ્યું કે ભલે તેઓ ઘણા વર્ષોથી સાથે કામ કરી શક્યા ન હતા, પરંતુ તેમની ઑફ-સ્ક્રીન મિત્રતા ઉત્તમ છે. ETimesમાં પ્રકાશિત એક અહેવાલમાં સુનીલ શેટ્ટીએ કહ્યું કે અમારા બંને વચ્ચે ખૂબ જ સારૂ બોન્ડિંગ છે. મને લાગે છે કે આ ફિલ્મ અમારા અંગત સંબંધો પર આધારિત છે. અમે પહેલા જેવા મળતા હતા એવી જ રીતે દેખાઇશું. સ્ક્રીન પર પણ શાનદાર અને કેઝ્યુઅલ પણ જોવા મળશે. તેણે તેની સાઉથની ફિલ્મોમાં કામ કરવાની વાત પણ કરી અને કહ્યું કે તે કેમિયો અને સાઉથની ફિલ્મોમાં કામ કરવાનો આનંદ માણી રહ્યો છે.
સંજય અને સુનીલ સાઉથની ફિલ્મો પણ કરી રહ્યા છે
તમને જણાવી દઈએ કે, સંજય દત્ત ફિલ્મોમાં લીડ રોલમાં એક્ટિવ રહ્યો છે, પરંતુ સુનીલ છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ ભાષાની સિનેમામાં કેમિયો કે સાઈડ રોલમાં જોવા મળ્યો હતો, પરંતુ હવે તે ફિલ્મોમાં પણ એક્ટિવ થવા જઈ રહ્યો છે. આ બંને કલાકારો હવે સાઉથની ફિલ્મોમાં પણ અસરકારક છે. બ્લોકબસ્ટર ફિલ્મ ‘KGF’ના બીજા ભાગમાં સંજય દત્ત વિલનની ભૂમિકામાં જોવા મળવાનો છે.
ત્યારે તાજેતરમાં રિલીઝ થયેલી મોહનલાલની ફિલ્મ ‘મરાક્કર’માં સુનીલ શેટ્ટી પણ જોવા મળ્યો હતો. આ પહેલા પણ સુનીલ સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કરતો જોવા મળ્યો હતો. સંજય દત્ત ગયા વર્ષે ઓટીટી પર રિલીઝ થયેલી ‘ભુજ’ અને તે પહેલા ‘સડક 2’માં જોવા મળ્યો હતો. હવે આ જોડી એકસાથે એક ફિલ્મમાં ધમાકો કરવા માટે તૈયાર છે.
આ પણ વાંચો : લાંબા સમય બાદ સેટ પર પરત ફર્યો શાહરૂખ ખાન, ‘પઠાણ’ની સાથે અન્ય ફિલ્મોનું શૂટિંગ પણ કરશે શરૂ