Money Laundering Case : આ બોલિવૂડ અભિનેત્રીની વધી મુશ્કેલી ! ED એ સુકેશ ચંદ્રશેખર સહિત બે અભિનેત્રીઓ સામે દાખલ કરી ચાર્જશીટ

મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. રિપોર્ટ અનુસાર ED ટૂંક સમયમાં જ જેકલીનને સમન્સ મોકલી શકે છે.

Money Laundering Case : આ બોલિવૂડ અભિનેત્રીની વધી મુશ્કેલી ! ED એ સુકેશ ચંદ્રશેખર સહિત બે અભિનેત્રીઓ સામે દાખલ કરી ચાર્જશીટ
Money Laundering Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 3:24 PM

Money Laundering Case : બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની (Jacqueline Fernandez)મુસીબતો ઓછી થવાનુ નામ નથી લઈ રહી. 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં અભિનેત્રીનું નામ સામે આવ્યા બાદ જેકલીન હાલ EDની (Enforcement Directorate) રડાર પર છે.

અહેવાલ મુજબ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખર અને અન્ય બે બોલીવુડ અભિનેત્રીઓ વિરુદ્ધ સાત હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝની ધરપકડ બાદ EDએ તપાસનો દોર વધાર્યો છે. બોલિવુડ અભિનેત્રીની આંતરરાષ્ટ્રીય સફર કરે તે પહેલા જ EDએ સકંજો કસ્યો હતો.

ચાર્જશીટમાં થયા ચોંકાવનારા ખુલાસા

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ચાર્જશીટ અનુસાર, આરોપી સુકેશે (Sukesh Chandra Shekhar) પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, તેણે જેકલીનને 10 કરોડ રૂપિયા અને નોરા ફતેહીને એક લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી છે. ઉપરાંત 52 લાખની કિંમતનો ઘોડો પણ ભેટમાં આપ્યો હોવાનુ કબુલ્યુ હતુ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે.

ED ટૂંક સમયમાં જ જેકલીનને સમન્સ પાઠવી શકે છે

અહેવાલો અનુસાર, જેકલીનને તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓએ રોકી હતી અને તેને ઘરે જવા માટે કહેવામાં આવ્યું હતું. EDએ લુકઆઉટ નોટિસ જાહેર કર્યા બાદ એરપોર્ટ સિક્યોરિટી ફોર્સે કાર્યવાહી કરી હતી. EDએ જેકલીનને દેશ છોડવાની હાલ પરવાનગી આપી નથી. તેમજ તેણે દિલ્હીમાં ED સમક્ષ પૂછપરછ માટે હાજર થવા માટે જણાવવામાં આવ્યુ હતુ.

સુકેશ અને જેકલીનની તસવીરો વાયરલ થઈ

થોડા દિવસો પહેલા સુકેશ ચંદ્રશેખર અને જેકલીનની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી.જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ તસવીરો લગભગ એપ્રિલ-જૂન મહિનાની છે. જ્યારે તે જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રશેખર અને જેકલીન ચેન્નાઈમાં લગભગ ચાર વખત મળ્યા હતા. જેના માટે સુકેશે પ્રાઈવેટ જેટની વ્યવસ્થા પણ કરી હતી.

આ પણ વાંચો : Bigg Boss 15 : આખરે તેજસ્વીએ કરણ કુન્દ્રાને ખુલ્લેઆમ કર્યો પ્રેમનો ઈઝહાર, જુઓ VIDEO

આ પણ વાંચો : OMG : ‘તારક મહેતા’ના પોપટલાલે અમિતાભ બચ્ચનને કરી આજીજી , કહ્યું “તમે મારા લગ્ન કરાવી શકશો ?”

g clip-path="url(#clip0_868_265)">