Mohammad Rafi Bhojpuri Song : ભોજપુરી ગીતોમાં પણ માસ્ટર હતા મોહમ્મદ રફી, શું તમે સાંભળ્યું છે આ ગાયકનું ગીત?

|

Apr 12, 2022 | 10:19 AM

મોહમ્મદ રફીએ (Mohammed Rafi) ભલે ગમે તે ભાષામાં ગીતો ગાયા હોય, પરંતુ તેમનામાં મધુરતા એકદમ 100% જળવાઈ હતી. મોહમ્મદ રફીના હિન્દી ગીતોને જે રીતે લોકો પસંદ કરતા હતા, તે જ રીતે તેમણે ભોજપુરી ગીતોને પણ ઘણો પ્રેમ આપ્યો હતો.

Mohammad Rafi Bhojpuri Song : ભોજપુરી ગીતોમાં પણ માસ્ટર હતા મોહમ્મદ રફી, શું તમે સાંભળ્યું છે આ ગાયકનું ગીત?
mohammed rafi

Follow us on

જ્યારે પણ દિગ્ગજ ગાયક મોહમ્મદ રફીનું (Mohammed Rafi) નામ મનમાં આવે છે ત્યારે તેમના દ્વારા ગાયેલા મધુર ગીતો કાનમાં ગુંજી ઉઠે છે. ‘લિખે જો ખત તુમ્હેં…’, ‘બહારોં ફૂલ બરસાઓ…’ અને ‘તુમ જો મિલ ગયે હો…’ આવાં ઘણાં ગીતો છે. જેને મોહમ્મદ રફીએ (Mohammed Rafi Songs) તેમના સુરીલા અને મધુર અવાજમાં ગાયાં છે. મોહમ્મદ રફી બહુભાષી ગાયક હતા. તેમણે માત્ર હિન્દી ભાષામાં ગીતો નથી ગાયા. મોહમ્મદ રફીએ હિન્દી ભાષા ઉપરાંત ઘણી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે. એટલું જ નહીં, તેણે વિદેશી ભાષાના ઘણા ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો.

મોહમ્મદ રફીએ ભોજપુરી ભાષામાં પણ ગાયા છે ગીતો

મોહમ્મદ રફીએ ભોજપુરી ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો હતો. જ્યારે પણ આપણે ભોજપુરી ગીતોની વાત કરીએ છીએ ત્યારે ‘લગાવેલુ જબ લિપિસ્ટિક’ જેવા ગીતો યાદ આવે છે. ભોજપુરી સિનેમામાં એક સમય એવો હતો જ્યારે આ ઈન્ડસ્ટ્રીમાં દિલને સ્પર્શી જાય તેવા ગીતો પણ રચાતા હતા. એ જમાનો મોહમ્મદ રફીનો હતો.

મોહમ્મદ રફીએ ભોજપુરી સિનેમા માટે ઘણા ગીતો ગાયા છે. તાજેતરમાં જ મોહમ્મદ રફીનું એક ગીત સારેગામા ભોજપુરી દ્વારા તેની યુટ્યુબ ચેનલ પર શેયર કરવામાં આવ્યું છે. આ ગીતના બોલ છે – જિયા કસક મસાક મોર રહે લગલ… આ ગીત મોહમ્મદ રફીએ ગાયું હતું. આ ગીત પ્રખ્યાત ગાયક અને સંગીતકાર મન્ના ડેના આલ્બમ નૈહર છૂટા જાયેનું હતું. મોહમ્મદ રફીએ ગાયેલું આ ગીત હવે યુટ્યુબ પર ધમાલ મચાવી રહ્યું છે. મોહમ્મદ રફીના ચાહકોને આ ગીત ખૂબ જ પસંદ આવ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઘણા ભોજપુરી ગીતો છે લોકપ્રિય

આ ગીત સિવાય મોહમ્મદ રફીએ ભોજપુરી ભાષામાં અન્ય ઘણા ગીતો ગાયા છે. જેમાં ‘સોળ શૃંગાર કરે દુલ્હનિયા’નું ‘તડપ-તડપ’, ‘સૈયાં સે નેહા લગાવે કા ફુલવા નિયર નાર’, ‘ગંગાધામ’નું ‘મોર ભાંગિયા કે મનાઈ દે’ જેવા અનેક ગીતો સામેલ છે. મોહમ્મદ રફીએ ભલે ગમે તે ભાષામાં ગીતો ગાયા હોય, પરંતુ તેમનામાં મધુરતા 100 ટકા હતી. મોહમ્મદ રફીના હિન્દી ગીતોને જે રીતે લોકો પસંદ કરતા હતા, તે જ રીતે તેમણે ભોજપુરી ગીતોને પણ ઘણો પ્રેમ આપ્યો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Happy Birthday Mohammed Rafi : વીજળી ગુલ થવાના કારણે પહેલીવાર મળ્યો હતો ગાવાનો મોકો, રચી દીધો ઇતિહાસ

આ પણ વાંચો: Surinder Kapoor : અર્જુન કપૂરે તેના દાદાના જન્મદિવસને બનાવ્યો ખાસ ! અનિલ કપૂરે શેર કરી આ ઈમોશનલ પોસ્ટ  

Next Article