Happy Birthday Mohammed Rafi : વીજળી ગુલ થવાના કારણે પહેલીવાર મળ્યો હતો ગાવાનો મોકો, રચી દીધો ઇતિહાસ

મોહમ્મદ રફીનો જન્મ 1924માં પંજાબના અમૃતસરના કોટલા સુલતાનસિંઘમાં થયો હતો. થોડા સમય પછી તેમના પિતા લાહોરમાં સ્થાયી થયા હતા અને તે સમયે ભારતનું વિભાજન થયું ન હતું.

Happy Birthday Mohammed Rafi : વીજળી ગુલ થવાના કારણે પહેલીવાર મળ્યો હતો ગાવાનો મોકો, રચી દીધો ઇતિહાસ
Mohammed Rafi ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 7:04 AM

પોતાના સુરીલા અવાજ દ્વારા ભારતના લોકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવનાર પ્રખ્યાત ગાયક મોહમ્મદ રફીનો (Mohammed Rafi) આજે જન્મદિવસ છે. લગ્નમાં ‘આજ મેરે યાર કી શાદી હૈ’ જ્યાં સુધી ના વાગે ત્યાં સુધી લોકોને એવું લાગે છે કે કંઈક અધૂરું છે. મોહમ્મદ રફીએ જીવનની પરિસ્થિતિ માટે ગીત ગાયું છે. ‘બાબુલ કી દુઆં લેતી જા’થી લઈને ‘કર ચલે હમ ફિદા જાન ઓ તન સાથીયો’ સુધી મોહમ્મદ રફીએ પોતાની ગાયકીથી લોકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી છે.

મોહમ્મદ રફીનો જન્મ 1924માં પંજાબના અમૃતસરના કોટલા સુલતાનસિંઘમાં થયો હતો. થોડા સમય પછી તેમના પિતા લાહોરમાં સ્થાયી થયા હતા અને તે સમયે ભારતનું વિભાજન થયું ન હતું. મોહમ્મદ રફીને ઘરમાં ફીકો તરીકે પણ ઓળખવામાં આવતા હતા. રફી ગલીમાં આવતા-જતા ફકીરોને ગાતા સાંભળતા હતા. આ ફકીરોને સાંભળીને રફીએ ગાવાનું શરૂ કર્યું. એક ફકીરે રફીને કહ્યું કે તમે એક દિવસ મહાન ગાયક બનશો.

વીજળી ગુલ થઇ ત્યારે ગાવાનો મોકો મળ્યો 1942માં રફીના આગ્રહ પર પરિવારે તેમને મુંબઈ જવાની મંજૂરી આપી હતી. રફી મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં 10 બાય 10ના રૂમમાં રહેતા હતા. એક સમયે તે સમયના પ્રખ્યાત ગાયક અને અભિનેતા કુંદન લાલ સહગલ ઓલ ઈન્ડિયા રેડિયો લાહોર પર ગાવા માટે આવ્યા હતા. રફી સાહેબ અને તેમના મોટા ભાઈ પણ સહગલને સાંભળવા ગયા. પરંતુ અચાનક પાવર ફેલ થવાને કારણે સેહગલે ગાવાની ના પાડી દીધી. તે જ સમયે, રફીના મોટા ભાઈએ આયોજકોને વિનંતી કરી કે તેઓ ભીડને શાંત કરવા માટે રફીને ગાવાની તક આપે. આ પહેલો પ્રસંગ હતો જ્યારે મોહમ્મદ રફીએ લોકોની સામે ગીત ગાયું હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

13 વર્ષની ઉંમરે આપ્યું હતું પ્રથમ પરફોર્મન્સ

13 વર્ષની ઉંમરે રફીએ પોતાનું પહેલું પરફોર્મન્સ આપ્યું હતું. તેમણે આકાશવાણી લાહોર માટે ગીતો પણ ગાયા હતા. તેણે 1944માં પોતાનું પહેલું હિન્દી ગીત ગાયું હતું, ફિલ્મનું નામ હતું ‘ગાંવ કી ગોરી’, જોકે આ ગીતથી રફીને કોઈ ઓળખ મળી ન હતી. રફીએ ઉસ્તાદ અબ્દુલ વહીદ ખાન, પંડિત જીવન લાલ મટ્ટુ અને ફિરોઝ નિઝામી પાસેથી શાસ્ત્રીય સંગીત શીખ્યા. રફી વિશે એવી ઘણી વાર્તાઓ છે જેનાથી વ્યક્તિત્વનો ખ્યાલ આપે છે.

રફીને પતંગ ઉડાવવાનો શોખ હતો આરડી બર્મન કહેતા હતા કે જ્યારે પણ મારા ગીતો રેકોર્ડ થતા ત્યારે રફી સાબ ભીંડી બજારમાંથી ખીર લાવતા હતા. રફી સાહેબ રોજ સવારે ત્રણ વાગે ઉઠીને રિયાઝ શરૂ કરતા હતા. અઢી કલાક રિયાઝ કર્યા પછી બેડમિન્ટન રમતા. તેને પતંગ ઉડાવવાનો ખૂબ જ શોખ હતો. બૈજુ બાવરા ફિલ્મનું ગીત ‘મન તડપત હરિ દર્શન કો’ ખૂબ પ્રખ્યાત થયું. આ સ્તોત્ર માટે તેમને સંસ્કૃત ભાષા બોલવામાં ઘણી તકલીફ પડતી હતી,. આ માટે નૌશાદે બનારસના એક સંસ્કૃત વિદ્વાનને બોલાવ્યા જેથી રફીના ઉચ્ચારમાં કોઈ અચોક્કસતા ન રહે.

રફી સાહેબની ભાષા પંજાબી અને ઉર્દૂ હતી, તેથી તેમને સંસ્કૃત બોલવામાં તકલીફ પડતી હતી. આ ઉપરાંત ‘ઓ દુનિયાના રખેવાળ’, ‘મધુબન મેં રાધિકા નાચી રે’, ‘મન રે તું કાહે ના ધીર ધરે’, ‘રામેરે મનમાં હૈ રામ મેરે તન મેં હૈ રામ’, ‘સુખ મેં સબ સાથી દુઃખ મેં ના કોઈ. ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’, ‘બડી દેર ભઈ ભાઈ નંદલાલા’ જેવા ઘણા ગીતો છે જે રફી સાહેબે ગાયા છે. આજે પણ તેમનો અવાજ મંદિરોમાં ગુંજે છે. 31 જુલાઈ 1980ના રોજ હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું.

આ પણ વાંચો : Paikstan news : ઈમરાન ખાનની તેમના જ દૂતાવાસે કાઢી ઇજ્જત? પોસ્ટ વાઈરલ થયા બાદ કરી ડિલીટ !

આ પણ વાંચો : ITR filing: આ વર્ષે ટેક્સ ફાઇલિંગ સંબંધિત ઘણા નિયમો બદલાયા છે, રિટર્ન ફાઈલ કરતા પહેલા જાણીલો આ અગત્યની માહિતી

g clip-path="url(#clip0_868_265)">