IPL 2022 Points Table: ગુજરાત ટાઈટન્સે નંબર-1 બનવાની તક ગુમાવી, હૈદરાબાદ સામેની હારથી મોટુ નુકશાન

IPL 2022 Points Table in Gujarati: આ મેચના પરિણામ બાદ પણ પોઈન્ટ ટેબલમાં ટોપમાં કોઈ ફેરફાર થયો નથી અને રાજસ્થાન રોયલ્સ હજુ પણ પ્રથમ સ્થાને છે.

IPL 2022 Points Table: ગુજરાત ટાઈટન્સે નંબર-1 બનવાની તક ગુમાવી, હૈદરાબાદ સામેની હારથી મોટુ નુકશાન
Ken Williamsons and Hardik PandyaImage Credit source: IPL/BCCI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 10:07 AM

હાર્દિક પંડ્યા (Gujarat Titans) ની કપ્તાની હેઠળ, ગુજરાત ટાઇટન્સે IPL 2022 માં જબરદસ્ત ડેબ્યૂ કર્યું હતું. લીગની બે નવી ટીમોમાંથી એક ગુજરાતે સતત 3 મેચ જીતીને સિઝનની મજબૂત શરૂઆત કરી હતી. જો કે, છેવટે, ટીમને પ્રથમ વખત હારનો સ્વાદ ચાખવો પડ્યો છે અને તે પણ પોઈન્ટ ટેબલ (IPL Points Table) માં સૌથી તળિયે રહેલી ટીમ સામે. સોમવાર, 11 એપ્રિલના રોજ, નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત (SRH vs GT) વચ્ચે સિઝનની 21મી મેચ રમાઈ હતી, જેમાં કેન વિલિયમસનની આગેવાનીમાં હૈદરાબાદનો વિજય થયો હતો. હૈદરાબાદને આ જીતથી 2 પોઈન્ટ મળ્યા છે, પરંતુ તેના સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે ગુજરાતને નુકસાન સહન કરવું પડ્યું હતું.

સોમવારે રમાયેલી આ મેચમાં ગુજરાતની ટીમને નબળી બેટિંગનો ભોગ બનવું પડ્યું હતું, જેની આશંકા ટુર્નામેન્ટની શરૂઆતથી જ હતી. ટીમનો ટોપ ઓર્ડર ખુલીને રન બનાવી શક્યો નહોતો. ટીમે કેપ્ટન હાર્દિક પંડ્યાની ધીમી પરંતુ નિર્ણાયક અડધી સદી અને અભિનવ મનોહરના ઝડપી 35 રનને કારણે 162 રન બનાવ્યા હતા. બોલરોએ સારી શરૂઆત કરી હતી, પરંતુ મોહમ્મદ શમી અને લોકી ફર્ગ્યુસન જેવા મુખ્ય પેસરો મોંઘા સાબિત થયા હતા, જેણે ટીમની જીતની તકો છીનવી લીધી હતી અને ગુજરાતનો 8 વિકેટે પરાજય થયો હતો.

ગુજરાતને નુકસાન, આરસીબી-એલએસજીનો ફાયદો

સિઝનની પ્રથમ ત્રણ મેચમાં જીત સાથે ગુજરાતના 6 પોઈન્ટ હતા અને તે ત્રીજા સ્થાને હતું. આવી સ્થિતિમાં, જો આ ટીમ આજની મેચ જીતી ગઈ હોત, તો તેના કુલ 8 પોઈન્ટ હોત અને તે રાજસ્થાન રોયલ્સને પાછળ છોડીને નંબર વન ટીમ બની ગઈ હોત. જો કે, એવું ન થઈ શક્યું અને ઊલટાનું તેને મોટું નુકસાન થયું. હૈદરાબાદ સામે હાર્યા બાદ ટીમનો નેટ રન રેટ 0.097 પર આવી ગયો હતો અને આવી સ્થિતિમાં ગુજરાત પાંચમા સ્થાને આવી ગયું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સે તેનો લાભ લીધો, જેઓ હવે અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે. આ સાથે જ હૈદરાબાદે આ જીત બાદ 4 પોઈન્ટ બનાવી લીધા છે, પરંતુ તે હજુ પણ આઠમા સ્થાને છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

શું CSK ખાતું ખુલશે?

પોઈન્ટ ટેબલના નીચેના ભાગની વાત કરીએ તો આ પરિણામ પછી પણ અહીં કોઈ ફેરફાર થયો નથી. એ જ ત્રણ ટીમો છેલ્લી ત્રણ પોઝિશન પર છે, જે આ સિઝનના પહેલા અઠવાડિયાથી અહીં છે. હૈદરાબાદની ટીમ આઠમા સ્થાને છે, તેનું ખાતું ખુલી ગયું છે. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સ સતત 4 હાર સાથે નવમા સ્થાને છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પણ આટલી જ હાર સાથે છેલ્લા સ્થાને છે. ચેન્નાઈ સુપર કિંગ્સ તેની પાંચમી મેચ મંગળવારે 12 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમશે અને પોતાનું ખાતું ખોલવાની આશા રાખશે.

આ પણ વાંચોઃ

IPL 2022 Orange Cap: જોસ બટલરની આસપાસ પણ ફરકી ના શક્યો શુભમન ગિલ, હાર્દિક પંડ્યા ટોપ-10 માં સામેલ

આ પણ વાંચોઃ

IPL 2022: ગુજરાત ટાઈટન્સ સામે જીત બાદ SRH લાગ્યો મોટો ઝટકો, વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત થતા એક સપ્તાહ બહાર રહેશે

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">