‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ વિરુદ્ધ MLA અમીન પટેલની હાઈકોર્ટમાં પિટીશન, જાણો શું છે મામલો
હાઈકોર્ટમાં કરાયેલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો ફિલ્મને કમાઠીપુરા નામ સાથે રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવશે તો તેનાથી મહિલાઓનુ અપમાન થશે. આ ફિલ્મમાં 'કમાઠીપુરા' નામનો કોઈ સંદર્ભ હોવો જોઈએ નહીં.
Gangubai Kathiawadi : આલિયા ભટ્ટની (Alia Bhatt) ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને રિલીઝ (Gangubai Kathiawadi Movie) થવામાં માત્ર 3 દિવસ બાકી છે. આ ફિલ્મની જાહેરાતથી લઈને અત્યાર સુધી ઘણા વિવાદો થયા છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મોનો ઈતિહાસ મોટે ભાગે આ પ્રકારે જ રહ્યો છે. તેનું મોટું કારણ એ છે કે તેઓ ઐતિહાસિક વિષયો પર વધુ ફિલ્મો બનાવે છે અને આવા વિષયો પર વિવાદ થાય તે સ્વાભાવિક છે.
ફિલ્મ સાથે વધુ એક વિવાદ જોડાયો
હાલ આ ફિલ્મ સાથે વધુ એક વિવાદ જોડાયો છે. મહારાષ્ટ્રના ધારાસભ્ય અમીન પટેલ અને કમાઠીપુરાના રહેવાસીઓએ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં તેમના મતવિસ્તારના કમાઠીપુરાના નામના ઉપયોગ સામે બોમ્બે હાઈકોર્ટ (Bombay Highcourt) પહોંચ્યા છે. સાથે જ તેમણે માગ કરી છે કે ફિલ્મમાંથી તેને સેન્સર કરવામાં આવે અથવા તે નામની જગ્યાએ અન્ય કોઈ નામનો ઉપયોગ કરવામાં આવે.
ફિલ્મમાં ‘કમાઠીપુરા’ને વેશ્યાલય તરીકે બતાવવામાં આવ્યુ
Etimes ના અહેવાલ અનુસાર, કમાઠીપુરાની રહેવાસી શ્રદ્ધા સુર્વે દ્વારા પણ આ મામલે અરજી કરવામાં આવી છે. મંગળવારે આ અરજી જસ્ટિસ ગૌતમ આઉટ માધવ જામદારની ડિવિઝન બેંચ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જો કે ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ રહી હોવાથી તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી હતી. બેન્ચે કહ્યું છે કે તેની સુનાવણી બુધવારે થશે. આ સિવાય અમીન પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી PILનો ઉલ્લેખ ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમએસ કર્ણિકની ડિવિઝન બેન્ચ સમક્ષ કરવામાં આવી હતી. જે અરજીની સુનાવણી પણ બુધવારે જ થશે.
આ ફિલ્મ સાન ઝૈદીના પુસ્તકના એક પ્રકરણ પર આધારિત
સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ લેખક એસ હુસૈન ઝૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઓફ મુંબઈના એક પ્રકરણ પર આધારિત છે. જેમાં આલિયા ભટ્ટને ગંગુબાઈ તરીકે બતાવવામાં આવી છે. તે 1960ના દાયકામાં કમાઠીપુરાની સૌથી શક્તિશાળી પ્રિય અને આદરણીય મહિલામાંની એક હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “જો ફિલ્મને કમાઠીપુરા નામથી રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવશે, તો ત્યાંના રહેવાસીઓને ખાસ કરીને મહિલાઓ અપમાનનું કારણ બનશે. ‘કમાઠીપુરા’ નામનો કોઈ સંદર્ભ હોવો જોઈએ નહીં. ત્યારે હાલ ગંગુબાઈ કાઠીયાવાડી ફિલ્મના ડિરેક્ટરની મુશ્કેલી વધતી જવા મળી રહી છે.
આ પણ વાંચો: Report : બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં નવાઝુદ્દીન સિદ્દીકીની બોલબોલા, આ દિગ્ગજ નિર્માતા સાથે કરશે કામ