ફરી એક્શન અવતારમાં જોવા મળશે જોન અબ્રાહમ, Tehran નું પોસ્ટર શેર કરી આપી જાણકારી

જ્હોન અબ્રાહમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની આગામી ફિલ્મ 'તેહરાન'નું પોસ્ટર શેર કર્યું છે. આ સાથે તેણે દર્શકોને એ પણ જણાવ્યું કે તે આ નવી ફિલ્મમાં તે ધમાકેદાર એક્શન કરતા જોવા મળશે.

ફરી એક્શન અવતારમાં જોવા મળશે જોન અબ્રાહમ, Tehran નું પોસ્ટર શેર કરી આપી જાણકારી
Tehran poster released
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 5:39 PM

Tehran :  બોલિવૂડનો એક્શન કિંગ જોન અબ્રાહમ (John Abraham) અવારનવાર એક્શન ફિલ્મો (Action Film) કરતો જોવા મળે છે. આ વર્ષે રિલીઝ થનારી તેની ફિલ્મ ‘અટેક’ની(Attack)  ચર્ચા જોરમાં છે. આ ફિલ્મના પોસ્ટર અને ટીઝરને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ દરમિયાન જોને ચાહકોને વધુ એક ખુશખબર આપી છે. જ્હોને તેની નવી ફિલ્મનું પોસ્ટર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. આ ફિલ્મનું નામ ‘તેહરાન’ છે. આ ફિલ્મમાં પણ જોન એક્શન કરતો જોવા મળશે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. પોસ્ટરને જોઈને લાગે છે કે આ ફિલ્મમાં  જોન આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓ સામે લડતો જોવા મળશે. આ ફિલ્મમાં ફુલ એક્શન હશે, જેની માહિતી ખુદ જોને જ આપી છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

જોન અબ્રાહમે ઈન્સ્ટાગ્રામ દ્વારા નવી ફિલ્મ વિશે માહિતી આપી હતી

આગામી ફિલ્મ ‘તેહરાન’નું પોસ્ટર શેર કર્યું

જોન અબ્રાહમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની આગામી ફિલ્મ ‘તેહરાન’નું પોસ્ટર શેર કર્યું છે. આ સાથે તેણે દર્શકોને એ પણ જણાવ્યું કે તે આ નવી ફિલ્મમાં ધમાકેદાર એક્શન કરતા જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર શેર કરીને તેણે કેપ્શનમાં લખ્યું કે, એક્શનથી ભરપૂર ગણતંત્ર દિવસ 2023 માટે તૈયાર થઈ જાઓ. હું મારી આગામી ફિલ્મ તેહરાનની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.તમને જણાવી દઈએ કે,આ ફિલ્મને અરુણ ગોપાલન ડિરેક્ટ કરી રહ્યા છે. જ્યારે દિનેશ વિજન, શોભના યાદવ અને સંદીપ લેઝલ આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.આ ફિલ્મ રિતેશ શાહ અને આશિષ પી વર્માએ લખી છે.

જોનની ‘એટેક’ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે

જ્હોન સતત એક્શન ફિલ્મો કરી રહ્યા છે. તે એક્શનમાં માસ્ટર છે અને દર્શકો પણ તેને આ શૈલીમાં વધુ પસંદ કરે છે. આ વર્ષે રિલીઝ થનારી તેની ફિલ્મ ‘એટેક’ પણ એક એક્શન થ્રિલર છે. આ ફિલ્મ 1 એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેમાં જોન સાથે જેકલીન ફર્નાન્ડીઝ અને રકુલપ્રીત જોવા મળશે.

આ પણ વાંચો : Lock UP: કંગના રનૌતના શોના બીજા સ્પર્ધકનો થયો ખુલાસો, સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી થશે અભિનેત્રીની જેલમાં કેદ

g clip-path="url(#clip0_868_265)">