Miss World 2021 : પોલેન્ડની કેરોલિના બિલાવસ્કાએ જીત્યો મિસ વર્લ્ડ 2021 નો તાજ, ભારતની મનસા વારાણસીને ટોપ 6માં પણ ન મળ્યુ સ્થાન
તમને જણાવી દઈએ કે, મિસ વર્લ્ડ 2021 ની સ્પર્ધા ગયા વર્ષે જ યોજાવાની હતી, પરંતુ કોરોનાને કારણે આ બ્યુટી ઈવેન્ટ રદ્દ કરવામાં આવી હતી.
Miss World 2021 : પોલેન્ડની કેરોલિના બિલેવસ્કા (Karolina Bielawska)મિસ વર્લ્ડ 2021 ની વિજેતા (Miss World 2021 Winner) બની છે. મિસ વર્લ્ડ 2021 ની સ્પર્ધા પ્યુર્ટો રિકોમાં યોજાઈ હતી. પ્યુર્ટો રિકોના કોકા-કોલા મ્યુઝિક હોલમાં કેરોલિના બિલાવસ્કાને મિસ વર્લ્ડ 2021નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે,જમૈકાની ટોની એન સિંઘે કેરોલિનાને મિસ વર્લ્ડનો તાજ પહેરાવ્યો. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની શ્રી સેઈની (Shree Saini)આ સ્પર્ધાની પ્રથમ રનર અપ રહી.જ્યારે કોટે ડી’આઇવરની ઓલિવિયા બીજા સ્થાને રહી. તમને જણાવી દઈએ કે, પ્રથમ રનર અપ શ્રી સેઈની ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે.
Miss World 2021: Poland’s Karolina Bielawska wins crown, Indian-American Shree Saini becomes 1st runner-up
Read @ANI Story | https://t.co/TtYpo2wIEd#MissWorld2021 #MissWorld pic.twitter.com/sDKdiVayIA
— ANI Digital (@ani_digital) March 17, 2022
મનસા વારાણસીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ તે આ ટાઇટલ જીતી શકી નથી. ટોપ 13 સ્પર્ધકોમાં મનસા વારાણસીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ટોપ 6માં પસંદ ન થઈ શકી અને તે મિસ વર્લ્ડ બની શકી નહીં.
જાણો કોણ છે કેરોલિના બિલાવસ્કા?
HT એ મિસ વર્લ્ડ સંસ્થાને ટાંકીને તેના અહેવાલમાં જણાવ્યું છે કે, કેરોલિના બિલાવસ્કા હાલમાં મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી કરી રહી છે.જે બાદ તે PHD પણ કરવા માગે છે. કેરોલિનાને અભ્યાસનો ખૂબ શોખ છે. અભ્યાસ ઉપરાંત તે મોડલ તરીકે પણ કામ કરે છે. કેરોલિનાને સ્વિમિંગ અને સ્કુબા ડ્રાઇવિંગનો શોખ છે. આ સિવાય તેને સ્પોર્ટ્સમાં પણ રસ છે. કેરોલિનાને ટેનિસ અને બેડમિન્ટન રમવાનું પસંદ છે.
તમને જણાવી દઈએ કે, મિસ વર્લ્ડ 2021 ની સ્પર્ધા ગયા વર્ષે જ યોજાવાની હતી, પરંતુ કોરોનાવાયરસને કારણે આ બ્યુટી ઈવેન્ટ રદ્દ કરવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે, ભારતની મનસા વારાણસી પણ તે સમયે કોરોના વાયરસની શિકાર બની હતી. મનસાએ તેની મિસ વર્લ્ડ સફર વિશે તેના ચાહકોને જણાવ્યુ હતુ.તેણે કહ્યું હતુ કે, તે આ વિશ્વ સ્પર્ધામાં કેવી રીતે પહોંચી છે. જોકે, કેરોલિનાએ તાજ જીતતા મનસાની મિસ વર્લ્ડ બનવાની સફરનો અંત આવી ગયો છે.
આ પણ વાંચો : The Kashmir Files: બદરુદ્દીન અજમલની ફિલ્મ પ્રતિબંધની માગ પર CM હિમંતા બિસ્વાનો પલટવાર, કહ્યું ‘ધર્મ સાથે ન જોડો’