AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miss world 2021 Postponed : મિસ વર્લ્ડ 2021નું ફિનાલે થયું પોસ્ટપોન, 17 સ્પર્ધકો મળી આવ્યા હતા કોરોના પોઝિટીવ

આ માહિતીની જાહેરાત કરતા આયોજકોએ તેમની પોસ્ટમાં જણાવ્યું છે કે આરોગ્ય વિભાગ અને તબીબી નિષ્ણાંતોની સલાહ બાદ આ કાર્યક્રમ 90 દિવસની અંદર યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

Miss world 2021 Postponed : મિસ વર્લ્ડ 2021નું ફિનાલે થયું પોસ્ટપોન, 17 સ્પર્ધકો મળી આવ્યા હતા કોરોના પોઝિટીવ
Grand finale of Miss World 2021 postponed
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 12:53 PM
Share

મિસ વર્લ્ડ 2021 (Miss world 2021) સ્પર્ધા રદ કરવામાં આવી છે. આ ઈવેન્ટ પર કોરોનાની એન્ટ્રી બાદ આયોજકોએ આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે 17 જેટલા સ્પર્ધકોના અને ઇવેન્ટના કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આયોજકોને આ નિર્ણય લેવાની ફરજ પડી હતી. પ્યુર્ટો રિકોમાં (Puerto Rico) આજે સવારે લગભગ 4.30 વાગ્યે આ કાર્યક્રમ યોજાવાનો હતો. ભારતમાંથી મનસા વારાણસી (Mansa Varanasi) આ સ્પર્ધામાં પોતાની પ્રતિભા અને નસીબ અજમાવવા આવી છે. જેની જીત માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો હતો.

આ માહિતીની જાહેરાત કરતા આયોજકોએ તેમની પોસ્ટમાં જણાવ્યું છે કે આરોગ્ય વિભાગ અને તબીબી નિષ્ણાંતોની સલાહ બાદ આ કાર્યક્રમ 90 દિવસની અંદર યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે સ્પર્ધકોને કોરોનાના કહેરથી દૂર રાખવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ તમામ સાવચેતી પછી પણ આ સ્પર્ધા પર કોરોનાનું ગ્રહણ લાગ્યુ હતુ. આ સમયે સમગ્ર વિશ્વ ઓમિક્રોનના ભય હેઠળ છે અને આયોજકો તેને ધ્યાનમાં રાખીને કોઈ જોખમ લેવા તૈયાર નથી કારણ કે સમગ્ર વિશ્વની નજર આ સ્પર્ધા પર છે અને સ્પર્ધકો વિશ્વના ખૂણે ખૂણેથી આવ્યા છે.

View this post on Instagram

A post shared by Miss World (@missworld)

CEOનો દાવો જલ્દી પરત આવશું

મિસ વર્લ્ડ સ્પર્ધાના સીઈઓ, જુલિયા મોર્લેએ દાવો કર્યો છે કે તે ટૂંક સમયમાં આ જ શહેરમાં ફરીથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

ભારતની મનસા વારાણસી સ્પર્ધક 

હૈદરાબાદની મનસા વારાણસી આ વખતે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા પ્યુર્ટો રિકો ગઈ છે. જો કે તે કોરોનાના કહેરથી દૂર છે અને સમગ્ર દેશના લોકો તેની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે.

17 સ્પર્ધકો કોરોનાની ઝપેટમાં

મિસ વર્લ્ડ 2021 આ વખતે પ્યુર્ટો રિકોમાં યોજાઈ રહી છે. ત્યાંના આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી છે કે લગભગ 17 ઉમેદવારો અને કર્મચારીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.

આ પણ વાંચો –

Mayor Conference: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીમાં મેયર કોન્ફરન્સનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું, કહ્યું શહેરોની સુંદરતા વધારવા સ્પર્ધા શરૂ કરો

આ પણ વાંચો –

Current Affairs: 4 રનવે ધરાવતું દેશનું પહેલું એરપોર્ટ કયું હશે ? સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ટોચના 10 પ્રશ્નો અને તેના જવાબો

આ પણ વાંચો –

પેપર લીક કેસમાં અસિત વોરાને પદથી હટાવી પૂછપરછ કરવા યુવરાજ સિંહની માગ, કહ્યું ‘ગોપનીય પુરાવા ગૃહ રાજ્યમંત્રીને જ આપીશું’

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">