Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેપર લીક કેસમાં અસિત વોરાને પદથી હટાવી પૂછપરછ કરવા યુવરાજ સિંહની માગ, કહ્યું ‘ગોપનીય પુરાવા ગૃહ રાજ્યમંત્રીને જ આપીશું’

Head clerk paper leak: યુવરાજ સિંહે કહ્યું કે પ્રાંતિજમાં જે કલમો દાખલ કરવામાં આવી તે હળવી કલમો છે. અમે કડકથી કડક તપાસ ઇચ્છીએ છીએ. આ સાથે અસિત વોરા સામે કાર્યવાહીની માગ યુવરાજ સિંહે કરી છે.

પેપર લીક કેસમાં અસિત વોરાને પદથી હટાવી પૂછપરછ કરવા યુવરાજ સિંહની માગ, કહ્યું 'ગોપનીય પુરાવા ગૃહ રાજ્યમંત્રીને જ આપીશું'
Statement of Yuvraj Singh on GSSSB chairman Asit Vora regarding head clerk paper leak
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 12:04 PM

Head clerk paper leak: હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત સરકાર વતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું (Harsh sanghvi) નિવેદન આવ્યું છે. તો તેમના જણાવ્યા અનુસાર પ્રથમ દિવસથી આ મુદ્દે કાર્યવાહી થઇ છે. અને 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં 10 વિરુદ્ધ FIR દાખલ કરવાની વાત સામે આવી છે. તો આ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે (Yuvrajsinh) પત્રકારો સાથે વાત કરી હતી.

યુવરાજ સિંહે કહ્યું કે પ્રાંતિજમાં જે કલમો દાખલ કરવામાં આવી તે હળવી કલમો છે. અમે કડકથી કડક તપાસ ઇચ્છીએ છીએ. તો આ સાથે તેમણે એમ પણ કહ્યું કે અમારી માગણી એ છે કે તપાસ માંથી આસિત વોરાને દૂર કરવામાં આવે. અને એમની સંડોવણી આવે તો એમના પર પણ કાર્યવાહી થવી જોઈએ. જ્યારે બીજા આરોપીઓ ને પકડવાની તજવીજ શરૂ છે ત્યારે યુવરાજ સિંહે કહ્યું કે અમારી પાસે ગોપનીય પુરાવા છે એ માત્ર અમે હર્ષ સંઘવીને આપવા માંગીએ છીએ.

યુવરાજ સિંહની માગ છે કે ગૌણ સેવામાં અધ્યક્ષ પદ નો ચાર્જ અસિત વોરા પાસેથી લઈ લેવામાં આવે. અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય એ સુધી તેમને ચાર્જ ન આપવામાં આવે. અત્યાર સુધીમાં ગૃહ રાજ્યમંત્રી પ્રમાણે 10 લોકોની સંડોવણી સામે આવી છે, ત્યારે યુવારાજ સિંહે કહ્યું કે અમે બીજા લોકોની ધરપકડ માટે સહકાર આપવા તૈયાર છીએ.

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?

આ પદ પર અસિત વોરા પાસેથી ચાર્જ લઈને બીજા કોઇને ચાર્જ સોંપવામાં આવે તેમજ અસિત વોરા ની પૂછપરછ થવી કરવાની માગ યુવરાજ સિંહે કરી છે. તો પેપર ફૂટવાની મુખ્ય લિંક શોધવામાં સરકાર નિષ્ફળ રહી છે અને વચેટિયાઓની ઉપર પણ ઘણા લોકો સંડોવાયેલા હોવાના આક્ષેપો યુવરાજ સિંગે લગાવ્યા છે. યુવરાજ સિંહે કહ્યું કે અમે ગૃહ રાજ્યમંત્રી ને બધા ગોપનીય પુરાવા આપીશું. સરકારે વચેટિયા સામે ફરિયાદ કરી છે, મુખ્ય સૂત્રધાર સાબરકાંઠા જિલ્લાના જ હોઈ શકે છે.

તો હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરીને પેપર લીક થયાના છ દિવસ બાદ પેપર લીક થયું હોવાની કબૂલાત કરી છે. આ મામલે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે.

જેમાં અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારના મહેશ પટેલ, હિંમતનગરના પ્રાંતિજના ચિંતન પટેલ, હિંમતનગરના ધ્રુવ બ્રારોટ, દર્શન વ્યાસ, સુરેશ પટેલ તેમજ હિંમતનગરના કાણયોલના કુલદીપ પટેલની ધરપકડ કરાઈ છે. ગુનામાં પ્રાંતીજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો. આ કાંડમાં મુખ્ય આરોપી તરીકે 10 વ્યક્તિઓ છે. શંકાસ્પદ આરોપીઓને નાસી કે છટકી જવાની તક નથી અપાઈ તેવું હર્ષ સંઘવીએ કહ્યું.  24 થી વધારે પોલીસની ટીમો આ કેસમાં કાર્યરત હતી.

આ પણ વાંચો: Big News: પેપર લીકના કૌભાંડીઓના નામ સામે આવ્યા, જાણો કેવી રીતે ફૂટ્યું હતું પેપર

આ પણ વાંચો: પેપર લીક કેસમાં હર્ષ સંઘવીનું મોટું નિવેદન: પ્રથમ દિવસે જ પકડી લીધા હતા 6 આરોપી, સરકાર વતી નોંધાયો છે કેસ

g clip-path="url(#clip0_868_265)">