માલદીવ્સથી પાછા ફરતા જ મીરા રાજપૂત તેના કપડાંને લઇને થઇ ગઇ ટ્રોલ, યૂઝર્સ બોલ્યા ‘કપડાં તો પૂરા પહેરી લેતે’
એરપોર્ટ પર કાર તરફ જતી વખતે, મીરા તેની પુત્રી મીશાનો હાથ પકડીને જઇ રહી હતી અને તેના બીજા હાથમાં હેન્ડબેગ હતી. મીરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર (Shahid Kapoor) પરિવાર સાથે વેકેશન મનાવવા માલદીવ્સ (Maldives) ગયો હતો. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યા હતા. થોડા દિવસો માટે માલદીવ્સમાં આરામ કર્યા બાદ શાહિદ તેના પરિવાર સાથે મુંબઈ પરત ફર્યો છે. પરત ફરતાની સાથે જ મીરા રાજપૂત (Mira Rajput) તેના પોશાક માટે ટ્રોલર્સના નિશાના હેઠળ આવી ગઈ છે.
શાહિદ કપૂર તેના પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. શાહિદ બ્લેક કલરના આઉટફિટમાં દેખાયો હતો. તેણે બ્લેક જોગર સાથે બ્લેક જેકેટ પહેર્યું હતું. બીજી તરફ, મીરાએ બ્લેક શોર્ટ્સ સાથે સમાન રંગનો સ્વેટશર્ટ પહેર્યો હતો. તેના શોર્ટ્સની લંબાઈને કારણે કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
એરપોર્ટ પર કાર તરફ જતી વખતે, મીરા તેની પુત્રી મીશાનો હાથ પકડીને જઇ રહી હતી અને તેના બીજા હાથમાં હેન્ડબેગ હતી. મીરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક યુઝરે લખ્યું- કપડાં તો પૂરેપૂરા પહેરી લેતા… શોર્ટ્સ કેટલા ટૂંકા છે. લાગે છે, કશું જ પહેર્યું નથી. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું – તેણે શું પહેર્યું છે ? એક યુઝરે લખ્યું- બાળકોએ સંપૂર્ણ કપડાં પહેર્યા છે અને માતાએ ખૂબ નાના. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું – વાહ, તેના કપડાં ધીમે ધીમે નાના થઈ રહ્યા છે.
View this post on Instagram
મીરાને આ પહેલા પણ ઘણી વખત ટ્રોલ કરવામાં આવી છે પરંતુ તે ક્યારેય નફરતજનક ટિપ્પણીઓનો જવાબ આપતી નથી. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ અને ફોલોઅર્સ સાથે વાત કરતી રહે છે. એટલું જ નહીં, તે ચાહકો સાથે બ્યૂટી ટિપ્સ પણ શેર કરે છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયન લોકો ફોલો કરે છે.
તમને જણાવી દઈએ કે શાહિદ કપૂર અને મીરા રાજપૂતે વર્ષ 2015 માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. મીરા બોલિવૂડનો હિસ્સો નથી પરંતુ તે પોતાના દેખાવ અને ફેન ફોલોઈંગથી બોલિવૂડ સેલિબ્રિટીઓને માત આપે છે. તેની ફેન ફોલોઈંગ કોઈ સ્ટારથી ઓછી નથી. તે દરરોજ કંઈક ને કંઈક શેર કરતી રહે છે.
આ પણ વાંચો –
Facebook New Name: Meta અથવા Horizon હોય શકે છે ફેસબુકનું નવુ નામ? જાણો શું છે તેની પાછળનું કારણ
આ પણ વાંચો –
US military Operation: સીરિયામાં અલ-કાયદાના આતંકીનો બોલાવ્યો ખાત્મો, અમેરિકી સેનાએ ડ્રોન હુમલામાં ઠાર માર્યો
આ પણ વાંચો –