કેટરીના ઈન્દોરમાં વિકી સાથે એન્જોય કરી રહી છે ક્વૉલિટી ટાઈમ, જુઓ તસવીરો
કેટરીના કૈફ ગયા અઠવાડિયે ઈન્દોર પહોંચી હતી. બંનેએ સાથે મળીને લોહરીનો તહેવાર મનાવ્યો હતો. અભિનેત્રીએ તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

Katrina is enjoying quality time with Vicky in Indore
- કેટરીના કૈફ અને વિકી કૌશલ તેમના લગ્ન બાદથી સતત તેમના ફોટા શેર કરતા રહે છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ વિકી સાથે તેની પ્રથમ લોહરીની સુંદર તસવીરો શેર કરી હતી. હવે અભિનેત્રીએ તેની કેટલીક સેલ્ફી તસવીરો શેર કરી છે.
- અભિનેત્રી રેડ કલરના શર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે નો મેકઅપ લુકમાં તેની સુંદર તસવીરો શેર કરી છે. કેટરીનાની સુંદર તસવીરો પર કોમેન્ટ કરતાં તેની મિત્ર નેહા ધૂપિયાએ લખ્યું, ‘કૂલ કેપ્શન’.
- વિકી કૌશલ ડિસેમ્બરથી ઈન્દોરમાં શૂટિંગ કરી રહ્યો છે. દરમિયાન, અભિનેતા બે વખત મુંબઈ તેની પત્નિને મળવા આવી ચૂક્યો છે. વિકી હાલમાં સારા સાથે તેની આગામી ફિલ્મ ‘લુકા છુપ્પી 2’નું શૂટિંગ કરી રહ્યો છે. કેટરીના એક અઠવાડિયા પહેલા જ ઈન્દોર પહોંચી હતી. બંનેએ સાથે મળીને લોહરી સેલિબ્રેટ કરી હતી.
- કેટરીનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણી તસવીરો શેર કરી છે. આ ખાસ અવસર પર કેટે લાલ રંગનો પંજાબી એથનિક આઉટફિટ પહેર્યો હતો અને વિકી કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો.
- વિકી અને કેટરીનાએ લગ્નને એક મહિનો પૂરો થવા પર પોતાનો એક સુંદર ફોટો શેર કર્યો છે. આ સાથે કપલે તેમના લગ્નના સંગીતના કેટલાક અનસીન ફોટા પણ શેર કર્યા છે.