ગઈકાલ શનિવારે બધાની નજર ભારતના (India) સૌથી લોકપ્રિય OTT રિયાલિટી શો ‘લૉક અપ’ના (Lock Up) ફિનાલે પર હતી, જે ગઈકાલે સમાપ્ત થઈ ચુકી છે. આ શોના વિજેતાને લઈને ઘણી અટકળો પણ લગાવવામાં આવી રહી હતી, પરંતુ કંગના રનૌતે હવે આ સસ્પેન્સનો સંપૂર્ણ અંત લાવી દીધો છે. કંગના રનૌતના વિવાદાસ્પદ રિયાલિટી શો ‘લોક અપ’ની 71 દિવસની સફર શનિવારે પૂર્ણ થઇ ચુકી છે. આ શોના બધા કેદીઓ પોતાને વધુ સારા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પ્રિન્સ નરુલા, મુનવ્વર ફારૂકી, પાયલ રોહતગી, શિવમ શર્મા, અજમા ફલ્લાહ અને અંજલી અરોરાએ બધાને હરાવીને ટોપ 6માં પ્રવેશ મેળવ્યો હતો.
આ 6 સ્પર્ધકોમાંથી મુનાવર ફારુકી સૌથી આગળ હતો, કે જેણે આ શો જીત્યો છે. આ ઉપરાંત, 3 લોકો ફાઇનલિસ્ટ હતા, જેમાંથી મુનાવર ફારૂકી પ્રથમ, અંજલિ અરોરા અને ત્રીજી સ્પર્ધક પાયલ રોહતગી હતી. જો કે, લોકોની પહેલેથી જ અપેક્ષા હતી કે મુનવ્વર ફારૂકી આ શોનો વિજેતા બનશે.
આ શોએ શરૂઆતથી જ લોકોનું ઘણું મનોરંજન કર્યું હતું. જેના કારણે આ શો જોનારા લોકોની રેકોર્ડબ્રેક સંખ્યા પણ જોવા મળી હતી. આ શોની ફિનાલે 7 મેના રોજ એટલે કે 10:30 વાગ્યે નક્કી કરવામાં આવી હતી. નિર્ધારિત સમય મુજબ તેનો ગ્રાન્ડ ફિનાલે શરૂ થયો હતો. તેની ફિનાલે Alt બાલાજી અને MX પ્લેયર પર પ્રસારિત કરવામાં આવી હતી.
View this post on Instagram
View this post on Instagram
આ ગ્રાન્ડ ફિનાલેમાં કરણ કુન્દ્રા અને તેની કથિત ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશ પણ જેલર તરીકે પ્રવેશ્યા હતા. તે જ સમયે, લોકપ્રિય રેપર બાદશાહ પણ આ શોમાં ગેસ્ટ તરીકે પહોંચ્યા હતો. આ ફિનાલે એપિસોડમાં સ્પેશિયલ પરફોર્મન્સ પણ રજૂ થયું હતું. કંગનાએ આ શોમાં પોતાના કાતિલ ડાન્સ મૂવ્ઝથી શોના સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. તેણે પોતાની અપકમિંગ ફિલ્મ ‘ધાકડ’ના ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો.
View this post on Instagram
આ શોની ઈનામી રકમ પહેલાથી જ નક્કી કરવામાં આવી હતી. દરેક શોના વિજેતાને ટ્રોફીની સાથે ઈનામની રકમ પણ મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શોના વિજેતાને 20 લાખ રૂપિયા મળશે જે ચોક્કસપણે એક યોગ્ય ઇનામ છે. જો કે, નિર્માતાઓએ તેના વિશે કોઈ પૂર્વ માહિતી અથવા સત્તાવાર જાહેરાત કરી ન હતી. વિજેતા મુનવ્વરને રૂ. 20 લાખ તેમજ મારુતિ સુઝુકી અર્ટિગા અને ઇટાલીની ટ્રીપ મળી હતી.
આ શોમાં કંગનાએ તેની આગામી ફિલ્મ ‘ધાકડ’નું પ્રમોશન પણ કર્યું હતું. આ સાથે ‘ધાકડ’ના ડાયરેક્ટર રજનીશ ઘાઈ અને અભિનેત્રી દિવ્યા દત્તા પણ આ શોમાં પહોંચ્યા હતા. દિવ્યાએ શિવમને પોતાનો ફેવરિટ સ્પર્ધક ગણાવ્યો હતો. કંગનાએ પણ શિવમના વખાણ કર્યા હતા અને કહ્યું કે, તે એક જેન્ટલમેન છે. શોમાં કંગનાએ મુનવ્વરને લોકોને હસાવવાનું કહ્યું, જેના પર તેણે વારાફરતી બધાની મજાક પણ ઉડાવી હતી.
View this post on Instagram
શોના દર્શકોએ ફિનાલે પહેલા જ તેને વિજેતા જાહેર કરી દીધો હતો. હવે જ્યારે મુનવ્વર ફારૂકી આ શો જીતી ગયો છે, ત્યારે તેને એકતા કપૂરને કોઈ અપકમિંગ શોમાં લીડ રોલમાં જોવાની તેના ચાહકોની પૂરી આશા છે.
View this post on Instagram