Lara Dutta trolled : લારા દત્તાના જૂના મોબાઈલ કવર માટે કરવામાં આવી ટ્રોલ, અભિનેત્રીએ કંઈક આ અંદાજમાં આપ્યો જવાબ

Lara Dutta trolled : લારા દત્તાના જૂના મોબાઈલ કવર માટે કરવામાં આવી ટ્રોલ, અભિનેત્રીએ કંઈક આ અંદાજમાં આપ્યો જવાબ
Lara Dutta

લારા દત્તા એક પ્લે સિરીઝમાં જોવા મળશે. આ માટે તેણે પ્રમોશન શરૂ કરી દીધું છે. આ દરમિયાન તેના હાથમાં મોબાઈલમાં લગાવેલા તેના જૂના કવરે એક ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું.

TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Nov 21, 2021 | 6:54 AM

બૉલીવુડ એક્ટ્રેસ લારા દતા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. લારા દતા પ્રોફેશનલ લાઈફની સાથે -સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ લારા દતાને ટ્રોલ કરવામાં આવી છે. લારા દત્તા ટૂંક સમયમાં લાયન્સગેટ પ્લે સિરીઝ, હિક્સ એન્ડ હૂકઅપમાં જોવા મળશે. આ માટે તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે.

આ સંબંધમાં તે મીડિયા સાથે વાત કરતી જોવા મળી હતી. તેમની સાથેની એક તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં એક ફેન્સની નજર તેના જૂના મોબાઈલના કવર પર પડી હતી. આ સાથે ફેન્સે તેને ટ્રોલ કરી હતી અને ગરીબ ગણાવી હતી. તો બીજી તરફ અભિનેત્રીએ ફની રીતે ફેન્સને જવાબ આપ્યો.

લારા દત્તાના જૂના મોબાઈલ કવર પર કમેન્ટ કરતા ફેન્સે લખ્યું હતું કે, “મને લાગતું હતું કે આપણા જેવા માણસો જ ગરીબ હોય છે… હવે લારા દત્તાજીને જુઓ, તેમણે 2 વર્ષથી પોતાનું મોબાઈલ કવર બદલ્યું નથી.” વ્યક્તિના ટ્વીટનો ફની રીતે જવાબ આપતા લારાએ લખ્યું, “સાચું કહ્યું!!! કારણ કે કેટલીક વસ્તુઓ સાથે લાગણીઓ જોડાયેલી હોય છે.” એક્ટ્રેસના આ યોગ્ય જવાબથી ફેન્સની બોલતી બંધ થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા લારા ડેટિંગ એપ્સ પર પોતાની ફેક પ્રોફાઈલને લઈને પણ ચર્ચામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ડેટિંગ એપ પર તેની પ્રોફાઇલ છે. તેણે આ અંગે સ્પષ્ટતા શેર કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર જવું પડ્યું હતું.

તેણીએ વિડિયો પોસ્ટ કરતા કહ્યું, “ગઈકાલથી, મારી ફીડ કેટલાક મીમ્સ અને કેટલાક મેસેજથી ભરાઈ ગઈ છે જે મને કહે છે કે મારી પાસે કોઈ પ્રકારની ડેટિંગ એપ્લિકેશન પર પ્રોફાઇલ છે. હું ગઈકાલથી પાગલ થઈ ગઈ છું. લોકોને એક જવાબ આપવાનો પ્રયાસ કરી રહી છું. તેથી, મને લાગ્યું કે તમે ઓનલાઈન જઈને આ અંગે સ્પષ્ટતા કરો તો સારું રહેશે, અત્યારે હું કોઈ ડેટિંગ એપ પર નથી કે હું ક્યારેય આવી નથી.”

લારા છેલ્લે ફિલ્મ બેલ બોટમમાં જોવા મળી હતી જેમાં અક્ષય કુમાર, વાણી કપૂર અને હુમા કુરેશી મુખ્ય ભૂમિકામાં હતા. લારાએ આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું હતું. લારાના દેખાવ અને અભિનયને દર્શકો અને ક્રિટીક્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. સોશિયલ મીડિયા પર પણ લારાના વખાણ થયા હતા. લારાના આગામી પ્રોજેક્ટ્સ વિશે કોઈ માહિતી નથી. પરંતુ એવું લાગે છે કે લારા જે નવી જાહેરાત કરવા જઈ રહી છે તે તેની આગામી ફિલ્મ વિશે હોઈ શકે છે.

આ પણ વાંચો : EPFOની મોટી જાહેરાત, હવે નોકરી બદલવા પર PF એકાઉન્ટ નહીં કરાવવું પડે ટ્રાન્સફર, સેન્ટ્રલાઈઝ સિસ્ટમથી થઈ જશે કામ

આ પણ વાંચો : Kangana Ranaut Controversy: કોંગ્રેસે કંગના રનૌત વિરુદ્ધ કરી ફરિયાદ, મહારાષ્ટ્રના અકોલામાં અભિનેત્રી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની કરી માંગ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati