AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut Controversy: કોંગ્રેસે કંગના રનૌત વિરુદ્ધ કરી ફરિયાદ, મહારાષ્ટ્રના અકોલામાં અભિનેત્રી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની કરી માંગ

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ હાજી સૈયદ કમરુદ્દીને શુક્રવારે (19 સપ્ટેમ્બર)ના રોજ કંગના રનૌત વિરુદ્ધ પાતુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પોલીસ ઈન્સ્પેક્ટર હરીશ ગવળીને કંગના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવા વિનંતી કરી છે.

Kangana Ranaut Controversy: કોંગ્રેસે કંગના રનૌત વિરુદ્ધ કરી ફરિયાદ, મહારાષ્ટ્રના અકોલામાં અભિનેત્રી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની કરી માંગ
Kangana Ranaut (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 9:27 PM
Share

અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) વિરુદ્ધ મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના પાતુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજ્ય લઘુમતી કોંગ્રેસ સમિતિના સચિવ હાજી સૈયદ કમરૂદ્દીને (Haji Sayyed Kamruddin) આ ફરિયાદ કરી છે. સૈયદ કમરુદ્દીને કહ્યું છે કે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના નિવેદનથી સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન થયું છે. તેથી કંગના રનૌત સામે રાજદ્રોહનો કેસ દાખલ થવો જોઈએ.

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ હાજી સૈયદ કમરુદ્દીને શુક્રવારે (19 સપ્ટેમ્બર)ના રોજ કંગના રનૌત વિરુદ્ધ પાતુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પોલીસ ઈન્સ્પેક્ટર હરીશ ગવળી પાસે કંગના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવા માંગ કરી છે.

ભારતની આઝાદી પર કંગના રનૌતનું વિવાદાસ્પદ નિવેદન

બોલિવૂડ ક્વીન કંગના રનૌત હાલમાં મહાત્મા ગાંધી પર પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં છે. કંગનાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે તેના પર ઘણી ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે. કંગનાએ મંગળવારે (16 નવેમ્બર) પોતાના નિવેદનમાં કહ્યું કે મહાત્મા ગાંધીએ સુભાષ ચંદ્ર બોઝ અને ભગતસિંહની મદદ કરી ન હતી. આ સિવાય કંગનાએ કહ્યું કે જો કોઈ એક ગાલ પર થપ્પડ મારે તો બીજો ગાલ આગળ ફેરવવાથી આઝાદી મળતી નથી.

1947માં ભીખ માંગવામાં આઝાદી આપવામાં આવી હતી. વાસ્તવિક આઝાદી 2014માં મળી હતી. કંગનાના ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી આ પોસ્ટને લઈને ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

કંગના રનૌતે તેના સ્પષ્ટીકરણમાં શું કહ્યું?

જ્યારે કંગનાના આ વિચારો પર ઘણી પ્રતિક્રિયાઓ આવવા લાગી અને તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો, ત્યારે તેણે કહ્યું, ‘મેં સ્પષ્ટપણે કહ્યું છે કે 1857ની ક્રાંતિ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ હતી, જેને દબાવી દેવામાં આવી હતી. આ પછી બ્રિટિશ રાજનો અત્યાચાર અને તેમની ક્રૂરતા વધી ગઈ. આના લગભગ સો વર્ષ પછી આપણને ભીખના રૂપમાં આઝાદી મળી.

આ રીતે કર્યું પોતાના નિવેદનનું સમર્થન

ન્યૂઝ પેપરના આર્ટીકલનું જૂનું કટિંગ શેર કરતાં કંગના રનૌતે લખ્યું ‘1947માં એવું શું થયું હતું, આ કોઈ મને જણાવશે તો હું મારો પદ્મશ્રી એવોર્ડ પરત કરીશ. 1857માં કઈ લડાઈ લડવામાં આવી હતી તે આપણે જાણીએ છીએ. પરંતુ 1947માં કઈ લડાઈ લડવામાં આવી હતી, તે આપણે જાણતા નથી.’

આ પણ વાંચો :  Cruise Drug Case: આર્યન ખાનના જામીન સંબંધિત વિગતવાર આદેશ સામે આવ્યો, કોર્ટે કહ્યું- ગુનાની યોજના બનાવવાના કોઈ પુરાવા નથી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">