AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kunal Kapoor લોન્ચ કરી રહ્યા છે પોતાનું પ્રોડક્શન હાઉસ, દેખાડશે ભારતના વિન્ટર ઓલિમ્પિયન શિવ કેશવનની સ્ટોરી

કુણાલ કપૂર કહે છે કે તેમને માત્ર એક અભિનેતા તરીકે જ નહીં પરંતુ નિર્માતા અને દિગ્દર્શક તરીકે પણ વાર્તાઓને જીવંત કરવાનું પસંદ છે.

Kunal Kapoor લોન્ચ કરી રહ્યા છે પોતાનું પ્રોડક્શન હાઉસ, દેખાડશે ભારતના વિન્ટર ઓલિમ્પિયન શિવ કેશવનની સ્ટોરી
Kunal Kapoor
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 7:09 PM
Share

‘રંગ દે બસંતી’ (Rang De Basanti) ફેમ કુણાલ કપૂર (Kunal Kapoor) પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવા માટે તૈયાર છે અને અભિનેતાએ તે વાર્તા પણ પસંદ કરી છે જેને તે તેના માધ્યમ દ્વારા કહેવા માંગે છે. આ સમાચાર જાહેર કરતા કુણાલે કહ્યું, ‘હું એક સહાયક દિગ્દર્શકના દિવસોથી વાર્તાઓ લખી રહ્યો છું અને હું તે વાર્તાઓ માત્ર એક અભિનેતા તરીકે જ નહીં, પણ એક નિર્માતા અને દિગ્દર્શક તરીકે તે વાર્તાઓને જીવંત કરવાનું પસંદ કરીશ.’

અભિનેતાએ કહ્યું, “એક અભિનેતા તરીકે, તમને કઈ વાર્તાઓ કહેવા મળે છે તેના પર તમારું બહુ ઓછું નિયંત્રણ હોય છે. તમે માત્ર તે જ પસંદ કરી શકો છો જે તમને ઓફર કરવામાં આવે છે અને તમે કોઈ બીજાની દ્રષ્ટિનો ભાગ છો, પરંતુ એક નિર્માતા તરીકે, તમારી પાસે પોતાની દ્રષ્ટિને જીવંત કરવાની તક મળે છે.

તમને જણાવી દઈએ કે કુણાલ કપૂર તેમના પ્રોડક્શન હાઉસ હેઠળ છ વખત વિન્ટર ઓલિમ્પિયન અને વિન્ટર ઓલિમ્પિક ગેમ્સમાં લ્યુજમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય પ્રતિનિધિ જેને ‘ઈન્ડિયાઝ ફાસ્ટેસ્ટ મેન ઓન આઈસ’ (India’s Fastest Man On Ice) તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવ કેશવન (shiva keshavan) ની બાયોપિક પર કામ કરશે.

શા માટે પસંદ કરી આ વાર્તા

તેમણે આ વાર્તા કહેવા શા માટે પસંદ કરી તે વિશે વાત કરતા કુણાલ કહે છે, “તે એક અદભૂત એથલીટ છે. મને શિવ કેશવન પ્રત્યે આકર્ષિત કરવા વાળી ખાલી તે વાત નહોતી કે તેમણે છ વખત ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પણ તે ભારતની ભાવના અને અવિશ્વસનીય વસ્તુઓ વિશેની પણ એક વાર્તા હતી જે આપણે મર્યાદિત સંસાધનોની સાથે મેળવામાં કામયાબ થાય છે.

કુણાલ કપૂરે વિવિધ પ્રોજેક્ટ્સ પર વિવિધ ક્ષમતાઓમાં કામ કરતા વિવિધ હોદ્દાઓ નિભાવ્યા છે. તે આગામી શો ધ એમ્પાયરમાં અભિનેતા તરીકે જોવા મળશે. આ સિવાય, તે એવા પ્રોજેક્ટ પર લખી રહ્યા છે જેની જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો :- Tokyo Olympics: રણદીપ હુડ્ડા સહીત અનેક સ્ટાર્સની ભારતીય મહિલા હોકી ટીમ ઉપર અભિનંદન વર્ષા

આ પણ વાંચો :- Fear: કરણ જોહરે કહ્યુ, શું છે તેમના જીવનનો સૌથી મોટો ડર, શેના કારણે થાય છે તકલીફ

g clip-path="url(#clip0_868_265)">