લિજેન્ડની બાયોપિકમાં મીના કુમારીનો રોલ કરશે ક્રિતી સેનન ? જાણો સંપૂર્ણ વિગતો

OTT પ્લેટફોર્મ દ્વારા મીના કુમારીના જીવન પર પણ એક વેબ સિરીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે.

લિજેન્ડની બાયોપિકમાં મીના કુમારીનો રોલ કરશે ક્રિતી સેનન ? જાણો સંપૂર્ણ વિગતો
Actress kriti sanon (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 11:19 AM

Meera Kumari Biopic :ક્રિતી સેનન પાસે (Kriti sanon)આજકાલ ફિલ્મોની લાંબી યાદી છે. હાલમાં જ તેની કેટલીક ફિલ્મો રિલીઝ થઈ છે જે હિટ સાબિત થઈ છે. તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ (Bachchan Pandey)માં તેની સાથે અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝ પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા.જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ(Box Office Collection) પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે જાણીને ચાહકો ખુબ જ ઉત્સાહિત થઈ જશે. અહેવાલો મુજબ ક્રિતી સેનન મીના કુમારીની બાયોપિકમાં જોવા મળવાની છે. જો કે ક્રિતી તરફથી હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

ક્રિતી સેનન મીના કુમારીની બાયોપિકમાં જોવા મળશે

ETimesના અહેવાલ મુજબ, હવે બોલિવૂડમાં દિવંગત અભિનેત્રી મીના કુમારી (Meera Kumari) પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. T-Series દિગ્ગજ સ્ટાર પર બાયોપિક બનાવવા માટે કામ કરી રહી છે અને મીના કુમારીનું પાત્ર ભજવવા માટે ક્રિતી સેનની પસંદગી કરવામાં આવી છે.

કામની ગણના સારા કલાકારોમાં થાય છે

ફિલ્મ ‘મિમી’ રિલીઝ થયા બાદ કૃતિની ગણતરી મહાન અભિનેત્રીઓમાં થવા લાગી છે. તેણે ‘મિમી’માં સરોગેટ માતાની ભૂમિકા ભજવીને દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રીની(Actress Kriti sanon) તાજેતરની રિલીઝ પછી, તેને એક સારા કલાકાર તરીકે જોવામાં આવી રહી છે. જો તે મીના કુમારી પર બાયોપિક બનાવે છે તો તે તેના માટે મોટો પડકાર હશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

બાયોપિકનું નિર્દેશન કરવા માટે કેટલાક નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા

જો બધુ બરાબર રહ્યું તો ફિલ્મ પર કામ જલ્દી શરૂ થઈ શકે છે. બાયોપિકનું નિર્દેશન કોણ કરશે તે અંગે કેટલાક નામો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.બીજી તરફ, એક OTT પ્લેટફોર્મ મીના કુમારીના જીવન પર એક વેબ સિરીઝ લાવવાનું આયોજન કરી રહ્યું છે, જેની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે.

‘બચ્ચન પાંડે’માં જોવા મળી રહી છે ક્રિતી

ટી-સીરીઝ દ્વારા ટૂંક સમયમાં જ આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઈએ કે કૃતિ સેનનની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ હોળીના અવસર પર રીલિઝ થઈ હતી. જોકે, ફિલ્મ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી રહી નથી. આ ફિલ્મમાં ક્રિતી ઉપરાંત અક્ષય કુમાર(Akshay Kumar)  અને જેકલીન ફર્નાન્ડીઝ પણ છે.

આ પણ વાંચો : Shraddha Kapoor Breakup : શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠના સંબંધોમાં તિરાડ, શું બંને 4 વર્ષના રિલેશનશિપ બાદ અલગ થયા ?

g clip-path="url(#clip0_868_265)">