AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday: વિલનના પાત્રથી મળી ઓળખ, જાણો અભિનેતા પ્રકાશ રાજ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

તમિલ અને તેલુગુ સિનેમા સિવાય પ્રકાશ રાજે બોલિવૂડમાં પણ પોતાની જગ્યા બનાવી છે. તેમને હિન્દી સિનેમાના બેસ્ટ વિલનમાંથી એક ગણવામાં આવે છે.

Happy Birthday: વિલનના પાત્રથી મળી ઓળખ, જાણો અભિનેતા પ્રકાશ રાજ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો
Actor prakash raj birthday
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 6:52 AM
Share

સાઉથ અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં(Bollywood Industry)  પોતાની જબરદસ્ત એક્ટિંગથી ચાહકોના દિલ પર રાજ કરનાર એક્ટર પ્રકાશ રાજ (Actor Prakash Raj) આજે પોતાનો 57મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. તેણે પડદા પર અભિનયનું નવું પરિમાણ ઊભું કર્યું છે. આજે લોકો તેને ઘર-ઘર વિલન તરીકે ઓળખે છે. તેણે પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં એક અલગ છાપ છોડી છે. અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા પ્રકાશ રાજ (Prakash Raj Birthday) માત્ર પડદા પર જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ દમદાર અને બેબાક વ્યક્તિત્વ ધરાવે છે. પ્રકાશ રાજના જન્મદિવસ પર જાણો તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

વિલન બનીને ચાહકોના દિલ પર રાજ કર્યું

પ્રકાશ રાજનો જન્મ 26 માર્ચ 1965ના રોજ બેંગ્લોરમાં થયો હતો, પ્રકાશ રાજનું સાચું નામ પ્રકાશ રાય છે, જેમને તેઓ તમિલ નિર્દેશક કે.કે. બાલાચંદરના કહેવાથી બદલો તેઓ એક્ટિંગની દુનિયામાં જોડાયા હતા. પ્રકાશ રાજે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મોથી નહીં પરંતુ TV શો થી કરી હતી. જોકે તેમનો પહેલો લગાવ થિયેટર સાથે હતો. પ્રકાશ રાજ શરૂઆતના તબક્કામાં શેરી નાટક પણ કરતા હતા. થિયેટરમાં કામ કરવા માટે તેને મહિને 300 રૂપિયા મળતા હતા. ત્યારબાદ તેણે 1994માં ફિલ્મ ‘Duet’થી તમિલ સિનેમામાં ડેબ્યૂ કર્યું.

પ્રકાશ રાજનું નામ બોલિવૂડના ખતરનાક ખલનાયકોમાંથી એક

તમિલ અને તેલુગુ સિનેમા સિવાય પ્રકાશ રાજે બોલિવૂડમાં પણ પોતાની જગ્યા બનાવી છે. તેમને હિન્દી સિનેમાના શ્રેષ્ઠ વિલનમાંથી એક ગણવામાં આવે છે. બોલિવૂડમાં તેણે ‘વોન્ટેડ, સિંઘમ’, ‘દબંગ-2’, ‘મુંબઈ મિરર’, ‘પોલીસગીરી’, ‘હીરોપંતી’, ‘જંજીર’ જેવી ફિલ્મો કરી છે. પોતાના નેગેટિવ રોલથી તેણે દર્શકોમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. પ્રકાશ રાજને તેમના શાનદાર અભિનય માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે.

પહેલી પત્નીથી છૂટાછેડા

પ્રકાશ રાજ માત્ર તેમના કામને લઈને જ નહીં પરંતુ તેમની અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. પ્રકાશ રાજે 1994માં સાઉથ એક્ટ્રેસ લલિત કુમારી સાથે લગ્ન કર્યા હતા. જોકે બંનેના છૂટાછેડા થઈ ગયા છે. બંનેને બે દીકરીઓ અને એક દીકરો હતો પરંતુ તેમનું અવસાન થયું છે. પ્રકાશે અનેક ઈન્ટરવ્યુમાં પોતાના પુત્રના મૃત્યુ અંગે વાત કરતા જોવા મળે છે.

બેબાક અભિપ્રાય આપવામાં આગળ છે અભિનેતા

પ્રકાશ રાજ અનેક મુદ્દાઓ પર વિવાદાસ્પદ નિવેદનો આપીને વારંવાર લોકોની ટીકાનો શિકાર બની ચૂક્યા છે. સામાજિક હોય કે રાજકીય મુદ્દો, પ્રકાશ રાજ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપવામાં પાછળ પડતા નથી.

આ પણ વાંચો : ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ બોક્સ ઓફિસ પર નિષ્ફ્ળ

Follow Us
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
g clip-path="url(#clip0_868_265)">