KKK 13: બોલિવૂડની આ અભિનેત્રી રોહિત શેટ્ટીના શો ખતરો કે ખિલાડીમાંથી બાહર, માત્ર થોડી સેકેન્ડના કારણે હારી ટાસ્ક
ખતરો કે ખિલાડી 13'માં અત્યાર સુધીમાં ઘણા સ્પર્ધકોને શોમાંથી બહાર કરવામાં આવ્યા છે. પરંતુ આ શોમાં અંજુમ ફકીહ અને ડેઝી શાહ જેવા કેટલાક સ્પર્ધકોને ફરીથી નસીબ અજમાવવાની તક આપવામાં આવી હતી. જોકે, બંને આ તકનો લાભ ઉઠાવી શક્યા ન હતા. તેમજ ટૂંક સમયમાં આ શોમાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. આ ટ્વિસ્ટને કારણે દિવ્યાંકા ત્રિપાઠી, ફૈઝુ અને હિના ખાન શોમાં ચેલેન્જર્સ તરીકે એન્ટ્રી કરવાના છે.

KKK 13 : કલર્સ ટીવીના એડવેન્ચર રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી‘ સીઝન 13ના ફોર્મેટમાં મેકર્સે કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફારોને કારણે, રોહિત શેટ્ટી શોમાંથી બહાર થઈ ગયેલા કેટલાક ખેલાડીઓને બીજી તક આપે છે. ગયા અઠવાડિયે શોમાંથી બહાર કાઢવામાં આવ્યા હોવા છતાં, રોહિત શેટ્ટીએ બોલિવૂડ અભિનેત્રી ડેઝી શાહને ‘ખતરો કે ખિલાડી’માં તેનું નસીબ અજમાવવાની બીજી એક તક આપી હતી. જોકે, પોતાને સાબિત કરવાની તક મળવા છતાં ડેઝી આ શોમાં કંઈ ખાસ બતાવી શકી ન હતી અને તેને શોમાંથી બહાર કરવી પડી છે.
ખતરોં કે ખિલાડી 13 ના લેટેસ્ટ એપિસોડમાં, અમે ડેઝી અને અર્ચનાને છેલ્લા ટાસ્કમાં એકબીજા સાથે ટકરાતા જોયા. આ ટાસ્કમાં બંનેએ પહેલા મગરના પાંજરામાં જઈને અમુક ફ્લેગ્સમાં છુપાયેલી ચાવીઓ શોધી કાઢી અને પછી એ ચાવીઓની મદદથી પિંજરાનો એક દરવાજો ખોલીને બીજા પાંજરામાં જઈને બીજા પાંજરામાં હાજર લામાને દૂધ પીવડાવવાનો ટાસ્ક હતો. પાંજરું બંને સ્પર્ધકો દ્વારા આ ટાસ્ક કરવા માટે જે સમય લાગશે તેના પર કોઈ એક બહર નિકળશે તે છેલ્લો નિર્ણય હશે. ત્યારે અર્ચના ગૌતમ અને ડેઝી શાહ બંનેએ આ કાર્ય પૂર્ણ કર્યું હતુ પણ અલગ અલગ સમયમાં.
.@ShahDaisy25 phir se hoti hai eliminate. Did your heart break on hearing this news? #KhatronKeKhiladi #KhatronKeKhiladi13 #KKK13 #RohitShetty pic.twitter.com/5NvMrogmbc
— ColorsTV (@ColorsTV) September 3, 2023
ડેઝી શાહ થોડી સેકન્ડથી હારી ગઈ
અંતે ડેઝી શાહની શોથી બહાર થઈ રહી છેની જાહેરાત કરતાં રોહિત શેટ્ટીએ કહ્યું કે અર્ચનાએ 7 મિનિટ 19 સેકન્ડમાં ટાસ્ક પૂર્ણ કર્યું જ્યારે ડેઝી શાહે ટાસ્ક પૂર્ણ કરવામાં 7 મિનિટ 36 સેકન્ડનો સમય લીધો. થોડીક સેકન્ડના કારણે અર્ચના ગૌતમ ટાસ્ક જીતી ગઈ અને ડેઝીને શોમાંથી બહાર કરવી પડી. ટૂંક સમયમાં આ શોમાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. આ ટ્વિસ્ટને કારણે દિવ્યાંકા ત્રિપાઠી, ફૈઝુ અને હિના ખાન શોમાં ચેલેન્જર્સ તરીકે એન્ટ્રી કરવાના છે. ફેન્સ પણ આ નવા ટ્વિસ્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
ઘણા સ્પર્ધકો થયા શોમાંથી બાહર
‘ખતરો કે ખિલાડી 13’માં અત્યાર સુધીમાં ઘણા સ્પર્ધકોને શોમાંથી બહાર કરવામાં આવ્યા છે. પરંતુ આ શોમાં અંજુમ ફકીહ અને ડેઝી શાહ જેવા કેટલાક સ્પર્ધકોને ફરીથી નસીબ અજમાવવાની તક આપવામાં આવી હતી. જોકે, બંને આ તકનો લાભ ઉઠાવી શક્યા ન હતા.
Latest News Updates





