AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF સ્ટાર યશ અને કંટારા ફેમ ઋષભ શેટ્ટીને મળ્યા વડાપ્રધાન મોદી, આ મુદ્દા પર થઈ વાતચીત

પીએમ મોદીએ બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023માં હાજરી આપી હતી. આ અવસર પર તેઓ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સિતારાઓને મળ્યા. ભાજપના કર્ણાટક યુનિટે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ મુલાકાતની તસવીરો શેર કરી છે.

KGF સ્ટાર યશ અને કંટારા ફેમ ઋષભ શેટ્ટીને મળ્યા વડાપ્રધાન મોદી, આ મુદ્દા પર થઈ વાતચીત
PM Modi Meets Kannada ActorsImage Credit source: Twitter, Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 7:27 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ KGF સ્ટાર યશ અને કંટારા ફેમ અભિનેતા ઋષભ શેટ્ટી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023માં હાજરી આપી હતી. આ અવસર પર તેઓ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સિતારાઓને મળ્યા. ભાજપના કર્ણાટક યુનિટે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ મુલાકાતની તસવીરો શેર કરી છે.

આ પણ વાંચો: કોણ છે આ બ્યુટી ક્વિન ઓક્શનર મલાઇકા અડવાણી કે જે મહિલા IPLમાં હરાજીની પ્રક્રિયામાં ભજવશે મહત્વનો રોલ

ઘણા સ્ટાર્સ સાથે પીએમ મોદીની મુલાકાતની તસવીર શેર કરતા કર્ણાટક બીજેપીએ જણાવ્યું છે કે સ્ટાર્સ સાથે વડાપ્રધાને સંસ્કૃતિ, નવા ભારત અને કર્ણાટક રાજ્યની પ્રગતિ વિશે ચર્ચા કરી. તસવીરમાં ઋષભ શેટ્ટી અને યશ પણ ઈન્ડસ્ટ્રીના અન્ય ઘણા લોકો સાથે જોવા મળે છે.

KGF 2 અને કંટારાએ મજબૂત કમાણી કરી છે

ફિલ્મ KGF 2 કન્નડ ઉદ્યોગની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. તેણે વિશ્વભરમાં લગભગ 1,250 કરોડનો મજબૂત બિઝનેસ કર્યો છે. બીજી તરફ, ઓછા બજેટની કંતારાએ પણ તેની રિલીઝ પછી વિશ્વભરમાં હલચલ મચાવી દીધી હતી. મજબૂત એક્શન, મજબૂત અભિનય અને શાનદાર કહાની ધરાવતી આ ફિલ્મે વિશ્વભરમાં 400 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ બંને ફિલ્મોએ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને દુનિયાભરમાં ઓળખ અપાવી છે.

View this post on Instagram

A post shared by Shraddha (@aiyyoshraddha)

PM મોદીને મળનારાઓમાં શ્રદ્ધા (અય્યો શ્રાદ્ધ) પણ સામેલ હતી. શ્રદ્ધા એક પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામ પર્સનાલિટી છે. શ્રદ્ધાએ પીએમ સાથેની મુલાકાતની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. તેણે લખ્યું, “હા, હું આપણા દેશના વડાપ્રધાનને મળી. મને મળીને તેમણે પહેલો શબ્દ જે બોલ્યો તે હતો ‘અય્યો’. આ મીટિંગ પર ખુશી વ્યક્ત કરતાં તેણે કહ્યું છે કે તે પોતાની પાંપણ પણ પટકાવતી નહોતી.

દિવંગત અભિનેતા પુનીતની પત્નીને પણ મળ્યા

આ દરમિયાન પીએમ મોદી સ્વર્ગસ્થ કન્નડ અભિનેતા પુનિત રાજકુમારની પત્ની અશ્વિની પુનિત રાજકુમારને પણ મળ્યા હતા. આપને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ અશ્વિની પુનિતે એક રોડનું નામ તેના પતિ પુનિત રાજુકમારના નામ પર રાખવા બદલ કર્ણાટક સરકારનો આભાર માન્યો હતો.

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">