KGF ચેપ્ટર 2 : સંજય દત્તે ખાસ રીતે ચાહકોનો આભાર માન્યો, જુઓ પોસ્ટ
KGF ચેપ્ટર 2 વિશે સંજય દત્તે કહ્યું કે મારા માટે આ એક એવી ફિલ્મ હતી જે ખૂબ જ અલગ છે. KGF ચેપ્ટર 2 પર ઘણા સમયથી ચર્ચા થઈ રહી હતી. દર્શકો સંજય દત્તના 'અધીરા'ના પાત્રની (Villain) આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

બોલિવૂડ (Bollywood) એક્ટર સંજય દત્ત (Sanjay Dutt) તાજેતરમાં ‘KGF Chapter 2’ Filmને કારણે સતત ચર્ચામાં છે. અભિનેતા સંજય દત્તે આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. પોતાની આ પોસ્ટમાં અભિનેતા લખે છે- ‘હું ઘણીવાર એવી ફિલ્મો શોધું છું, જે મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવે. KGF ચેપ્ટર 2 મારા માટે આવી જ એક ફિલ્મ હતી. દર્શકો સંજય દત્તના મજબૂત ખલનાયક ‘અધીરા’ના પાત્રની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને તે દરેકની અપેક્ષાઓ કરતાં વધુ શ્રેષ્ઠ રીતે બહાર આવ્યું છે. આ પાત્ર સાથે, અભિનેતાએ સાબિત કર્યું છે કે જ્યારે પાત્રને તેની શ્રેષ્ઠ ક્ષમતા અનુસાર રજૂ કરવાની વાત આવે છે, ત્યારે તેનું વ્યક્તિત્વ અજોડ છે.
સંજય દત્તે કહ્યું કે ચાહકોનો ખુબ ખુબ આભાર
View this post on Instagram
અભિનેતાએ તેના સોશિયલ મીડિયા પર તેના ચાહકો માટે આભારની નોંધ શેર કરી છે, જેમાં તેણે તેના જીવનની સૌથી ખાસ ફિલ્મ આપવા બદલ નિર્દેશક પ્રશાંત નીલ અને તેની ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. KGF: Chapter 2 ની રિલીઝ સાથે, સંજય દત્તના ચાહકો આગલા સ્તરે પહોંચી ગયા છે. અભિનેતા જ્યાં પણ જાય છે, તે તેના ચાહકો સાથે શ્રેષ્ઠ ક્ષણોનો આનંદ માણી રહ્યો છે.
સંજય દત્તની પોસ્ટ અહીં જુઓ
View this post on Instagram
કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 માટે દર્શકોએ ઘણી રાહ જોઈ છે. ફિલ્મના બીજા ભાગે તેની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મ પહેલા, KGF ચેપ્ટર 1 વર્ષ 2018માં 21 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. જ્યાંથી ફિલ્મનો એ ભાગ પૂરો થયો, ત્યાંથી એક નવો અધ્યાય શરૂ થતો જણાય છે.
ખાસ વાત એ છે કે આ વખતે ફિલ્મમાં સંજય દત્ત જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્ત ઉપરાંત રવિના ટંડન પણ છે. તો આ ફિલ્મમાં શ્રીનિધિ શેટ્ટી અને પ્રકાશ રાજ પણ છે.
View this post on Instagram
વર્ક ફ્રન્ટમાં જોઈએ તો, સંજય દત્ત પાસે બિનોય ગાંધી દ્વારા દિગ્દર્શિત ‘ઘૂડચડી’, ‘શમશેરા’ અને ‘ટૂલસીદાસ જુનિયર’ જેવી એક કરતાં વધુ ફિલ્મો જોવા મળી રહી છે.