Fact Check : શું જ્હાન્વી કપૂરનું નામ ‘જુદાઈ’માં ઉર્મિલા માતોંડકરના પાત્ર પરથી રાખવામાં આવ્યું હતું ??

જો કે, વર્ક ફ્રન્ટ પર, જાહ્નવી (Jahnvi Kapoor) પાસે રાજકુમાર રાવ સાથે 'મિસ્ટર એન્ડ મિસિસ માહી', વરુણ ધવન સાથે 'બવાલ' અને આનંદ એલ રાયની 'ગુડ લક જેરી' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Fact Check : શું જ્હાન્વી કપૂરનું નામ 'જુદાઈ'માં ઉર્મિલા માતોંડકરના પાત્ર પરથી રાખવામાં આવ્યું હતું ??
Jahnvi Kapoor (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 6:59 PM

જાહ્નવી કપૂર (Jahnvi Kapoor) એ એક એવી અભિનેત્રી છે કે, જે દરરોજ હેડલાઇન્સમાં રહે છે. તે ફરી એકવાર હેડલાઇન્સમાં છે, પરંતુ આ વખતે તેનું કારણ છે તેનું નામ. શું તમને નવાઈ નથી લાગતી ? પરંતુ આ બિલકુલ સાચું છે કારણ કે એવા સમાચારો હવે સામે આવી રહ્યા છે કે જાહ્નવી કપૂરનું નામ તેની માતાની ફિલ્મ ‘જુદાઈ’માં (Judaai Film) ઉર્મિલા માતોંડકરના પાત્ર પર રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મ જાહ્નવીના પિતા બોની કપૂર (Boney Kapoor) દ્વારા બનાવવામાં આવી હતી અને તેમાં જાહ્નવીની માતા શ્રીદેવી પણ મહત્વની ભૂમિકામાં હતી.

જાહ્નવી કપૂરે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં પોતાના નામ વિશે ખુલાસો કર્યો છે જેમાં તે ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરતી જોવા મળે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

જાહ્નવીનું નામ ઉર્મિલાના પાત્ર પર રાખવામાં આવ્યું ન હતું

જાન્હવી કપૂરે આખરે તેના નામને લઈને ઉભી થયેલી મૂંઝવણ દૂર કરી દીધી છે. ફિલ્મફેરને તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યુમાં. અભિનેત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, ”ના, ‘જુદાઈ’માં ઉર્મિલાના પાત્ર પર મારું નામ રાખવામાં આવ્યું નથી. મને લાગે છે કે ફિલ્મ પહેલા પપ્પાને ખરેખર નામ ગમ્યું હતું અને મમ્મીને પણ. મને લાગે છે કે જ્હાન્વી એ ખુબ સારું નામ છે, કે તેનો અર્થ શુદ્ધતા છે અને તે મારી તરફ જોતી રહી અને કહેતી રહી કે હું શુદ્ધ આત્મા જેવી છું.”

View this post on Instagram

A post shared by Filmfare (@filmfare)

રાજ કંવર દ્વારા દિગ્દર્શિત, ‘જુદાઈ’ 1997 માં રીલિઝ થઈ હતી અને તેમાં શ્રીદેવી અને ઉર્મિલા માતોંડકર સાથે અનિલ કપૂરે પણ અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં કાદર ખાન, ફરીદા જલાલ, જોની લીવર, પરેશ રાવલ અને ઉપાસના સિંહ પણ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા.

View this post on Instagram

A post shared by Filmfare (@filmfare)

તેની માતા સાથેની સરખામણી વિશે વાત કરતાં, જાહ્નવી કપૂરે આગળ શેર કર્યું કે, ”તે સારું લાગે છે જ્યારે લોકો કહે છે કે હું તેમને મારી માતાની યાદ અપાવું છું. પરંતુ તે તાર્કિક પણ છે, મારો મતલબ છે કે અમારી પાસે સમાન જિન્સ છે. એટલે અમે બંને ખુબ જ સમાન દેખાઈએ છીએ. પરંતુ, હું મારા કરતા મારી બહેનમાં મારી માતાની ઝલક વધારે જોવ છું.”

આ પણ વાંચો – શાહિદ કપૂરની ખરાબ વર્તણુંક જોઈને લોકો કરી રહ્યા છે તેને ખુબ જ ટ્રોલ, watch viral video

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">