આ છે ‘કેસરી’ ફિલ્મની કહાની જેમાં 21 શીખ સૈનિકો 10 હજાર અફઘાનિ લડાકુઓ સાથે લડે છે, રુવાળાં ઉભા કરી દે તેવી છે આ સત્ય ઘટના

સરાગઢીએ પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં આવેલું એક ગામ છે. જ્યાં અંગ્રેજોના શાસનમાં 36 શીખ રેજિમેન્ટ તેનાત હતી. આ ચોકી દ્વારા જ ફોર્ટ લોકહાર્ટ અને ફોર્ટ ગુલિસ્તાન નામના બે કિલાઓ વચ્ચે જ સંપર્ક સાધવામાં આવતો. આ ઘટનાને લઈને અક્ષય કુમારની ફિલ્મ 23 માર્ચના રોજ આવી રહી છે. અફઘાનિસ્તાનના પશ્તુન અને ઓરાકજાઈ નામના કબીલાના લોકો આ મહત્ત્વની ચોકી […]

આ છે 'કેસરી' ફિલ્મની કહાની જેમાં 21 શીખ સૈનિકો 10 હજાર અફઘાનિ લડાકુઓ સાથે લડે છે, રુવાળાં ઉભા કરી દે તેવી છે આ સત્ય ઘટના
Follow Us:
| Updated on: Feb 24, 2019 | 6:22 AM

સરાગઢીએ પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં આવેલું એક ગામ છે. જ્યાં અંગ્રેજોના શાસનમાં 36 શીખ રેજિમેન્ટ તેનાત હતી. આ ચોકી દ્વારા જ ફોર્ટ લોકહાર્ટ અને ફોર્ટ ગુલિસ્તાન નામના બે કિલાઓ વચ્ચે જ સંપર્ક સાધવામાં આવતો. આ ઘટનાને લઈને અક્ષય કુમારની ફિલ્મ 23 માર્ચના રોજ આવી રહી છે.

અફઘાનિસ્તાનના પશ્તુન અને ઓરાકજાઈ નામના કબીલાના લોકો આ મહત્ત્વની ચોકી પર પોતાનો કબજો જમાવવા માગતા હતા. જેથી લઈને બંને કિલાઓ પણ તેમને આરામથી મળી જાય. 27 ઓગસ્ટથી લઈને 11 સપ્ટેમ્બર સુધીમાં આ સારાગઢી ચોકી પર કેટલાય છમલકાઓ અને નાના હુમલાઓ કરવામાં આવ્યા. અંગ્રેજોની તરફથી શીખ રેજિમેન્ટના સિપાહીઓએ તેના બધા પર ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું. છેલ્લે કંટાળીને અફઘાની કબીલાઓએ સારાગાઢી ચોકી પર હુમલો કરી દીધો. સવારના સમયે લગભગ 10 હજાર જેટલાં અફઘાનિ લડાકુઓએ આ સારાગઢી ચોકી પર હુમલો કર્યો અને તેની તરફ પોતાની કૂચ શરુ કરી દીધી. કર્નલ હોગટને સંદેશો મોકલાવ્યો કે આ હુમલાને ટાળવા માટે અંગ્રેજો તરફથી તાત્કાલિક કોઈ જ મદદ નહીં પહોંચાડી શકાય. આ પછી 21 સૈનિકોની ટુકડીએ સમપર્ણ કર્યા વગર જ તેની સાથે લડવાનો નિર્ધાર કર્યો. લાંસનાયક લાલ સિંહ અને સિપાહી ભગવાન સિંહે પોતાની રાયફલ નિકાળીને દુશ્મનોને વિંધતા આગળ ચાલવાનું શરુ કર્યું. આ કદમના લીધે ભગવાન સિંહ શહીદ થઈ ગયા અને લાલ સિંહને ગંભીર ઈજાઓ પહોંચી.

અફઘાની લડાકુઓ શીખોને સમર્પણ કરીને તાબે થઈ જવાનું કહે છે પણ શીખોની આ ટુકડી તેના આ આમંત્રણને ઠુકરાવી દે છે. ટુકડીના ઈન્ચાર્જ ઈશરસિંહ કેટલાંક સૈનિકોની સાથે મોર્ચો સંભાળે છે અને બીજા બધા સૈનિકોને કિલ્લાની અંદર જ રહેવાનું સૂચન કરે છે. કેટલીય કલાક અફઘાની 10 હજાર લડાકુઓની ફોજ સાથે મુકાબલો કરવાની સાથે અંતે ઈશરસિંહ શહીદ થઈ જાય છે.

આ બાદ અફઘાની લડાકુઓની ફોજ આગ લગાડીને કિલ્લાની અંદર દાખલ થઈ જાય છે અને ત્યાં સુધી કિલ્લામાં માત્ર પાંચ જ સૈનિકો બચ્યાં હોય છે. પાંચ સૈનિકોએ પોતાની લડાઈ વીરતાપૂર્વક લડીને કેટલાંય અફધાનોનો ખુરદો બોલાવી દીધો. બાદમાં લડતાં-લડતાં આ ચાર સૈનિકો પણ શહીદ થઈ જાય છે.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

 બપોરના સાડા ત્રણ વાગ્યે છેલ્લાં સૈનિક સારાગઢી ટાવરમાંથી સંદેશો મોકલીને લડાઈમાં સામિલ થવાની પરવાનગી માગે છે. 19 વર્ષના ગુરુમુખસિંહની આ ટુકડીમાં મોટેભાગે નવયુવાન સૈનિકો હતા. તેઓ બધા પોતાના હથિયારો લઈને કિલ્લામાંથી નીચે ઉતરી આવે છે. ગુરુમુખસિંહ એકલા જ લડતાં લડતાં 20 જેટલાં દુશ્મનોને મોતને ઘાટ ઉતારી દે છે. આ જંગમાં દુશ્મનને શીખ સૈનિકો જે ફટકો આપે છે તેના લીધે તેની સેના થાકી જાય છે. બીજા દિવસે અંગ્રેજો પોતાની ફોજ સાથે ત્યાં પહોંચી જાય છે અને ફરી ધમાસાન યુધ્ધ શરુ થાય છે. સારાગઢી કિલ્લામાં આ સમયે 21 જવાનો શહીદ થઈ જાય છે જ્યારે દુશ્મનોના 600 લડાકુઓના તે કાપી નાખે છે.

આ ઘટના બાદ બ્રિટીશની સંસદમાં આ તમામ 21 શીખ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને પરમવિર ચક્ર જેટલું જ મહત્ત્વ ધરાવતો ખિતાબ વિક્ટોરિયા ક્રોસ 36 શીખ રેજિમેન્ટના 21 જવાનોને આપવામાં આવે છે. આ વીરતાપૂર્ણ ઘટનાની યાદમાં હાલમાં પણ ભારતીય સેનાની શીખ રેજિમેન્ટ 12 સપ્ટેમ્બરના દિવસે ‘સારાગઢી દિવસ’ની ઉજવણી કરે છે અને શહીદોને યાદ કરે છે.

[yop_poll id=1750]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">