AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

69th National Film Awardsની આજે જાહેરાત, કોણ કોણ છે રેસમાં, ક્યાં LIVE જોવાનું છે, તમામ વિગતો જાણો

National Film Awards : આજે નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવશે. ભારતની ઘણી ફિલ્મો વર્ષ 2021ની ફિલ્મો માટેના 69મા રાષ્ટ્રીય પુરસ્કારોની રેસમાં છે. આ વખતે કંગના રનૌત અને આલિયા ભટ્ટ પણ એવોર્ડની રેસમાં છે. આ સાથે સાઉથની ઘણી ફિલ્મો મોટા એવોર્ડ જીતી શકે છે.

69th National Film Awardsની આજે જાહેરાત, કોણ કોણ છે રેસમાં, ક્યાં LIVE જોવાનું છે, તમામ વિગતો જાણો
National Film Awards
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2023 | 4:16 PM
Share

આજે સાંજે દિલ્હીમાં 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની (National Film Awards) જાહેરાત કરવામાં આવશે. દેશમાં આપવામાં આવતા તમામ પુરસ્કારોમાં રાષ્ટ્રીય પુરસ્કાર સૌથી મોટો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં દરેક ફિલ્મ નિર્માતા અને અભિનેતા આ એવોર્ડ જીતવા ઈચ્છે છે. આ વખતે બોલિવૂડને પ્રાદેશિક ફિલ્મોથી ટક્કર મળવાની આશા છે. એવું માનવામાં આવે છે કે નયટ્ટુ, મિન્નલ મુરલી અને મેપ્પાડિયન જેવી પ્રાદેશિક ફિલ્મો આ વખતે મોટા એવોર્ડ જીતી શકે છે.

આ પણ વાંચો : Soorarai Pottru: રાષ્ટ્રીય પુરસ્કાર જીતવા બદલ અભિનેતા સુર્યાને મળી રહી છે શુભેચ્છાઓ, અક્ષય કુમાર સહિત આ હસ્તીઓએ આપ્યા અભિનંદન

કંગના રનૌત ફિલ્મ થલાઈવી માટે શ્રેષ્ઠ અભિનેત્રીની રેસમાં

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના જ્યુરી સભ્યો આજે દિલ્હીમાં નેશનલ મીડિયા સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં તમામ વિજેતાઓના નામની જાહેરાત કરશે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી હલચલ મુજબ, આલિયા ભટ્ટ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે અને કંગના રનૌત ફિલ્મ થલાઈવી માટે શ્રેષ્ઠ અભિનેત્રીની રેસમાં છે.

આ એક્ટરની ફિલ્મ આ વખતે નોમિનેશન લિસ્ટમાં

આ સિવાય આર માધવનની ફિલ્મ રોકેટ્રી ધ નામ્બી ઈફેક્ટ પણ આ વખતે ચર્ચામાં છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ નેશનલ એવોર્ડ પર પણ પ્રભુત્વ જમાવશે. આ સિવાય ગત વખતનો શ્રેષ્ઠ અભિનેતા સૂર્યા પણ આ વખતે રેસમાં છે. તેની તમિલ ફિલ્મ જય ભીમ નોમિનેટ થઈ છે. એટલું જ નહીં, ધનુષની ફિલ્મ કર્નન પણ આ વખતે નોમિનેશન લિસ્ટમાં છે. જો કે આ અટકળો છે. હજુ સુધી વિજેતાઓના નામની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

ક્યારે અને ક્યાં જોવું

દર્શકો ઘરે બેઠા તેમના ફોન પર આ પ્રેસ કોન્ફરન્સ ઇવેન્ટ જોઈ શકે છે. જો અહેવાલોનું માનીએ તો એવોર્ડની જાહેરાત સાંજે 5 વાગ્યે કરવામાં આવશે. આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના ફેસબુક અને યુટ્યુબ પેજ પર કરવામાં આવશે. એટલે કે તમારા ફેવરિટ સ્ટાર્સને નેશનલ એવોર્ડ મળી રહ્યો છે કે નહીં, તેની જાણકારી તમને ઘરે બેઠા મળી જશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
g clip-path="url(#clip0_868_265)">