AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBC 13: અમિતાભ બચ્ચનનું કાંડુ ચેક કરીને કોઈ નથી જણાવી શક્તુ તેમની પલ્સ રેટ, જાણો તેના પાછળનું કારણ

'કૌન બનેગા કરોડપતિ 13'ની આ સીઝન TRP રેટિંગમાં ઘણી સફળ રહી છે. આ શોના દરેક એપિસોડમાં દર્શકોને અમિતાભ બચ્ચન વિશે કેટલીક રસપ્રદ વાતો જાણવા મળે છે.

KBC 13: અમિતાભ બચ્ચનનું કાંડુ ચેક કરીને કોઈ નથી જણાવી શક્તુ તેમની પલ્સ રેટ, જાણો તેના પાછળનું કારણ
Amitabh Bachchan
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 10:47 PM
Share

સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 13’ના(Kaun Banega Crorepati 13) મંગળવારના એપિસોડમાં સિરિયલ ‘ધડકન જિંદગી કી’માં ડૉક્ટર દીપિકાનું પાત્ર ભજવતી ટીવી અભિનેત્રી અદિતિ ગુપ્તા (Additi Gupta) હોટસીટ પર બેઠી હતી. આ દરમિયાન, તેણે બિગ બીને વિનંતી કરી કે તે તેમનો પલ્સ રેટ તપાસવા માંગે છે. અદિતિ વ્યવસાયે અભિનેત્રી છે, પરંતુ હાલમાં સિરિયલમાં ભજવી રહેલા ‘દીપિકા’ના પાત્ર માટે તેણે મેડિકલ પ્રોફેશન સાથે જોડાયેલી કેટલીક બાબતો શીખી છે અને તેમાંથી એક પલ્સ રેટ ચેક કરવાની છે.

જ્યારે અદિતિએ અમિતાભ બચ્ચનનો હાથ તેના પલ્સ રેટ જોવા માટે તેના હાથમાં લીધો, ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે તે તેના કાંડાની ‘વિન્ડ પાઈપ’ વડે કોઈ ધબકારાને અનુભવી ન શકી. અદિતિને આશ્ચર્યમાં જોઈને અમિતાભ બચ્ચને તેની પાછળનું કારણ જણાવ્યું. તેણે કહ્યું કે 1982માં ‘કુલી’ના સેટ પર એક્શન કરતી વખતે મારો અકસ્માત થયો હતો. મારી સારવાર ચાલી રહી હતી તે દરમિયાન ડૉક્ટરોએ મને ‘ક્લિનિકલ ડેડ’ જાહેર કર્યો હતો.

અમિતાભ બચ્ચને વધુમાં જણાવ્યું હતું કે ‘ક્લીનીકલી ડેડ’ જાહેર કર્યા બાદ તેમને ફરીથી જીવિત કરવામાં આવ્યા હતા. તે સમયે તેમના શરીરમાંથી ઘણી વસ્તુઓ કપાઈ ગઈ હતી. આ પ્રક્રિયામાં દર અડધા કલાકે અમિતાભ બચ્ચનના કાંડામાંથી લોહી કાઢવામાં આવતું હતું અને તેનો ટેસ્ટ કરવામાં આવતો હતો. કાંડા કપાવાને કારણે તેમની નાડી બંધ થઈ ગઈ હતી. અત્યારે તેમના ગળામાંથી પલ્સ રેટ ચેક કરવામાં આવે છે. આ વાત કહ્યા બાદ અમિતાભ બચ્ચને મજાકમાં અદિતિને કહ્યું કે પણ હું તને મારા ગળાને સ્પર્શવા નહીં દઉં.

આ પહેલા પણ કૌન બનેગા કરોડપતિના એપિસોડમાં અમિતાભ બચ્ચને તેમના પલ્સ રેટ વિશે એક રમુજી ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે “હું ઘણી વખત મારી નાડી તપાસવાને લઈને અન્ય લોકો સાથે મજાક કરું છું અને પછી જ્યારે તેઓ તેને શોધી શકતા નથી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થાય છે અથવા ગભરાઈ જાય છે. મને તે ક્યારેક રમુજી લાગે છે.” જ્યારે અમિતાભ બચ્ચનને કોરોના પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમની સંભાળ રાખતી નર્સ પલ્સ ચેક કરતા ઘણી વાર ગભરાઈ જતી હતી.

આ પણ વાંચો – Omicron: ઓમિક્રોનની આફત વચ્ચે આવ્યો નવો અભ્યાસ, સંશોધકોએ શોધી કાઢ્યો કોરોના રસીની અસર વધારવાનો રસ્તો

આ પણ વાંચો – Ahmedabad: એક જ ઘરના બે ભાઈ અને દેરાણી જેઠાણી સામે છેતરપિંડીની ફરિયાદ, વેપારીને આ રીતે લગાવ્યો લાખોનો ચૂનો!

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">