AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBC 13: Amitabh Bachchan એ પૂછ્યો રજિસ્ટ્રેશન માટે 5 મો પ્રશ્ન, સાચા જવાબથી પહોચી શકો છો હોટસીટ પર

'કૌન બનેગા કરોડપતિ 13' માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમિતાભ બચ્ચન દરરોજ એક સવાલ પૂછે છે, જેનો સાચો જવાબ આપીને તમે પણ હોટ સીટ સુધી પહોંચવા માટે એક પગથિયું આગળ વધી શકો છો.

KBC 13: Amitabh Bachchan એ પૂછ્યો રજિસ્ટ્રેશન માટે 5 મો પ્રશ્ન, સાચા જવાબથી પહોચી શકો છો હોટસીટ પર
Amitabh Bachchan (KBC 13)
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 15, 2021 | 3:58 PM
Share

‘કૌન બનેગા કરોડપતિ 13’ માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમિતાભ બચ્ચન દરરોજ એક સવાલ પૂછે છે, જેનો સાચો જવાબ આપીને તમે પણ હોટ સીટ સુધી પહોંચવા માટે એક પગથિયું આગળ વધી શકો છો. શુક્રવારે અમિતાભે પાંચમો સવાલ પૂછ્યો છે.

સામે આવ્યો વીડિયો

સોની ટીવીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં અમિતાભ બચ્ચન કહે છે કે ‘નમસ્કાર દેવિયોં અને સજ્જનો, મહેનત કર્યા વિના વજન ઓછું થાય, કમાવ્યા વિના પૈસા મળે, મુસાફરી કર્યા વિના મંજિલ મળે, આ સ્થિતિને ભ્રમ કહેવામાં આવે છે. જ્યારે કંઈપણ કર્યા વિના કંઈ મળતું નથી, તો રજિસ્ટ્રેશન વગર હોટસીટ કેવી રીતે મેળવી શકો છો? હવે સમય ભ્રમનો નહીં પરંતુ શ્રમનો છે. ‘

શું છે પાંચમો પ્રશ્ન

પ્રશ્ન- કયા દેશે તેમના એક અગ્રણી નેતાની જન્મ શતાબ્દીના સન્માનમાં 2020-2021 ને ‘મુજીબ વર્ષ’ જાહેર કર્યો?

A. પાકિસ્તાન B. મલેશિયા C. બાંગ્લાદેશ D. માલદીવ

Question- Which Country declared 2020-21 as the Mujib Year to mark the birth centenary of its leader?

A. Pakistan B. Malaysia C. Bangladesh D. Maldives

આ છે સાચો જવાબ

જો તમને આ સવાલનો સાચો જવાબ નથી ખબર, તો ચાલો અમે તમને જણાવીએ. જવાબ C એટલે કે બાંગ્લાદેશ છે. જવાબ Sonyliv એપ ડાઉનલોડ કરી તેના પર મોકલી શકો છો. આ સિવાય એસએમએસ દ્વારા ફોન પર KBC Youranswer Age Gender ટાઈપ કરીને 509093 પર મોકલી આપો

ક્યારે થઈ હતી તેની શરૂઆત ?

આપને જણાવી દઈએ કે ‘કૌન બનેગા કરોડપતિ’ ની શરૂઆત વર્ષ 2000 માં થઈ હતી. અત્યાર સુધીમાં તેની 12 સીઝન પ્રસારિત કરવામાં આવી છે. જુલાઈ 2020 માં 12 મી સીઝન પ્રસારિત થઈ હતી. આ શો બ્રિટીશ પ્રોગ્રામ હુ વોન્ટ ટુ બી એ મિલિયોનેર પર આધારિત છે.

તમને જણાવી દઈએ કે કૌન બનેગા કરોડપતિ -12 માં ચાર કરોડપતિ બન્યા હતા. જેમાં કોવિડ -19 ફ્રન્ટલાઈન યોદ્ધા ડોક્ટર નેહા શાહ, અનુપા દાસ, આઈપીએસ અધિકારી મોહિતા શર્મા અને નાઝિયા નસીમે 12 મી સીઝનમાં 1 કરોડ રાશિ પોતાના નામ કરી હતી.

Follow Us
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">