KBC 13 : કેટરિના કૈફે શોમાં એવી વાત કહી, અમિતાભ બચ્ચન પણ આશ્ચર્યમાં મુકાયા, જુઓ વીડિયો

અક્ષય કુમાર અને કેટરિના કૈફ કૌન બનેગા કરોડપતિના આગામી અદભૂત શુક્રવારના એપિસોડમાં જોવા જઈ રહ્યા છે. બંને શોમાં અમિતાભ બચ્ચન સાથે મસ્તી કરવાના છે.

KBC 13 : કેટરિના કૈફે શોમાં એવી વાત કહી, અમિતાભ બચ્ચન પણ આશ્ચર્યમાં મુકાયા, જુઓ વીડિયો
કેટરીના કૈફ અને અમિતાભ બચ્ચન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 10:40 AM

KBC 13 :કૌન બનેગા કરોડપતિ 13 (Kaun Banega Crorepari 13) ના આગામી શાનદાર શુક્રવાર એપિસોડમાં અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરિના કૈફ (Katrina Kaif)મહેમાન તરીકે જોવા મળશે. શોનો નવો પ્રોમો સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. પ્રોમોમાં તમે જોશો કે, કેટરિના કંઈક એવું કહે છે ,કે બિગ પણ થોડીવાર માટે ચૂપ થઈ જાય છે.

વીડિયોની શરૂઆતમાં, અમિતાભ બચ્ચન કેટરીના(Katrina Kaif)ને શો માટે તેની તૈયારી વિશે પૂછે છે. તે કહે છે કે, તેણે કેટલાક ઇતિહાસ વિશે વાંચ્યું છે અને ભૂગોળનું થોડું જ્ઞાન મેળવ્યું છેતે જ સમયે, અક્ષય કહે છે કે, તે એવા પ્રશ્નો પર રમશે જેના જવાબો તે જાણે છે, પરંતુ કેટરીના અહીં જીતવા માટે આવી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કેટરીના પછી બિગ બીને એક પ્રશ્ન પૂછે છે કે, આપણે દરેક લાઈફલાઈન (Lifeline)નો ઉપયોગ ફક્ત એક જ વાર કરી શકીએ છીએ અથવા દરેક પ્રશ્ન માટે ઉપયોગ કરી શકીએ છીએ. કેટરિના જ્યારે શોના નિયમો વિશે કંઈ જાણતી નથી ત્યારે બિગ બી જે એક્સપ્રેશન આપે છે તે જોઈને દર્શકો અને અક્ષય કુમાર પણ હસવાનું રોકી શકતા નથી.

આ પહેલા શોનો એક પ્રોમો આવ્યો હતો જેમાં કેટરીના બિગ બીને ડાન્સ સ્ટેપ્સ શીખવે છે. ડાન્સ શીખ્યા બાદ બિગ બી કેટરીનાના વખાણ કરતા કહે છે કે, “કેટરિના કૈફ જમણી બાજુ છે, તો કોણ તેનો ચહેરો છોડીને ડાબી બાજુ જોશે.”

તમને જણાવી દઈએ કે, અક્ષય અને કેટરિના તેમની ફિલ્મ સૂર્યવંશી (Suryavanshi)નું જોર જોરથી પ્રમોશન કરી રહ્યા છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષય ડીસીપી વીર સૂર્યવંશીની ભૂમિકા ભજવી રહ્યો છે. સાથે જ કેટરીના તેની લાઈફ પાર્ટનર અને ડોક્ટર છે. ફિલ્મમાં અજય દેવગન અને રણવીર સિંહ પણ છે. તમને ફિલ્મની વાર્તા મુંબઈ પર થયેલા હુમલા પર છે. ખરેખર, કેટલાક આતંકવાદીઓ મુંબઈમાં હુમલો કરવાના છે અને સૂર્યવંશી આ હુમલા વિશે શહેરને જણાવવા આવે છે. સિંઘમ અને સિમ્બા આમાં સૂર્યવંશીની મદદ કરવા આવશે. આ ફિલ્મ 5 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.

આ ફિલ્મ ગયા વર્ષે એપ્રિલમાં રીલિઝ થવાની હતી, પરંતુ પછી કોવિડને કારણે ફિલ્મ સ્થગિત થઈ ગઈ હતી. આ પછી ફિલ્મને આ વર્ષની શરૂઆતમાં રિલીઝ કરવાની યોજના હતી, પરંતુ પછી કોવિડની બીજી લહેર આવી. હવે આખરે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને દર્શકો આ ફિલ્મને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

આ પણ વાંચો : PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભેચ્છા : ‘પ્રકાશનું પર્વ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લઈને આવે’

Latest News Updates

રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">