AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભેચ્છા : ‘પ્રકાશનું પર્વ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લઈને આવે’

આ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે પણ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભેચ્છા : 'પ્રકાશનું પર્વ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લઈને આવે'
PM Narendra Modi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 9:18 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દેશવાસીઓને દિવાળી (Diwali) ની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, “દિપાવલીના શુભ અવસર પર દેશવાસીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે પ્રકાશનો આ તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે. આજે દેશભરમાં દિવાળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે દર વખતની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળી મનાવશે. વડાપ્રધાન મોદી ગુરુવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જશે. સૂત્રોનું કહેવું છે કે પીએમ નૌશેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે.

પીએમ મોદી દર વર્ષે જવાનો સાથે દિવાળી ઉજવે છે વર્ષ 2020માં મોદીએ રાજસ્થાન બોર્ડર પર લોંગેવાલા ચોકી પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તે જ સમયે, વર્ષ 2019 માં, નરેન્દ્ર મોદીએ એલઓસી પર સૈનિકો સાથે દિવાળી મનાવવા માટે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાની મુલાકાત લીધી હતી. અને આ વખતે પણ તેઓ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જશે.

આ પછી PM મોદી 5 નવેમ્બર એટલે કે દિવાળીના બીજા દિવસે શુક્રવારે કેદારનાથ જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ મંદિરમાં પૂજા કરશે અને આદિ શંકરાચાર્યની સમાધિનું અનાવરણ પણ કરશે. પીએમ મોદી આદિ શંકરાચાર્યની પ્રતિમાનું પણ અનાવરણ કરશે, જેમને હિંદુ ધર્મને પુનર્જીવિત કરવાનો શ્રેય આપવામાં આવે છે.

મોદી સરકારે સામાન્ય લોકોને રાહત આપી ત્યારે દિવાળીના દિવસે સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. વાસ્તવમાં, કેન્દ્ર સરકારે બુધવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં રૂ. 5 અને 10નો ઘટાડો કર્યો હતો. ઓઈલના રેકોર્ડ ઊંચા ભાવ વચ્ચે 3 વર્ષમાં સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં આ પ્રથમ ઘટાડો છે.

સરકારના આ નિર્ણયને કારણે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 6.07 રૂપિયા અને 11.75 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લિટર છે.

આ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે (President Ramnath Koivnd) પણ ટ્વિટ કરીને દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી, ટ્વિટમાં તેઓ લખે છે કે ‘હું દિવાળીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને મારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું. દિવાળી એ અનિષ્ટ પર સારાની જીત અને અંધકાર પર પ્રકાશનો તહેવાર છે. આવો આપણે સૌ સાથે મળીને આ તહેવારને સ્વચ્છ અને સલામત રીતે ઉજવીએ અને પર્યાવરણના રક્ષણમાં ફાળો આપીએ.’

આ પણ વાંચો: Diwali Muhurat Trading 2021 : નવા વર્ષમાં શેરબજારની તેજી યથાવત રહેશે કે નહિ? જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય

આ પણ વાંચો: T20 World Cup: રોહિત શર્માએ કર્યો ખુલાસો, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની બંને મેચ કેમ હારી ગયા

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">