કપિલ દેવની માતાએ વર્લ્ડકપ રમવા જતા પહેલા કહી હતી આ વાત, રણવીર સિંહે ’83’ના નવા પોસ્ટર સાથે કર્યો ખુલાસો

'83'નું પોસ્ટર શેર કરતી વખતે રણવીર સિંહે કેપ્શનમાં કપિલ દેવ સાથે જોડાયેલી એક ખાસ વાત કહી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે બાળપણથી જ મારી માતા મને એક જ વાત કહે છે - બેટા જીત કે આના.

કપિલ દેવની માતાએ વર્લ્ડકપ રમવા જતા પહેલા કહી હતી આ વાત, રણવીર સિંહે '83'ના નવા પોસ્ટર સાથે કર્યો ખુલાસો
Film '83'
TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Nov 29, 2021 | 3:10 PM

રણવીર સિંહે (Ranveer Singh) તેની આગામી ફિલ્મ ’83’ના પ્રમોશનની તૈયારી શરૂ કરી દીધી છે. દરરોજ આ ફિલ્મ સાથે જોડાયેલા કોઈને કોઈ પોસ્ટર રિલીઝ થઈ રહ્યા છે. રણવીરની સાથે સાથે આ ફિલ્મ ડિરેક્ટર કબીર ખાન માટે પણ ખૂબ જ ખાસ છે. આ ફિલ્મનું ટીઝર થોડા દિવસ પહેલા જ રીલિઝ થયું હતું. જે બાદ ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. હવે ટ્રેલર રિલીઝના એક દિવસ પહેલા એક નવું પોસ્ટર રિલીઝ કરતા રણવીર સિંહે પ્રથમ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવ સાથે જોડાયેલી એક ખાસ વાત જણાવી છે.

રણવીરે આજે બપોરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ’83’નું નવું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં રણવીર સિંહ કપિલ દેવના અવતારમાં જોવા મળી રહ્યો છે. ગઈકાલે રિલીઝ થયેલા પોસ્ટરની થોડી ઝલક આ પોસ્ટરમાં પણ છે. મુખ્ય આકર્ષણ રણવીર સિંહનું કપિલ દેવનું પાત્ર છે, બાકીના સાથી ખેલાડીઓ પણ પોસ્ટરમાં જોવા મળે છે. આ પોસ્ટરને રણવીર સિંહ સિવાય તેની પત્ની અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ શેર કર્યું છે. આ ફિલ્મમાં તે પણ જોવા મળશે.

સૌથી મહત્વની વાત એ છે કે આ પોસ્ટરને શેર કરતી વખતે રણવીરે કેપ્શનમાં કપિલ દેવ સાથે જોડાયેલી એક મોટી વાત કહી છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, “મારી માતા મને બાળપણમાં એક જ વાત કહેતી હતી, બેટા જીત કે આના, કોઈ શ્રેષ્ઠ નસીબ નહીં, બસ જીત કે આના.” આ વર્લ્ડ કપ દરમિયાન કપિલ દેવની યાદો છે, જે રણવીરે આજે પોસ્ટર શેર કરીને શેર કરી છે. આ ફિલ્મમાં 1983ના વર્લ્ડ કપમાં ભારતના સંઘર્ષ અને જીતની કહાની સ્ક્રીન પર બતાવવામાં આવશે.

આવતીકાલે રણવીર સિંહની ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે આ ફિલ્મના પોસ્ટરમાં અન્ય ઘણા કલાકારો પણ જોવા મળે છે. જેમણે 1983ના વર્લ્ડ કપમાં સામેલ ખેલાડીઓની ભૂમિકા ભજવી હતી. જેમાં રણવીર સિંહ, હાર્ડી સંધુ, તાહિર ભસીન, એમી વિર્ક, સાકિબ સલીમ, ચિરાગ પાટીલ, ધૈર્ય કારવા, જતીન સરના મુખ્ય છે. આ સિવાય પંકજ ત્રિપાઠી અને બોમન ઈરાની પણ આ ફિલ્મમાં છે. આમાં દીપિકા પાદુકોણ ગેસ્ટ રોલ કરી રહી છે. તે કપિલ દેવની પત્નીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર આવતીકાલે રિલીઝ થશે અને આ ફિલ્મ 24 ડિસેમ્બર 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો  : ઘણી હિટ ફિલ્મો આપ્યા બાદ પણ દબંગ ખાન ‘અંતિમ’માં પોતાના પાત્રને લઈને ડરી ગયો હતો, જાણો કેમ

આ પણ વાંચો : Ajab gajab : લેબર પેઈન દરમિયાન સાઈકલ ચલાવીને હોસ્પિટલ પહોંચ્યા ન્યૂઝીલેન્ડના સાંસદ, બાળકીને આપ્યો જન્મ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati