AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumarએ પિતાના ફૂટ સ્ટેપ્સને કર્યા ફોલો, દાન કરી પોતાની આંખો

પુનીત ઘણા ઉમદા કાર્યો કરતા હતા. તેઓ 26 અનાથાશ્રમ, 46 મફત શાળાઓ, 16 ગૌશાળાઓ સાથે તેઓ 1800 બાળકોના શિક્ષણની જવાબદારી સંભાળતા હતા.

Puneeth Rajkumarએ પિતાના ફૂટ સ્ટેપ્સને કર્યા ફોલો, દાન કરી પોતાની આંખો
kannada star Puneeth Rajkumar Follows Father's Footsteps, Donates his Eyes
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 9:46 AM
Share

સાઉથનો સુપરસ્ટાર (South Super Star) પુનીત રાજકુમાર (Puneeth Rajkumar) આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યો ગયો છે. પુનીતનું 29 ઓક્ટોબરે 46 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. પુનીતના મૃત્યુથી સાઉથથી લઈને બોલિવૂડ સુધીની આખી ઈન્ડસ્ટ્રી શોકમાં છે. પુનીત તેના પિતાના પગલે ચાલ્યા છે.

પુનીતના પિતાની જેમ તેની આંખો પણ દાન કરવામાં આવી છે. 1994માં પુનીતના પિતા ડૉ.રાજકુમારે સમગ્ર પરિવારની આંખો દાન કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે વર્ષ 2006માં આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી. 12 એપ્રિલે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.

અભિનેતા ચેતન કુમાર અહિંસાએ પુનીતના નેત્રદાન વિશે માહિતી આપી છે. તેમણે ટ્વીટ કર્યું- જ્યારે હું અપ્પુ સરને મળવા હોસ્પિટલ ગયો હતો ડોક્ટરોની ટીમે છ કલાકમાં તેમની આંખો કાઢી લીધી. જે રીતે ડો.રાજકુમાર અને નિમ્મા શિવન્નાએ આંખોનું દાન કર્યું હતું. અપ્પુ સાહેબે પણ એવું જ કર્યું. અમે અપ્પુ સરની યાદમાં અમારી આંખોનું દાન કરવાનો સંકલ્પ પણ લઈએ છીએ.

તમને જણાવી દઈએ કે પુનીત ઘણા ઉમદા કાર્યો કરતા હતા. તેઓ 26 અનાથાશ્રમ, 46 મફત શાળાઓ, 16 ગૌશાળાઓ સાથે તેઓ 1800 બાળકોના શિક્ષણની જવાબદારી સંભાળતા હતા.

પુનીત શુક્રવારે જિમમાં વર્કઆઉટ કરવા ગયા હતા. જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત અત્યંત ગંભીર હતી. ડૉક્ટરોએ તેમની સારવાર કરી, પરંતુ થોડા સમય પછી તેમના મૃત્યુના સમાચાર આવ્યા અને શોકનું મોજુ ફરી વળ્યું હત. પુનીતના ઘર અને હોસ્પિટલની બહાર તેના ચાહકો એકઠા થઈ ગયા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રી છે.

પુનીતે શુક્રવારે સવારે છેલ્લું ટ્વિટ કર્યું હતું જેમાં તેણે બજરંગી 2ની સમગ્ર કાસ્ટને અભિનંદન પાઠવ્યા હતા. તેમના મૃત્યુ બાદ તેમનું છેલ્લું ટ્વિટ વાયરલ થયું હતું.

પુનીતના નિધન બાદ રામ ગોપાલ વર્મા, વેંકટેશ પ્રસાદ, સોનુ સૂદ સહિત ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો –

Aryan Khan Case Live : આર્યન ખાન જેલમાંથી આવશે બહાર, શાહરુખ આર્થર રોડ જેલ જવા રવાના

આ પણ વાંચો –

સરકારની આવક વધવાથી રાજકોષીય ખાધ 4 વર્ષની નીચી સપાટીએ આવી, સરળ શબ્દોમાં સમજો તમારી પર શું થશે અસર

આ પણ વાંચો –

Funny Video : વ્યક્તિને તેના ચશ્મા પાછા આપવા સામે વાંદરાએ કરી જબરદસ્ત ડીલ, લોકો બોલ્યા આને કહેવાય ‘એક હાથ દો, એક હાથ લો’

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">