ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે કંગના રનૌત, કરી આ મોટી જાહેરાત
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત(Kangana Ranaut) હવે મોટા પડદે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત કંગના રનૌતની ફિલ્મ 'થલાઈવી' પણ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે.
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત(Kangana Ranaut) હવે મોટા પડદે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત કંગના રનૌતની ફિલ્મ ‘થલાઈવી’ પણ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં કંગના તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાનું પાત્ર ભજવી રહી છે. ત્યારે સમાચાર આવ્યા છે કે કંગના રનૌત ફરી એકવાર રાજકીય નેતાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે.
https://twitter.com/KanganaTeam/status/1355068195984564225
કંગના રનૌતે પુષ્ટી કરી છે કે આ ફિલ્મ બાયોપિક નથી અને એમ પણ કહ્યું છે કે ઘણા જાણીતા સ્ટાર્સ આ પ્રોજેક્ટનો ભાગ બનશે. કંગનાએ તેની ઓફિસ તરફથી જાહેરાત કરતા કહ્યું છે કે, ‘હા અમે આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ અને ફિલ્મની સ્ક્રીપ્ટ અંતિમ તબક્કામાં છે. આ ફિલ્મ ઈન્દિરા ગાંધીની બાયોપિક નહીં હોય. તે ઐતિહાસિક ઘટના પર આધારિત એક ભવ્ય ફિલ્મ હશે. જેના થકી આ જનરેશનને વર્તમાન ભારતના સામાજિક-રાજકીય દૃશ્યને સમજવામાં મદદ થશે.
કંગના રનૌતે કહ્યું, “ઘણા જાણીતા કલાકારો આ ફિલ્મનો ભાગ બનશે અને હું ભારતીય રાજકારણના ઈતિહાસમાં સૌથી જાણીતા નેતાની ભૂમિકા નિભાવવા માટે આતુર છું.” કંગના રનૌતે એમ પણ કહ્યું હતું કે આ ફિલ્મ એક પુસ્તક પર આધારીત છે, જોકે કયું પુસ્તક છે તેનો ઉલ્લેખ કર્યો નથી. કંગના આ ફિલ્મનું નિર્માણ કરશે. ફિલ્મની સ્ટોરી સાંઈ કબીર લખશે અને ફિલ્મનું દિગ્દર્શન પણ કરશે.
આ પણ વાંચો: Ahmedabad: કોર્પોરેશન ચૂંટણીમાં અનામત ફેક્ટર રહેશે અસરકારક, 50 ટકા કોર્પોરેટરના પત્તા કપાશે ?