‘મૂવી માફિયના આતંક’ પર બોલી કંગના રનૌત, અક્ષય કુમારને લઈને કહી આ મોટી વાત

બોલીવૂડ અભિનેત્રી કંગનાએ ચોંકાવનારી વાત કરી છે. તેણે કહ્યું કે મૂવી માફિયાના ડરથી અક્ષય કુમાર પણ મને સિક્રેટ કોલ કરે છે.

  • tv9 webdesk37
  • Published On - 13:50 PM, 8 Apr 2021
'મૂવી માફિયના આતંક' પર બોલી કંગના રનૌત, અક્ષય કુમારને લઈને કહી આ મોટી વાત
કંગના - અક્ષય

પોતાના બેખોફ બયાન માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે, પછી ભલે તે દેશ માટે હોય કે પછી તે બોલીવુડ માટે હોય. કંગનાએ હાલમાં જ ફરી એકવાર ટ્વીટ કરીને ફિલ્મ માફિયાઓને નિશાન બનાવ્યા છે.

પોતાના ટ્વિટમાં કંગનાએ જણાવ્યું છે કે ‘મૂવી માફિયા’ના ડરથી મોટા સ્ટાર્સ કેવી રીતે તેની પ્રશંસા કરવા સિક્રેટ કોલ કરે છે. પોતાની પોસ્ટમાં તેણે બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમારનું નામ પણ લીધું છે. હવે આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

સ્કિન રાઇટર અનિરુધ ગુહા દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું ત્યારે કંગના રાનાઉતે આ ટ્વિટના જવાબમાં આ વિગત લખી હતી. ખરેખર, અનિરુદ્ધે ટ્વિટર પર એક પોસ્ટ જોઈ, જે મુજબ બોલીવુડમાં મંતવ્યો રાખવા તમને મુશ્કેલીમાં મુકી શકે છે. આ પોસ્ટ જોયા પછી, અનિરુદે ટ્વિટ કરીને લખ્યું – ‘કંગના રનૌત એક અસાધારણ, એક પેઢીમાં એક વખત જ પેદા થનારી અભિનેત્રી છે’.

આ ટ્વીટ જોયા પછી કંગનાએ લખ્યું કે, ‘બોલિવૂડ એટલું દુશ્મનોથી ભરેલું છે કે અહીં મારી પ્રશંસા કરવાથી પણ લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સથી પણ મને ઘણા સિક્રેટ કોલ્સ અને મેસેજીસ મળે છે. તેમણે થલાઇવી ફિલ્મની જોરદાર પ્રશંસા કરી, પરંતુ આલિયા અને દીપિકાની ફિલ્મોની જેમ તેઓ પણ ખુલ્લેઆમ તેની પ્રશંસા કરી શકતા નથી. મૂવી માફિયાનો આતંક છે.

કંગના અહીં જ રોકાઈ નહીં, તેણે બીજી ટવીટ કરી અને લખ્યું – ‘હું ઇચ્છું છું કે કોઈ કળા સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રી ઉદ્દેશ્યિત રહે, અને પાવરની રમત અને રાજકારણમાં સામેલ ન થાય. જ્યારે સિનેમાની વાત આવે ત્યારે મારા રાજકીય વિચારો અને આધ્યાત્મિકતાને લઈને મને ટાર્ગેટ ના બનાવવામાં આવે. જો આવું થાય છે તો દેખીતી રીતે હું જીતીશ.

 

આ પણ વાંચો: કેન્દ્ર સરકારના નિર્ણયથી ફિલ્મ નિર્માતાઓને ઝટકો, જાણો કયા નિર્ણય પર ગુસ્સે થયા ફિલ્મનિર્માતા

આ પણ વાંચો: પ્રેમમાં પાગલ: ભારતીય પરિણીત મહિલા પાકિસ્તાનીના પ્રેમમાં પહોંચી બોર્ડર પર, અને પછી શું થયું જાણો