કેન્દ્ર સરકારના નિર્ણયથી ફિલ્મ નિર્માતાઓને ઝટકો, જાણો કયા નિર્ણય પર ગુસ્સે થયા ફિલ્મનિર્માતા

ફિલ્મ સર્જકોએ ફિલ્મ સર્ટિફિકેશન એપેલેટ ટ્રિબ્યુનલ (FCAT) નાબૂદ કરવાના સરકારના નિર્ણયની ટીકા કરી છે. ફિલ્મ નિર્માતાએ કહ્યું છે કે "આ મરજી મુજબનું કામ ના કરવા દેવાની નિર્ણય છે."

  • tv9 webdesk37
  • Published On - 13:09 PM, 8 Apr 2021
કેન્દ્ર સરકારના નિર્ણયથી ફિલ્મ નિર્માતાઓને ઝટકો, જાણો કયા નિર્ણય પર ગુસ્સે થયા ફિલ્મનિર્માતા
વિશાલ ભારદ્વાજ

ફિલ્મ સર્જકોએ ફિલ્મ સર્ટિફિકેશન એપેલેટ ટ્રિબ્યુનલ (FCAT) નાબૂદ કરવાના સરકારના નિર્ણયની ટીકા કરી છે. ફિલ્મ નિર્માતાઓમાં વિશાલ ભારદ્વાજ, હંસલ મહેતા અને ગુનીત મોંગાએ બુધવારે કહ્યું હતું કે આ ચુકાદો ‘અનૈતિક’ છે અને કહ્યું કે ‘લોકોને મનપસંદ કામ કરતા અટકાવવા વાળો આ નિર્ણય છે’.

શું છે FCAT?

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ફિલ્મોમાં કરવામાં આવેલા કટ સામે કાયદા દ્વારા એફસીએટીનો દરવાજો ફિલ્મ નિર્માતા ખખડાવી શકતા હતા. એટલે કે જ્યારે તેમની ફિલ્મમાં સેન્સર દ્વારા કટ કરવામાં આવતા ત્યારે તેઓ FCATનો સહારો લેતા હતા. સિનેમેટોગ્રાફી એક્ટમાં સુધારો કર્યા પછી, અપીલ બોડી હવે હાઈકોર્ટ છે.

કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા ટ્રિબ્યુનલ રિફોર્મ (સ્ટ્રીમલાઈનિંગ અને સર્વિસની શરતો) વટહુકમ 2021 ની જાહેરનામું રવિવારે બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ કેટલાક અપીલ ટ્રિબ્યુનલ્સને નાબૂદ કરી દેવામાં આવ્યા છે અને તેમની કામગીરી પૂર્વ-અસ્તિત્વમાં ન્યાયિક સંસ્થાઓને સોંપવામાં આવી છે.

મહેતાએ ટ્વિટર પર લખ્યું છે કે આ નિર્ણય ‘વિવેકહીન’ છે. તેમણે કહ્યું, “શું હાઈકોર્ટ પાસે ફિલ્મના પ્રમાણપત્રની ફરિયાદો સાંભળવાનો સમય છે? કોર્ટમાં જવા માટે કેટલા ફિલ્મ નિર્માતાઓ પાસે સંસાધનો છે? ”તેમણે કહ્યું કે,“ એફસીએટી નાબૂદ કરવું એ વિવેકહીન નિર્ણય છે અને નિશ્ચિતરૂપે લોકોને પોતાના મન મુજબનું કામ કરતા રોકવામાં આવે છે. આ નિર્ણય અત્યારે કેમ લેવામાં આવ્યો? આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો?”

આ વિષય પર ભારદ્વાજે કહ્યું કે “આજનો દિવસ સિનેમા માટે “દુખદ દિન” છે.

FCATનું શું છે મહત્વ?

થોડા વર્ષો પહેલા, 2016 માં આવેલી મોંગાની ફિલ્મ ‘હરામખોર’, ફિલ્મ નિર્માતા અલંકૃત શ્રીવાસ્તવની 2017માં આવેલી ‘લિપસ્ટિક અંડર માય બુર્કા’ અને નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત 2017માં આવેલી ‘બાબુમોશાઇ બંદુકબાઝ’માં CBFC એ ઘણા કટ કર્યા હતા. તેમ છતાં FCAT દ્વારા મંજુરી આપવામાં આવી હતી.

ભારદ્વાજનું ટ્વીટ શેર કરતાં મુંગાએ લખ્યું, ‘આ કેવી રીતે બની શકે? નિર્ણય કોણ લઈ શકે છે? “ મહેતાએ પણ એફસીએટી નાબૂદ કરવા અંગે નારાજગી વ્યક્ત કરી છે.