Kangana Ranautએ માનહાનિ કેસના વોરંટને સેશન્સ કોર્ટમાં પડકાર્યો, જાવેદ અખ્તરે દાખલ કર્યો છે કેસ

અભિનેત્રી Kangana Ranautએ સેશન્સ કોર્ટમાં તેમની સામે ઈસ્યુ કરેલા જામીનપાત્ર વોરંટને પડકાર્યો છે. જાણીતા લેખક જાવેદ અખ્તર દ્વારા કંગના સામે માનહાનિનો કેસ દાખલ કરાયો હતો.

Kangana Ranautએ માનહાનિ કેસના વોરંટને સેશન્સ કોર્ટમાં પડકાર્યો, જાવેદ અખ્તરે દાખલ કર્યો છે કેસ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 11, 2021 | 9:21 PM

અભિનેત્રી Kangana Ranautએ સેશન્સ કોર્ટમાં તેમની સામે ઈસ્યુ કરેલા જામીનપાત્ર વોરંટને પડકાર્યો છે. જાણીતા લેખક જાવેદ અખ્તર દ્વારા કંગના સામે માનહાનિનો કેસ દાખલ કરાયો હતો. આ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે કંગના સામે 1 માર્ચે જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યો હતો. જેમાં ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે કંગનાની અરજી પર 15મી માર્ચે સેશન કોર્ટમાં સુનાવણી થઈ શકે છે.

આ કેસમાં જાવેદ અખ્તર માનહાનિના કેસમાં Kangana Ranaut વિરુદ્ધ મુંબઈની અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યો હતો. કંગનાને પોલીસ મથકે વારંવાર બોલાવ્યા બાદ કંગના હાજર ન થતાં આ વોરંટ ઈસ્યુ કરાયું હતું. તેની બાદ કંગનાએ આ કેસને મુંબઈથી હિમાચલમાં ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેની સાથે એમ પણ કહ્યું કે જો આ કેસની સુનાવણી મુંબઈમાં કરવામાં આવે તો તેમને જીવનું જોખમ છે. કંગનાએ આ કેસ હિમાચલમાં ટ્રાન્સફર કરવાની માંગ કર્યા બાદ જાવેદ અખ્તરે કેવીયટ દાખલ કરી હતી. આ કેવીયટમાં તેમણે કહ્યું કે આ કેસમાં તેમનો પક્ષ પણ સાંભળવામાં આવે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અભિનેત્રીના ચાહકોએ તેને ધાકડ કહેવામાં આવે છે. કારણ કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો ઘેરી રહી છે. પરંતુ અમુક સમયે કંગના તેની મર્યાદાને ઓળંગે છે. જોકે કંગનાની વાતો ઘણીવાર વિચિત્ર લાગે છે. પરંતુ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાન પછી તેમણે બોલીવુડ સ્ટાર્સને ઘેરવાનું શરૂ કરી દીધું છે જે હજી ચાલુ છે. કંગનાએ તેના શબ્દોથી ઘણા ફિલ્મી સ્ટાર્સનું અપમાન કર્યું હતું. તેમાંથી એક જાવેદ અખ્તરનું નામ પણ હતું.

આ પણ વાંચો: Maharashtra: સતત વધી રહેલા કોરોનાના કેસથી સરકાર ચિંતિત, 1 લાખથી વધુ સક્રિય કેસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">